________________
=
૨૧૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
अज्जवयाए काउज्जुययं भावुज्जुययं भासुज्जुययं अविसंवायणं जणयइ, अविसंवायणसंपन्नयाए णं जीवे धम्मस्स आराहए भवइ ॥४८॥
અર્થાત–આર્જવતાથી–નિષ્કપટતાથી જીવાત્મા કાયાની સરળતા, ભાવની સરળતા, ભાષાની સરળતા તથા ત્રણેય યુગની સરળતાને પામે છે અને જ્યારે આ પ્રમાણે જીવાત્મા મન, વચન તથા કાયાથી સરળ બને છે ત્યારે ધર્મને આરાધક બને છે.
આ બેલ વિષે વિશેષ વિચાર કરીએ તે પહેલાં જીવનમાં આર્જવતા–સરળતા કયારે પ્રગટે છે એ વિષે વિચાર કરે આવશ્યક છે. જીવનમાં આજે વગુણ પ્રગટાવવા માટે ભગવાને પહેલાં કહી જ દીધું છે કે, જે વ્યક્તિ અક્રોધી હોય છે તેજ ક્ષમાગુણને ધારણ કરી શકે છે, જે ક્ષમાશીલ હોય છે તે જ નિર્લોભી બની શકે છે, અને જે નિર્લોભી હોય છે તે જ નિષ્કપટી બની શકે છે. આ પ્રમાણે જ્યાં કપટભાવ હોતો નથી ત્યાંજ આર્જવગુણ પ્રગટે છે. આ કથનાનુસાર જ્યાં નિષ્કપટતા હોય છે ત્યાં જ આર્જવતા–સરળતા સંભવી શકે. કેમકે જેનામાં લોભ આદિ હોય છે તે સરળતા રાખી શકતો નથી અને જ્યાં લેભ હોય છે ત્યાં કપટ હોય જ છે.
લોભ અને માયા વચ્ચે અવિનાભાવ સંબંધ રહેલ છે. જ્યાં લેભ હોય છે ત્યાં માયા પણ હોય જ છે અને જ્યાં માયા હેય છે ત્યાં લેભ પણ હોય જ છે. જે લેભને જીતી લે છે તે પટને પણ જીતી લે છે અને જે કપટને જીતી લે છે તે લેભને પણ જીતી લે છે. આ પ્રમાણે નિભતા અને નિષ્કપટતા વચ્ચે પારસ્પરિક સંબંધ રહે છે અને એટલા જ માટે ગૌતમ સ્વામીએ નિર્લોભતાના પ્રશ્નોત્તર બાદ નિષ્કપટતા વિષે ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે.
સંસારમાં પ્રાયઃ એમ કહેવામાં આવે છે કે, જે સરળ હોય છે તે વ્યવહારમાં કાચો હોય છે, એટલા માટે મનુષ્યમાં થોડીઘણી વક્રતા અવશ્ય હેવી જોઈએ. સંસારમાં આ પ્રમાણે વક્રતા રાખવાની આવશ્યક્તા અનુભવાય છે. પરંતુ શાસ્ત્રકારે તે આથી વિપરીત એમ કહે છે કે, લેભથી કે વક્રતા રાખવાથી આત્માને કશો લાભ થતો નથી, પરંતુ નિર્લોભતા કે સરળતા રાખવાથી જ આત્માને ખરે લાભ પ્રાપ્ત થાય છે. ભગવાને ફરમાવ્યું છે કે, હે ગૌતમ! જે વ્યક્તિમાં આર્જવતા-સરળતા હોય છે, જેનામાં કપટ હેતું નથી, તે વ્યક્તિની કાયામાં સરળતા આવે છે, ભાવોમાં સરળતા આવે છે અને ભાષામાં પણ સરળતા આવે છે. અને જ્યારે હૃદયમાં કપટભાવ હોય છે ત્યારે કાયામાં કુટીલતા કે વક્રતા આવે છે, ભાવમાં કપટપણું આવે છે અને ભાષામાં પણ સ્પષ્ટપણું આવે છે.
હૃદયમાં કપટભાવ આવવાથી શરીરમાં કેવી રીતે વક્રતા આવે છે એ વાત નાટકના ઉદાહરણથી સ્પષ્ટ જણાઈ આવે છે. નાટકમાં જે અનેક પ્રકારના પાત્રો હોય છે તે પાત્રો વાસ્તવમાં કેવા હોય છે અને નાટકમાં શરીરનું રૂપ કેવું બતાવે છે ! તેમના હૃદયમાં તે મલીનતા હોય છે અને બહારથી સરળતા બતાવે છે. “હાથીનાં દાંત દેખાડવાનાં બીજાં અને ચાવવાનાં બીજાં” એ લેકેક્તિ અનુસાર તેમના હૃદયનો વ્યવહાર અને કાયાને વ્યવહાર જુદા જુદા હોય છે.
નાટકમાં રામ કે હરિશ્ચન્દ્રને જે ખેલ બતાવવામાં આવે છે તે ખેલ બતાવનારમાં