SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–બોલ ૪૮ મો રામ કે હરિશ્ચન્દ્રના જેવો ત્યાગભાવ ન હોવા છતાં, રામ કે હરિશ્ચન્દ્રનું રૂપ પટપૂર્વક ધારણ કરી ખેલ બતાવો એમાં કપટ નથી તે બીજું શું છે? કહેવાનો આશય એ છે કે, હૃદયમાં કપટભાવ રાખવાથી કાયામાં પણ વક્રતા આવી જ જાય છે; પરંતુ જ્યારે હૃદયમાં સરળતા આવે છે ત્યારે કાયામાં પણ સરળતા આવી જાય છે. વળી કાયાની વક્રતા કે સરળતા ઉપરથી હૃદયની વક્રતા–સરળતા જાણી શકાય છે. જો ભાવોમાં કપટ હોય તો કાયામાં વક્રતા આવ્યા વગર ન રહે. આ જ પ્રમાણે જ્યારે કાયામાં વક્રતા હશે તે ભાવોમાં પણ વક્રતા આવ્યા વગર નહિ રહે. અર્થાત ભાવમાં કપટ હશે તે કાયામાં પણ વક્રતા આવશે અને કાયામાં વક્રતા હશે તે ભાવમાં પણ વક્રતા આવશે. આ જ પ્રમાણે ભાવોમાં સરળતા હશે તે કાયામાં પણ સરળતા આવશે અને કાયામાં સરળતા હશે તો ભાવોમાં પણ સરળતા આવશે. અને જેમના ભાવોમાં તથા કાયામાં સરળતા કે વક્રતા હશે, તેમની ભાષામાં પણ તેવી સરળતા કે વક્રતા આવ્યા વગર નહિ રહે. ભાવમાં, ભાષામાં તથા કાયામાં વક્રતા કેવી રીતે આવે છે એ વાતનું શાસ્ત્રમાં ભિન્નભિન્ન રીતે વર્ણન કરવામાં આવ્યું છે. જો કે બધામાં પ્રધાનતા તે ભાવની જ રહે છે પરંતુ ભાવની સાથે સાથે ભાષા અને કાયાનો પણ સંબંધ છે. ભાવની પ્રધાનતા ઊંબર ઉપર મૂકેલા દીપકના જેવી છે. જે પ્રમાણે ઊંબર ઉપર દીપક રાખવાથી બહાર પણ પ્રકાશ પડે છે અને અંદર પણ પ્રકાશ પડે છે તે જ પ્રમાણે ભાવમાં સરળતા કે વક્રતા રાખવાથી ભાષા તથા કાયામાં પણ તેવી સરળતા કે વક્રતા આવે છે. ૪ આર્જવતા અર્થાત્ સરળતાથી ભાવમાં, ભાષામાં તથા કાયામાં સરળતા આવે છે અને જ્યારે આ ત્રણેયમાં સરળતા આવે છે ત્યારે ભગવાન કહે છે કે, આત્મામાં અવિસંવાદપણું પ્રગટ થાય છે. આત્મા આ અવિસંવાદપણુથી આગામી કાળમાં ધર્મની આરાધના કરી શકે છે. વાસ્તવમાં ધર્મની આરાધના અવિસંવાદપણાથી જ થાય છે. જે રોગી હોય છે અને જે પિતાના રોગને દૂર કરવા ચાહે છે તે જ ઔષધનું સેવન કરે છે. જે પોતાના રોગને શાન્ત કરવા ચાહત નથી તે ઔષધનું સેવન શા માટે કરે ? આ જ પ્રમાણે જે તમે તમારામાં રહેલી વક્રતાને દૂર કરવા ચાહે, તે તો ભગવાનના આ સદુપદેશને હૃદયમાં ઊતારે અને ઉપદેશને કાર્યમાં પરિણત કરવાનો પ્રયત્ન કરે. પરંતુ જો તમે વક્રતાને દૂર કરવા ચાહતા જ નથી તો એ દશામાં ઉપદેશ સાંભળવાથી શો લાભ થઈ શકે? જ્યારે બાળક-હૃદય જેવી સરળતા તમારામાં આવે ત્યારે સમજવું કે તમે ભગવાનના ધર્મને સમજી શક્યા છે. જે પ્રમાણે બાળક પોતાના માતા-પિતાને કપટરહિત થઈ બધી વાતો કહી દે છે તે જ પ્રમાણે જે પોતાનો બધો વ્યવહાર નિષ્કપટપૂર્વક કરે છે તે જ ખરી રીતે ધર્મનું બરાબર આરાધના કરી શકે છે. સાચી સરળતા પ્રગટ્યા વિના ધર્મની આરાધના બરાબર થઈ શકતી નથી. તમે લેકે અમારી પાસે માયાને છતી સરળતા પ્રાપ્ત કરવા માટે આવો છો. એટલા માટે અમારે પણ વિચારવું જોઈએ કે, અમે બીજાઓનાં રેગ ત્યારે દૂર કરી શકીએબીજાની માયા ત્યારે જ દૂર કરી શકીએ-કે જ્યારે અમે પિતે નીરોગી હેઈએ; અર્થાત
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy