________________
ચાતુમોસ ]
સભ્યત્વ પરાકમ–બલ ૪૮ મેં
[ ૨૧૭
આપ જ વાસ્તવમાં બાદશાહ છે, અને બાકીના લેકે વાસ્તવમાં બાદશાહ નથી. આ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયા અને તેની સાથે હસ્તધૂનન કરી પ્રધાનની પીઠ થાબડી.ગ્યતાનું પ્રમાણપત્ર આપ્યું. રોમના બાદશાહે ભારતી પ્રધાનને શેખ હુસેન આવ્યાની વાત કરતાં કહ્યું કે, તમારા પહેલાં જે પ્રધાન આવ્યો હતો તે તે તદ્દન અયોગ્ય હતો. ભારતીય પ્રધાને રામના બાદશાહના મુખે શેખ હુસેનનો અવર્ણવાદ સાંભળી કહ્યું કે, જહાંપનાહ! શેખ હુસેનને તે આપની પરીક્ષા કરવા માટે મોકલ્યો હતો. વાસ્તવમાં તે અયોગ્ય ન હતો. આ પ્રમાણે હિન્દી પ્રધાને પિતાની પ્રતિષ્ઠા વધારવાની સાથે શેખહુસેનની ત્યાં થએલી અપ્રતિષ્ઠાને પણ દૂર કરી.
હિન્દુ પ્રધાન રેમથી સકુશલ પાછા ફરી અકબર બાદશાહની સમક્ષ આવ્યો, અને રમમાં વીતેલી બધી હકીક્ત કહી સંભળાવી. બાદશાહ આ બધી હકીક્ત સાંભળી ઘણોજ પ્રસન્ન થયા અને તેણે મુસલમાનને પિતાની સમક્ષ લાવી કહ્યું કે, પ્રધાન હોય તો આવો જ હોવો જોઈએ. બાદશાહનું કથન સાંભળી મુસલમાને કહેવા લાગ્યા કે હવે અમારી સમજમાં એ આવ્યું કે, આપ શ્રીમાન જે કાંઈ કરે છે તે યોગ્ય કરે છે.
આ કથા ઉપરથી સાર એ નીકળે છે કે, જ્યારે ભાવમાં સરળતા આવે છે ત્યારે કાયામાં પણ સરળતા આવે છે અને જ્યારે ભાવમાં સરળતા હોતી નથી ત્યારે કાયામાં પણ સરળતા આવતી નથી. ભાવમાં વક્રતા આવવાથી કાયામાં પણ વક્રતા આવી જાય છે. ઉપર્યુક્ત ઉદાહરણમાં આપણે જોયું કે, નકલી બાદશાહોએ પણ પિશાક તે અસલી બાદશાહ જેવો જ પહેર્યો હતો પણ તેમના ભાવ વક્ર હોવાને કારણે તેમની કાયામાં પણ વક્રતા આવી ગઈ. આથી વિરૂદ્ધ બાદશાહના ભાવમાં વક્રતા ન હતી એટલે તેમની કાયામાં પણ વક્રતા ન આવી. ભાવમાં વક્રતા છે કે સરળતા છે એ વાત તો કાયાની વક્રતા કે સરળતા ઉપરથી પણ જાણી શકાય છે. વળી ચતુર માણસ કઈ વ્યક્તિમાં વક્રતા છે કે સરળતા એ વાત મુખાકૃતિ ઉપરથી પણ સહજ રીતે જાણી શકે છે. એટલા માટે ભાવમાં સરળતા રાખવાની સાથે સાથે કાયામાં અને ભાષામાં પણ સરળતા રાખવી આવશ્યક છે. જો કોઈ માણસ કાયામાં વક્રતા રાખીને એમ કહે કે, મારા ભાવ સરળ છે તે તે માણસનું એવું કથન ખોટું છે.
ભગવાને સરળતાનું જે ફળ બતાવ્યું છે તે દૃષ્ટિમાં રાખીને પ્રત્યેક કામમાં સરળતા રાખવી જોઈએ. ગૌતમ સ્વામીએ ભગવાનને સરળતા વિષે પ્રશ્ન પૂછી આત્મ-કલ્યાણ કરવાને સરળ માર્ગ બતાવ્યો છે. સરળતા રાખવી એ આત્મ-કલ્યાણ સાધવાનો સરળ માર્ગ છે. સરળ બને, કપટ ન રાખે, આ સીધા સાદા વાકયમાં ઘણે ભાવાર્થ રહેલે છે. કપટેભાવ રાખવાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી તેમ આત્મકલ્યાણ પણ સાધી શકાતું નથી. ભગવાને તે સ્પષ્ટરૂપે કહી દીધું છે કે, જે સરળતા રાખે છે તે પિતાનું તથા બીજાનું કલ્યાણ સાધી શકે છે, અને જે કપટભાવ રાખે છે તે પોતાનું અકલ્યાણ કરવાની સાથે બીજાનું પણ અકલ્યાણ કરે છે. ધર્મની આરાધના અવિસંવાદપણુથી જ થાય છે અને અવિસંવાદપણું સરળતાઠારા જ પ્રાપ્ત થાય છે. કપટદ્વારા જીવનમાં અવિસંવાદપણું પ્રગટ થતું નથી. એટલા માટે કપટભાવને દૂર કરી સરળતાપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે તે જીવનમાં અવસ્ય અવિસંવાદપણું પ્રગટ કરી શકશો અને પરિણામે ધર્મનું આરાધન કરી આત્મકલ્યાણ
૨૮