________________
૨૨૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ તેને અંત પણ કેવી રીતે હોઈ શકે ? આમ હોવા છતાં જીવાત્માને જન્મ-મરણનું દુઃખ ભોગવવું પડે છે તેનું કારણ પિતાની ભ્રાન્તિ તેમજ અજ્ઞાનતા જ છે. જીવ જન્મે છે તથા મરે છે એવી પિતાની બ્રાન્તિ જે દૂર કરવામાં આવે તો જન્મ-મરણનું દુઃખ જ પેદા ન થાય. આત્મા તે અજર-અમર છે. આત્મા કેવળ પોતાની પર્યાય બદલે છે. પર્યાય બદલવાથી કાંઈ દ્રવ્ય બદલી જતું નથી. આવું સાચું જ્ઞાન જે આત્માને પ્રગટે તે એ દિશામાં આત્માને મૃત્યુનું દુઃખ પેદા ન થાય. આત્મામાં ભ્રાન્તિ હોવાને કારણે જ આત્મા દુઃખ પામી રહ્યો છે. આ બ્રાતિને દૂર કરવા માટે જે આત્મા ભગવાન અભિનંદનને વંદન તથા પૂજન કરે તે એ દશામાં આત્મા દુઃખમુક્ત થઈ શકે.
પિતાનાં દુઃખ દૂર કરવા માટે, ભગવાન અભિનંદનની પૂજા કરવા પહેલાં, આપણે એ વાતને સર્વપ્રથમ નિર્ણય કરી લેવો જોઈએ કે, આપણે પરમાત્માદ્વારા કયાં દુઃખોને દૂર કરવા ચાહિએ છીએ ? પ્રત્યેક વ્યક્તિ પોતે જે દુઃખ દૂર કરી ન શકે તે દુઃખ બીજાઓ દ્વારા દૂર કરાવવાનો પ્રયત્ન કરે છે. જે દુઃખ તમે પોતે દૂર કરી શક્તા નથી તે દુઃખ દૂર કરવા માટે તમે સરકારના શરણે જાઓ છો, પરંતુ જે દુ:ખ તમે પોતે દૂર કરી શકો છો તે દુઃખ દૂર કરવા માટે તમે સરકારના શરણે જતા નથી. આ જ પ્રમાણે જે દુઃખ તમે દૂર કરી ન શકે તે જ દુઃખને દૂર કરવા માટે તમારે પરમાત્માના શરણે જવું જોઈએ અને પરમાત્માનું વંદન-પૂજન કરવું જોઈએ. આપણને સંસારમાં જન્મવા-મરવાનું જે દુઃખ ભોગવવું પડે છે તે દુઃખ એવું છે કે તે દુઃખને આપણે દૂર કરી શકતા નથી અને એટલા જ માટે જન્મ-મરણના દુઃખને પરમાત્માના શરણે જઈ દૂર કરવું જોઈએ. આથી વિપરીત જે પરમાત્માના શરણે સંસારની કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે ગયા, તે જન્મ-મરણનું દુઃખ દૂર થવાને બદલે ઊલટું વધવા પામે છે. સંસારમાં એક એકથી ચડિયાતી વસ્તુઓ છે. વસ્તુની પ્રાપ્તિ થવાથી જન્મ-મરણનું દુઃખ પણ મટતું નથી અને તૃષ્ણ પણ શાન્ત થતી નથી. સાંસારિક વસ્તુની તૃષ્ણથી ઊલટું વિશેષ દુઃખ વધવા પામે છે. એટલા માટે પરમાત્માના શરણે સાંસારિક વસ્તુની પ્રાપ્તિ માટે નહિ પણ આત્મામાં જે બ્રાન્તિ રહેલી છે અને જે બ્રાતિને કારણે જન્મ-મરણનું દુઃખ પેદા થવા પામ્યું છે તે બ્રાન્તિને દૂર કરવા માટે જ જવું જોઈએ.
દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે જ આત્મા ભવભ્રમણ કર્યા કરે છે. સંસાર સાગરમાં ગોથાં ખાતાં જીવોને માટે ધર્મ એ નૌકા સમાન છે. ધર્મનૌકા દ્વારા આત્મા સંસારસાગરને કેવી રીતે પાર કરી શકે છે એ વાત હવે શાસ્ત્રદ્વારા સમજાવું છું -
સમ્યક્ત્વ પરાક્રમ–બોલ ૪૯ મે
શાસ્ત્રકારોએ સંસાર-સાગરને પાર કરવા માટે ધર્મનૌકામાં બેસવાનું જગજીવોને આહ્વાન કર્યું છે. ધર્મને અર્થ જ ધારણ કરનાર છે અર્થાત પતિતોનો ઉદ્ધાર કરે, ડૂબતાઓને તારે તેનું જ નામ ધર્મ છે. આ ધમ દશ પ્રકારનો છે. ક્ષમા આદિ ધર્મના દશ પ્રકાર છે. ક્ષમાં રાખવી, નિર્લોભતા રાખવી, સરળતા રાખવી આદિ આત્મોન્નતિના માર્ગો છે. ક્ષમા,