________________
ચાતુર્માસ] સમ્યકત્વ પરાક્રમ-બેલ ૪૮ મે
[ ૨૧૧ નિર્મળ આત્મા જ પરમાત્માનું દર્શન કરી શકે છે. જ્યાં સુધી આત્માને સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. આત્માનો સાક્ષાત્કાર કરવા માટે આગમ-શાસ્ત્ર પરમ આધારભૂત છે અને તેથી પ્રમાણભૂત આગમ વિષે જ વિચાર કરવામાં આવે છે. આગમ-શાસ્ત્રને સમજવા તથા જાણવા છતાં પણ જે સાચે પુરુષાર્થ કરવામાં ન આવે તે આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. એટલા માટે આત્માનું કલ્યાણ કરવા માટે અને પરમાત્માનું સ્વરૂપ સમજવા માટે સમ્યક્ત્વમાં પરાક્રમ–પુરુષાર્થ કરવો જોઈએ. સમ્યત્વમાં પુરુષાર્થ કરે એ જ વાસ્તવમાં જીવનને પરમ પુરુષાર્થ છે, અને તેમ કરવાથી આત્માને વિકાસ કેવી રીતે થાય છે એ હવે શાસ્ત્રદ્વારા સમજાવવામાં આવે છે – સભ્યત્વ પરાક્રમબેલ ૪૮ મે -
સિદ્ધાન્ત-સાગરમાં અનેક અમૂલ્ય મોતીઓ રહેલાં છે. જે સાચે જાણકાર ઝવેરી હેય છે તે જ મોતીની પારખ કરી શકે છે અને તેની કીંમત આંકી શકે છે. મોતીની માળા પહેરી લેકે મલકાય છે, પરંતુ આ નશ્વર મોતીની માળા જીવનનું કલ્યાણ સાધી શકતી નથી. જેઓ વીરવાણું રૂપી અમૂલ્ય મોતીની માળા પિતાના ગળામાં ધારણ કરે છે તેઓ જ પિતાના જીવનનું કલ્યાણ સાધવાની સાથે સાથે પરનું પણ કલ્યાણ સાધી શકે છે. વાસ્તવમાં વીર-વાણી સંસારસાગરમાંથી તારનારી છે અને એટલા જ માટે વીરવાણીને જગદુદ્ધારિણી કહેવામાં આવે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાન મહાવીરની અંતિમ વાણી છે. આ અંતિમ વાણીમાં શ્રમણનાયક મહાવીર ભગવાને આત્માનુભવને નીચેડ તારવ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં મહાવીર ભગવાન તથા ગૌતમ ગણધર સ્વામી વચ્ચે જે પ્રશ્નોત્તર થએલાં છે તેનું સંક્ષિપ્ત સારગર્ભિત તથા સુંદર સૂત્ર રૂપે નિરૂપણ કરવામાં આવેલ છે. આ અધ્યયનમાં આત્મિક ગુણનો વિકાસ કરવાનાં ૭૩ પગથિયાં બનાવવામાં આવેલ છે. આ ઉ૩ બોલમાંથી ૪૫ બોલે વિષે જામનગર તથા મેરબી ચાતુર્માસમાં તથા ૪૬-૪૭ બોલ વિષે અત્રે વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવેલ છે. ૪૭મા બેલમાં ‘મૂત્તિ” અર્થાત નિર્લોભતાથી ક્રોધાદિથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય અને તેમ કરવાથી જીવાત્માને શું લાભ થાય છે એ વિષે અત્રે વિચાર કરવામાં આવ્યો હતો. વચમાં કેટલાંક કારણોને અંગે સૂત્રવાચનમાં અંતરાય પડે હતો. આજે પાછું સૂત્રવાચનને પ્રારંભ કરવામાં આવે છે.
૪૮મા બોલમાં આર્જવતા શું છે અને આર્જવગુણને ધારણ કરવાથી જીવાત્માને શે. લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે –
અડતાલીસમો બેલ (४८) अज्जवयाए णं भंते ! जीवे किं जणयइ ? અર્થાત–હે ભગવાન! આર્જવતાથી–નિષ્કપટતાથી–સરળતાથી જીવને શું લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે –