________________
૨૧૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
માયા રહિત થઈએ. જો અમે પાતેજ રાગી અર્થાત્ વક્ર હાઇએ તે એ દશામાં અમે ખીજાઓનાં રાગ કેવી રીતે દૂર કરી શકીએ ? વાસ્તવમાં સરળતા ધારણ કર્યા વિના આત્માનું કલ્યાણ પણ થઈ શકતું નથી. કાઇ બુદ્ધિબળથી કે કપથી બીજાને કદાચિત પરાજિત કરી શકે પરંતુ તે દ્વારા આત્માનું કલ્યાણ સાધી શકે નહિ. આત્માનું કલ્યાણ તે સરળતા દ્વારા
જ સાધી શકાય છે.
જે કાઇ હ્રદયમાં કપટભાવ રાખે છે તે ધર્મનું આરાધન કરી શકતા નથી. ધર્માંની આરાધના તે। સરળ આત્મા જ કરી શકે છે અને તેજ આત્માનું કલ્યાણ સાધી શકે છે. વ્યવહારમાં પણ સરળતાની આવશ્યકતા રહે છે. સ્વામી પણ સરળ સેવકથી જ પ્રસન્ન થાય છે. જે સેવક કપટી હોય છે તેના પ્રત્યે સ્વામી પ્રેમ પ્રદર્શિત કરતા નથી. જ્યારે વ્યવહારમાં પણ આ પ્રમાણે જોવામાં આવે છે તેા પછી શું ખટપટથી ભરેલા અર્થાત્ વક્ર માણસ પરમાત્માને પ્રિય બની શકે? ઠગ લોકો મનમાં એમજ સમજે છે કે, અમે પરમાત્માની આંખામાં ધૂળ નાંખી તેમને ઠગી લઈશું પરંતુ આધ્યાત્મિકતા આગળ ઠગવિદ્યા કામમાં આવતી નથી. ઠવિદ્યાથી પરમાત્માને ઠગી લઈશું એ માન્યતા જ ભ્રામક તેમજ આત્મવિધાતક છે. એટલા માટે પરમાત્માની આરાધના કરવા માટે ભાવ, ભાષા, તથા કાયામાં સરળતા રાખવી જોઈએ
→
કેટલાક લાકા વક્રતાભર્યાં... કામેા કરવા છતાં પણ એમ કહે છે કે, અમારાં ભાવ તે સરળ જ છે. અમે કાયાદ્વારા ગમે તેવાં ખરાબ કામેા કરીએ પરંતુ અમારા ભાવામાં કાઈ વક્રતા નથી; પરંતુ આ કથન પણ ભ્રામક તેમજ ખાટું છે. શાસ્ત્રકાર તે સ્પષ્ટરૂપે કહે છે કે, જેમના ભાવમાં સરળતા હશે તેમની ભાષામાં પણ સરળતા હરો અને કાયામાં પણ સરળતા હશે. આથી વિપરીત, જેમના કામામાં અને જેમની ભાષામાં વક્રતા હાય છે તેમના ભાવમાં પણ સરળતા હાઈ શકે નિહ. જે વૃક્ષ ઉપરથી લીલુછમ જોવામાં આવે છે તેની જડ પણ મજબૂત તેમજ લીલી છે એમ કહેવામાં આવે છે; પરંતુ જે વૃક્ષ ઉપરથી સુકાઇ ગએલુ જોવામાં આવે છે તેની જડ લીલી છે એમ શી રીતે કહી શકાય ? આ જ પ્રમાણે જ્યારે કાયા અને ભાષામાં વક્રતા હેાય છે ત્યારે ભાવમાં સરળતા છે એમ કેવી રીતે કહી શકાય ? જ્યારે કાયામાં વક્રતા હેાય છે ત્યારે ભાવમાં પણ વક્રતા હોય જ છે એ વાત એક ઐતિહાસિક ઉદાહરણ દ્વારા સમજાવું છુંઃ—
અક્બર બાદશાહને પ્રધાન હિન્દુ હતા. મુસલમાનેાતે આ હિન્દુ પ્રધાન શલ્યની માફ્ક હૃદયમાં ખટકતા હતા. મુસલમાન રાજ્યમાં હિન્દુ પ્રધાન ન જ હાવા જોઇએ એવી તેએની માન્યતા હતી. અને એટલા માટે તે હિન્દુ પ્રધાનને બદલે ક્રાઇ મુસલમાનને પ્રધાન બનાવવા માટે પ્રયત્ન કરતા હતા. જ્યારે તેઓને કાઇ પ્રયત્ન સફળ ન થયા ત્યારે તેઓએ ખેગમને ભરમાવી મન:કામનાને પાર પાડવાનું ઉચિત માન્યું. મુસલમાને એ બેગમની પાસે જઈ કહ્યું કે, આપનેા ભાઈ શેખ હુસેન દરેક રીતે યોગ્ય હોવા છતાં તેમને પ્રધાન ન બનાવતાં એક હિન્દુ કાફરને રાજ્યનેા પ્રધાન બનાવવામાં આવ્યા છે તે શું ઠીક કહેવાય ?
મુસલમાનની ભ્રમજાળમાં બેગમ ફસાઇ ગઈ. જ્યારે બાદશાહ રાજમહેલમાં આવ્યા