________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ-બેલ ૪૮ મે
[ ૨૧૫ ત્યારે બેગમે સ્ત્રીચરિત્રધારા બાદશાહને વચનમાં બાંધી લીધો. બાદશાહે બેગમને કહ્યું કે, તું શું ચાહે છે? જે ચાહતી હોય તે કહે, હું તે ચીજ આપવા તૈયાર છું. બેગમે જવાબમાં કહ્યું કે, તમે મારા ભાઈની ઘણીવાર પ્રશંસા કર્યા કરે છે, પરંતુ જે વાસ્તવમાં તે બુદ્ધિમાન છે તે પછી તેમને પ્રધાન ન બનાવતાં એક કાફર હિન્દુને શા માટે પ્રધાન બનાવવામાં આવ્યો છે ? બાદશાહ બેગમનો આશય સમજી ગયે. બાદશાહે મનમાં વિચાર્યું કે બેગમને એ વાતની ખાત્રી કરાવી દેવી જોઈએ કે તેનો ભાઈ કે છે? આ પ્રમાણે વિચાર કરી બાદશાહે બેગમને કહ્યું કે, તમારું કહેવું બરાબર છે, મારાથી એ ભૂલ થઈ ગઈ કે, આપણું ઘરમાં જ શેખ હુસેન જેવી યોગ્ય વ્યક્તિ હોવા છતાં મેં એક હિન્દુને રાજ્યનો પ્રધાન બનાવ્યો છે! કાલે હું પ્રધાનપદ શેખ હુસેનને આપવાને પ્રબંધ કરીશ.
બાદશાહ રાજમહેલમાંથી ચાલ્યા ગયા બાદ તે પૂર્વે મુસલમાન બેગમની પાસે આવી પૂછવા લાગ્યા કે, શું થયું ? બેગમે ઉત્તર આપ્યો કે, બધું કામ પાર પડી ગયું છે. કાલે મારા ભાઈ શેખ હુસેનને પ્રધાન બનાવવામાં આવશે. આ કથન સાંભળી તે મુસલમાન પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, રાજ્યમાંથી હિન્દુ પ્રધાનનું એક શલ્ય તે દૂર થયું. - બીજે દિવસે બાદશાહે પ્રધાનને કહ્યું કે, તમે ઘણાં દિવસ સુધી પ્રધાનપદ ભોગવ્યું છે, તે હવે થડા દિવસને માટે શેખ હુસેનને પ્રધાનપદ આપે. હિન્દુ વજીરે જવાબમાં કહ્યું કે, જેવી જહાંપનાહની ઈચ્છા. બાદશાહે પ્રધાનપદ શેખ હુસેનને સોંપ્યું અને હિન્દુ પ્રધાનને પૃથફ કર્યો. બાદશાહના આ કાર્યથી મુસલમાને પ્રસન્ન થયા, પરંતુ તેઓ એ વાતને જાણતા ન હતા કે શેખ હુસેન પ્રધાનપદને માટે યોગ્ય છે કે નહિ? બાદશાહ એ વાત સારી રીતે જાણતા હતા કે શેખ હુસેન પ્રધાનપદને શોભાવી શકે એમ નથી. તેમણે વિચાર કર્યો કે, શેખ હુસેનને મેં પ્રધાનપદ તે સેપ્યું છે, પરંતુ આ પ્રધાન કેઈક દિવસે રાજ્યને ભયંકર હાનિ પહોંચાડશે. માટે પહેલેથી એવો ઉપાય કરવો જોઈએ કે જેથી તે પોતે જ પ્રધાનપદ છોડીને ભાગી જાય ! આ પ્રમાણે વિચાર કરી બાદશાહે શેખ હુસેનને કહ્યું કે, રમના બાદશાહની પાસે અમુક કામ છે માટે તમે ત્યાં જાઓ અને તમે એ કામને એવી રીતે કરી આવો કે જેથી મારી પ્રતિષ્ઠા વધવા પામે. શેખ હુસેને બાદશાહની આજ્ઞાને શિરોધાર્ય કરી રેમ જવાની તૈયારી કરવા માંડી.
શેખ હુસેન રોમ ગયો. પરંતુ તેણે ત્યાં એવો વ્યવહાર કર્યો કે જેથી તેનું ત્યાં અપમાન થયું. તે અપમાનિત થઈને પાછો આવ્યો. તે પિતાના મનમાં કહેવા લાગ્યો કે, હું આવી ઝંઝટમાં ક્યાંથી પડે ? હું પહેલાં તો આનંદપૂર્વક રહેતો હતો પરંતુ પ્રધાન બનવાથી તે હું વધારે મુશ્કેલીમાં પડી ગયો. શેખ હુસેન આ પ્રમાણે મનમાં તર્કવિતર્ક કરી બાદશાહની સમક્ષ આવ્યો. બાદશાહે તેમને પૂછ્યું કે, રોમ સંકુશળ જઈ આવ્યા? શેખ હુસેને જવાબમાં કહ્યું કે, તમે મને ઝંઝટમાં ઠીક ફસાવ્યો. મારું ત્યાં અપમાન થયું અને તમે મને જે કામ સોંપ્યું હતું તે કામ પણ પાર ન પડ્યું. મારાથી તે પ્રધાનપણાનું કામ થઈ શકતું નથી. કૃપા કરી તમે આ પ્રધાનપદ પાછું લઈ લે. બાદશાહે જવાબમાં શેખ હુસેનને કહ્યું કે, તમે આ બધી વાત તમારી બેનને કહે.