SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રેડ [ અમદાવાદ વિવાહગ્ય થએલી જોઈ વિચાર કર્યો કે, “જે કે અંજનાને યોગ્ય જ વર પ્રાપ્ત થશે પરંતુ આ વિષે મારે પ્રજાની પણ સમ્મતિ લેવી જોઈએ અને પ્રજાને પણ એ વાતની જાણ કરી દેવી જોઈએ કે, કન્યાનો વિવાહ કયારે કરવો ઉચિત છે? તથા કન્યા વિવાહ કેવા વર સાથે કરવો જોઈએ? હું બાળલગ્નને વિરોધી છું, એટલા માટે પ્રજાની સમક્ષ મારી કન્યાનું જ આદર્શ ઉદાહરણ મૂકી એ વાત મારે સ્પષ્ટરૂપે સમજાવી દેવી જોઈએ કે બાળલગ્નને હું વિરોધ કરું છું, અને સાથે સાથે કન્યાને પ્રજાની સમક્ષ બોલાવીને એ મારે બતાવી દેવું જોઈએ કે, હવે કન્યા વિવાહયોગ્ય થઈ છે. વળી કન્યા કેવા વરને આપવી જોઈએ તેની સમ્મતિ પણ પ્રજા પાસેથી મારે લઈ લેવી જોઈએ. રાજા મહેન્દ્ર આ પ્રમાણે વિચાર કરી રાણીને કહ્યું કે, કાલે કન્યાને તૈયાર કરી રાજસભામાં મોકલશે. રાજા મહેન્દ્રનું આ કામ ઉચિત હતું કે અનુચિત? શું તેણે પિતાની કન્યાને વિવાહ કરવા માટે પણ પ્રજાની સમ્મતિ લેવી જોઈતી હતી? જે માણસ પોતાની કન્યાના વિવાહ માટે પણ પ્રજા પાસેથી સમ્મતિ લે છે તે બીજાં કામો માટે પ્રજાની સમ્મતિ લે એ સ્વાભાવિક છે. પરંતુ આજે તે રાજાઓ એમ સમજે છે કે, અમે પ્રજાનું શેષણ કરનારા છીએ. અમારે કઈ કામ કરવા માટે પ્રજાની સમ્મતિ લેવાની શી આવશ્યક્તા છે? તેઓ એમ વિચાર કરતા નથી કે, અમે આજે તે પ્રજાનું શોષણ કરીએ છીએ પરંતુ જ્યારે શેષણ કરવા માટે કાંઈ બાકી નહિ રહે ત્યારે અમે શું કરશું? સતી અિંજનાના આ ચરિત્ર ઉપરથી એ પણ બેધ મળે છે કે, રાજા અને પ્રજા વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ! હવે અંજના રાજસભામાં કેવી રીતે જાય છે અને ત્યાં શું થાય છે તે વિષે હવે પછી યથાવસરે વિચાર કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત ૧૯૯૬ શ્રાવણ સુદ ૧૨ શનિવાર પ્રાર્થના શ્રી અભિનન્દન દુઃખનિકંદન, વંદન પૂજન જેગજી; આશા પૂરે ચિંતા ચૂરે, આપ સુખ આર.જી. “અંબર” રાય “સિદ્ધારથા” રાણી, તેહને આતમજાતજી; પ્રાણ પિયારે સાહબ સાચે, તુંહી માત ને તાતજી. શ્રી. ૧ –વિનયચંદ્રજી કુંભટક્ત ચોવીસી. શ્રી અભિનંદનનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં દુઃખમાંથી મુક્ત થવાને માર્ગ બતાવવામાં આવ્યો છે. સંસારમાં બધાં છોને દુઃખને ભય રહે છે. જે દુઃખને હમેશાં ભય રહ્યા કરે છે તે દુઃખને નષ્ટ કરવા
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy