________________
૨૧૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
અમદાવાદ
બાદશાહ ચાહતો હતો કે, બેગમ આ બધી વાતોથી વાકેફ થઈ જાય અને ફરી કાઈવાર આવો પ્રપંચ ન કરે. અને આ કારણે જે બાદશાહે શેખ હુસેનને બધી વાત પિતાની બહેન પાસે જઈ કહેવાનું કહ્યું હતું. શેખ હુસેન પિતાની બેન પાસે ગયા અને કહેવા લાગ્યો કે, બેન ! તમે મને આ પ્રધાનપદની લપ ક્યાંથી વળગાડી ? હું પહેલાં તો આનંદપૂર્વક રહેતા હતા, પરંતુ આ પ્રધાનપદ સ્વીકાર્યા બાદ મારા દિવસો ચિતામાં જાય છે. બેગમે કહ્યું કે, ભાઈ! તમને પ્રધાન બનાવવામાં આવ્યો તેમાં ખોટું શું થયું? પ્રધાનને હુકમ તે બાદશાહથી પણ ઊંચે ગણવામાં આવે છે. શેખ હુસેને જવાબમાં કહ્યું કે, બેન! તમારું કહેવું બરાબર છે. પ્રધાનપદ મોટું છે એ વાત સાચી પરંતુ પ્રધાનપદને ટકાવી રાખવા માટે મારામાં યોગ્યતા તે હેવી જોઈએ ? મારામાં પ્રધાનપદની યોગ્યતા નથી એટલા માટે તમે પ્રયત્ન કરી મને પ્રધાનની આ ઝંઝટમાંથી પૃથક્ કરે. બેગમે કહ્યું કે, અમુક મુલ્લાજી તથા અમુક મુસલમાનોએ તમને પ્રધાન બનાવવા માટે મને આગ્રહ કર્યો હતો. તમને પ્રધાન બનાવવા માટે તેઓએ જ મને પ્રેરિત કરી હતી, માટે તે લોકોને બોલાવી પૂછી જોઉં.
જે મુલ્લાઓ તથા મુસલમાનોએ બેગમને ભરમાવી હતી તે બધાઓને બેગમે પોતાની સમક્ષ બોલાવી પૂછ્યું કે, તમે તે મારા ભાઈને પ્રધાન બનાવવાનું કહેતા હતા, તે તેમને પ્રધાન બનાવ્યા, પણ હવે તે પ્રધાનપદે રહેવાની ના પાડે છે તે શું કરવું ? તે મુસલમાનેએ જવાબ આપ્યો કે, અમે તો એ, ચાહતા હતા કે, મુસલમાન રાજ્યના પ્રધાન પણ મુસલમાન જ હોવા જોઈએ અને એ કારણે અમે આપના ભાઇને પ્રધાન બનાવવાનું તમને કહ્યું હતું. હવે જે તેઓ પ્રધાનપદનું કામ કરી શક્તા ન હોય તે એ વાતને જવા દે.
બાદશાહે પુનઃ હિન્દુ પ્રધાનને પ્રધાનપદ ઉપર નિયુક્ત કર્યો. બાદશાહે તે હિન્દુ પ્રધાનને કહ્યું કે, શેખ હુસેન જે કામ બગાડી આવેલ છે તે કામને તમે સુધારી આવે. બાદશાહની આજ્ઞાને શિરોધાર્ય કરી તે હિન્દુ પ્રધાન દલબલની સાથે રોમ જવા માટે રવાના થયો. રેમના બાદશાહને ખબર પડી કે, ભારતને પ્રધાન આવ્યો છે. રેમના બાદશાહે કહ્યું કે, ભારતના પ્રધાનમાં શું વ્યક્તિત્વ છે ? એક તે પહેલાં પ્રધાન આવ્યો હતો ! આજે પાછો બીજો પ્રધાન આવ્યો છે તો તેને મળવું તે જોઈએ!
રેમના બાદશાહે ભારતના પ્રધાનની પરીક્ષા કરવા માટે પિતાના અગ્યાર ગુલામોને પણ પિતાના જેવો જ પહેરવેશ પહેરાવી દીધું, અને પોતે તથા તેના અગ્યાર ગુલામે એમ બારેય જણું સમાનરૂપે એવી રીતે બેસી ગયા કે બાદશાહ કોણ છે તેની કોઈને ખબર ન પડે ! ભારત પ્રધાન દબદબા ભર્યો પોશાક પહેરી રોમની રાજ્યસભામાં ગયો. તે પ્રધાને રાજ્યસભામાં જઈ જે સાચે બાદશાહ હતો તેને જ તેણે સલામી ભરી. બાદશાહે પ્રધાનને પૂછ્યું કે, તમે મને બાદશાહ માને છે તો આ બીજા લેકે કોણ છે? ભારતપ્રધાને જવાબમાં કહ્યું કે, અમારે ત્યાં ભારતમાં હેળીના અવસર ઉપર આવા અનેક બાદશાહ બનાવવામાં આવે છે. આ લેકે પણ તે પ્રકારના જ બાદશાહ છે. બાદશાહે ફરીવાર પૂછ્યું કે, એ વાત તમે કેવી રીતે જાણું કે, આ લેકે વાસ્તવમાં બાદશાહ નથી અને હું જ બાદશાહ છું. ભારત પ્રધાને જવાબ આપ્યો કે, જે વખતે હું રાજ્યસભામાં દાખલ થયો ત્યારે આ લેકે મારા દબદબાભર્યા પિશાક તરફ વક્રદૃષ્ટિએ જોવા લાગ્યા, પરંતુ તમે એકલા જ ગંભીર થઈને બેસી રહ્યા. આપની ગંભીરતા ઉપરથી જ હું એ જાણી શકાય કે