________________
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાકમ–બોલ ૪૮ મે
[૨૨૧ કેણ ચાહતું નથી ? સ્વર્ગ, મત્ય તથા પાતાલના બધાં જ પિતાનું દુઃખ દૂર કરવા ચાહે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, સર્વે નવા વિ હૃતિ બીવિવું ન મરfનવું–અર્થાત સંસારનાં બધાં છો જીવિત રહેવા ચાહે છે, કઈ મરવા ચાહતું નથી.
જે દુઃખોથી બધા જીવો મુકત થવા ચાહે છે તે દુઃખ પ્રધાનતઃ ત્રણ પ્રકારનાં છે. કાયિક દુઃખ, વાચિક દુઃખ તથા માનસિક દુઃખ. આ ત્રિવિધ તાપથી બધા જ સંતપ્ત છે. બીજા ગ્રન્થમાં આ ત્રિવિધ દુઃખને આધિભૌતિક, આધિદૈવિક તથા આધ્યાત્મિક દુઃખ તરીકે પણ વર્ણવવામાં આવેલ છે. આ ત્રણ પ્રકારના દુઃખથી પ્રત્યેક જીવ મુક્ત થવા ચાહે છે. પરંતુ આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય શો છે? ભક્તજનો ઉપાય બતાવતાં કહે છે કે, ભગવાનની વંદનાપૂજા કરવાથી બધાં દુઃખો મટી જાય છે અને સમસ્ત ચિંતામાંથી મુક્ત થઈ સુખશાન્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ ભગવાનને વંદન-પૂજન કેવી રીતે કરવું એ વિષે મતભિન્નતા છે. કેટલાક લેકે કહે છે કે, ભગવાનને ફુલ આદિ ચડાવી વંદના-પૂજના કરવી જોઈએ, ત્યારે આથી વિપરીત કેટલાક લોકો એમ કહે છે કે, કુલ આદિના અર્થદ્વારા ભગવાનની સાચી પૂજા થઈ શકે નહિ. અને તેથી ફુલ આદિનું અર્થે ચડાવી ભગવાનની પૂજા કરી દુઃખમુક્ત થવાની આશા રાખવી એ વાત ભૂલભરેલી છે. આ વિશે કહેવામાં પણ આવ્યું છે કે –
પુષ્પ પાખડી જ્યાં દુઃભાય, ત્યાં નહિ જિનવરની આજ્ઞા ય.
અર્થાત-જ્યાં એક ફુલની પાંખડી પણ દુભાય ત્યાં ભગવાનની આજ્ઞા નથી. આ પ્રમાણે ભગવાનની પૂજા કુલ આદિના અર્થદ્વારા નહિ, પણ દયાભાવથી જ ભગવાનની સાચી પૂજા થઈ શકે છે. બધાં પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી એ જ ભગવાનની સાચી પૂજા છે. કેઈપણ નાના-મોટા પ્રાણીને કષ્ટ આપવું એ ભગવાનની પૂજા નથી.
સંસારસ્થિત દરેક પ્રાણી જીવિત જ રહેવા ચાહે છે. મરવા કોઈ ચાહતું નથી. કોઈ કવિએ આ વિષે કહ્યું પણ છે કે –
“ચાહત જીવ સબ જગજીવન, દેહ સમાન નહીં કુછ પ્યારે; સંયમવન મુનીશ્વર કે, ઉપસર્ગ - હુએ તન નાશનહારે. તે ચિતે હમ આતમરામ, અખંડ અબાધિત જ્ઞાન ભંડારે; દેહ વિનાશક સે હમ તે નહીં, શુદ્ધ ચિદાનંદ રૂપ હમારે.”
આ પ્રમાણે સંયમી સાધુપુરુષો સિવાય મૃત્યુથી બધા લેક કરે છે. જે કઈ છવન ધારણ કરે છે તે એક દિવસે મરવાનું તો છે જ. મોત ન આવે એમ સૌ કોઈ ચાહે છે છતાં મત અનિવાર્યરૂપે આવે જ છે. જે મૃત્યુની ઈચ્છા કરવામાં આવતી નથી તે મૃત્યુ શા માટે આવે છે ? અને મૃત્યુનું દુઃખ સૌથી વધારે દુઃખદ શા માટે જણાય છે? એ વાતને જો ઊંડે વિચાર કરવામાં આવે તો જણાશે કે, મૃત્યુનું દુઃખ પોતાની ભૂલને કારણે જ સહેવું પડે છે. આત્મા તે અમર છે. આત્મા કઈ દિવસ મરતો નથી. જીવાસ્તિકાયનું સ્વરૂપ બતાવતાં કહેવામાં આવ્યું છે કે, જીવ દ્રવ્યથી અરૂપી છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશ છે અને કાળથી આદિ અન્ત રહિત છે. જીવની આદિ પણ નથી તેમ તેને અંત પણ નથી. જેની આદિ હોય છે તેનો અંત પણ હોય છે. પરંતુ જીવની તે આદિ જ નથી એટલા માટે