________________
૨૧૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ પણ સાધી શકશે. સરળતાપૂર્વક કરવામાં આવેલી પરમાત્માની પ્રાર્થના કેવી સાર્થક તથા સફળ નીવડે છે એ વિષે એક કવિ કહે છે કે –
અજિત જિન તારજો રે, તાર દીનદયાળ. અજિત જે જે કારણ જેહને રે, સામગ્રી સંગ; મલતા કારજ નીપજે રે, કર્તા તણે પ્રયોગ. અજિત કાર્ય સિદ્ધ કરતા થઈએ રે, લે કારણ સંયોગ;
નિજ પદ અથી પ્રભુ મળ્યા રે, હાયનિમંતય ભેગ. અજિત આ પ્રાર્થનામાં ભક્તજને કહે છે કે, હે પ્રભો ! તારા સિવાય બીજો કોઈ તારક નથી. પરંતુ અજિત જિન ભગવાન ત્યારે જ તારે છે કે જ્યારે જીવનમાં સરળતા આવે છે. જે જીવનમાં સરળતા ન હોય, પણ કપટભાવ હોય તે એ દશામાં પરમાત્મા કેવી રીતે તારી શકે? જીવનને તારવું કે ડુબાડવું એ તો પિતાના જ હાથમાં છે. પારસ અને લોઢાની વચ્ચે એક કાગળ જેટલું પાતળું પણ અંતર રહી જાય તો પારસ એ લોઢાને સેનું કેવી રીતે બનાવી શકે? કોઈ પ્રકારનું અંતર રહેવાને કારણે જો પારસ લેઢાને સોનું બનાવી ન શકે તો એમાં પારસને શે દોષ? આજ પ્રમાણે જ્યાં સુધી આત્મા અને “પરમાત્માની વચ્ચે કમ્પટનું અંતર રહે છે, ત્યાં સુધી આત્મા પરમાત્મા કેવી રીતે બની શકે?
અને અજિતનાથ ભગવાન આત્માને કેવી રીતે તારી શકે ? આપણને જ્યારે મુક્તિ પામવાના સાધન તરીકે આ માનવજીવનને સુગ સાંપડયો છે, તો આ અવસ્થામાં પણ જે આપણે આત્માનું કલ્યાણ નહિ કરીએ તે પછી કયારે કલ્યાણ સાધીશું? આપણને અનન્ત ભવ બાદ એવી સામગ્રી પ્રાપ્ત થઈ છે કે, જેને કારણે આપણે પરમાત્માની સમીપ આવી શક્યા છીએ. આપણને આ માનવ-શરીર એટલા જ માટે મળ્યું છે કે, આપણે આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર દૂર કરીએ. જે વસ્તુ જે કામ માટે ઉપયુક્ત હોય તે વસ્તુનો તે કામમાં જ ઉપયોગ કરવો એમાં જ બુદ્ધિમત્તા છે. અને જે કાર્યનું જે કારણ હોય તે કારણદ્વારા તે જ કાર્ય થઈ શકે, બીજું કાર્ય થઈ શકે નહિ. જે બીજું કાર્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે વસ્તુને દુષ્પગ છે. ઘડે બનાવવાનો હોય ત્યારે માટી જ લેવી પડે છે અને કપડું બનાવવાનું હોય ત્યારે સૂતર જ લેવું પડે છે. જે આ ચીજથી કોઈ બીજી વિપરીત ચીજ લેવામાં આવે અર્થાત કપડું બનાવવા માટે માટી અને ઘડ બનાવવા માટે સૂતર લેવામાં આવે તો કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. આજ પ્રમાણે
જ્યારે આત્માનું કલ્યાણ કરવાનું કાર્ય હોય ત્યારે આત્મકલ્યાણસાધક સરળતાને અપનાવવી જોઈએ, અને પુદ્ગલોથી નિસ્પૃહ રહેવું જોઈએ, તેમજ કપટભાવ રાખવો ન જોઈએ. આથી વિરૂદ્ધ જ મનમાં એવી ભાવના ઉદ્દભવે કે, હું સુંદર કેવી રીતે લાગું, હું ધનિક કેવી રીતે બને અને આવા પ્રકારની બીજી કોઈ સાંસારિક ભાવના ભાવવામાં આવે અને આ ભાવનાની પૂર્તિ માટે કપટને આશ્રય લેવામાં આવે તે એ દશામાં તેને પુદ્દગલાનંદી તો જરૂર કહી શકાય, પણ તેને આત્મકલ્યાણસાધક કહી ન શકાય. આવો લાલુપી છવા સમકિત પણ પ્રાપ્ત કરી શકતા નથી તે પછી આત્માનું કલ્યાણ તે કેવી રીતે કરી શકે ? એટલા માટે જે કાર્યનું જે કારણ હોય તે કાર્યને માટે તે જ કારણને અપનાવવું જોઈએ.