________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ–બોલ ૪૮ મેં
[ ૨૧૯
આત્મ કલ્યાણ સાધવા માટે જે કારણોની આવશ્યકતા છે તે કારણે આપણને કોઈ શુભ કરણીને કારણે સદ્દભાગ્યથી પ્રાપ્ત થએલાં છે. માટે પરમાત્મા સાથે સંબંધ જોડવાનું જે સાધન આપણને પ્રાપ્ત થએલ છે તે સાધન દ્વારા આત્મકલ્યાણ સાધી લેવું જોઈએ. આત્મ-કલ્યાણને સરળ માર્ગ સરળતા ધારણ કરે, કપટનો ત્યાગ કરે એ છે.
મોક્ષનો માર્ગ સલાતિસરલ કરી જનસમાજને સમજાવવા માટે શાસ્ત્રકારોએ અનેક ઉદાહરણો આપ્યાં છે. એ ઉદાહરણોમાંથી એક ઉદાહરણ તમારી સમક્ષ આજે ઉપસ્થિત કરું છું. એ ઉદાહરણદ્વારા તમને એ વાત જણાશે કે, કપટદ્વારા પરમાત્માની સમીપ જઈ શકાતું નથી, પરંતુ સરળતાદ્વારા જ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે આજે સતી અંજનાની ચરિત્રકથાને પ્રારંભ કરવામાં આવે છે. સતી અંજનાનું ચરિત્ર સરળતાનું મહત્વ બતાવવા માટે જ વર્ણવવામાં આવે છે - સતી અંજના ચરિત્ર-૧
પ્રાચીન સમયમાં આ જ ભવ્ય ભારતવર્ષમાં મહેન્દ્રપુર નામની એક નગરી હતી. ત્યાં મહેન્દ્ર નામને રાજા રાજ્ય કરતો હતો. તેની પત્નીનું નામ મને વેગ હતું. મહેન્દ્રને ત્યાં કેટલાંક પુત્રો થયા બાદ એક કન્યાનો જન્મ થયો. માતા-પિતાએ કન્યારત્નને જન્મ થવાથી આનંદૈત્સવ ઊજવ્યો અને તે કન્યાનું નામ અંજન રાખ્યું. અંજના વિકારભરી દૃષ્ટિવાળાઓને પણ સુધારનારી હતી. વિકૃત દૃષ્ટિવાળાઓની આંખમાં સદાચાર રૂપી અંજન આજનારી અંજના હતી; અર્થાત તે પરમાત્માનું સ્વરૂપ જાણનારી હતી, અને સાથે સાથે તે સુંદરી પણ હતી. અંજના માતા-પિતા–ભાઈ આદિ સર્વેને પ્રિય હતી. અંજના જેવી રૂપવતી હતી તેવીજ ગુણવતી પણ હતી.
સંસારમાં સેનાની સાથે સુગંધ એક સ્થાને જોવામાં આવતા નથી. જો સોનામાં સગંધ મળે તો લેકે સુગંધ ન લેતાં સેનાને જ લે. આજ પ્રમાણે સંસારમાં ગુણ અને રૂપ એ બન્નેનું એક સ્થાને મળવું પણ મુશ્કેલ માનવામાં આવે છે. જ્યાં રૂપ હોય છે ત્યાં ગુણ ઓછાં જોવામાં આવે છે અને જ્યાં ગુર્ણ હોય છે ત્યાં રૂપ ઓછું જોવામાં આવે છે. પરંતુ અંજનામાં રૂપની સાથે ગુણ પણ હતાં અને આ પ્રમાણે અંજનાએ સોનામાં સુગંધ એ કહેવત ચરિતાર્થ કરી હતી. - મહેન્દ્ર રાજા અંજનાને જોઈને પ્રસન્ન થતો અને મનમાં વિચારતે કે આ કન્યા મારા કુલની પ્રતિષ્ઠા વધારશે. અંજનાને સુયોગ્ય બનાવવા માટે મહેન્દ્ર રાજાએ શિક્ષાદિ આપવાનો ઉચિત પ્રબંધ કર્યો.
આજના માત-પિતાઓ પિતાની કન્યાને કોચિત શિક્ષા આપવા તરફ ધ્યાન આપે છે?- આજે કન્યા પ્રતિ લાડ-વાર બતાવવામાં આવે છે પરંતુ કોચિત શિક્ષા અપાવવા તરફ બહુ જ ઓછું ધ્યાન આપવામાં આવે છે.
અંજના ભણીગણી હોશિયાર બની. કુમારાવસ્થામાં અંજનાએ વિદ્યાનું ઉપાર્જન કર્યું. હવે તે વિવાહયોગ્ય થઈ. કન્યાને વિવાહયોગ્ય થએલી જોઈ માતાપિતાને કન્યાને વિવાહ કરાવી આપવા વિષે ચિન્તા થાય એ સ્વાભાવિક છે. રાજા મહેન્દ્ર પણ અંજનાને