SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૬ શ્રાવણ સુદી ૧૧ શુક્રવાર. પ્રાર્થના કાકંદ નગરી ભલી હે, શ્રી “સુરી નૃપાલ; “રામ” તસુ પટરાયની હે, તસ સુત પરમ કૃપાલ, શ્રી સુવિધ જિનેશ્વર વંદિએ હે. ૧ –વિનયચંદ્રજી કુંભટકૃત ચોવીશી. શ્રી સુબુદ્ધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના કરવી એ આપણું સાધ્ય છે. આ સાધ્યને સિદ્ધ કરવા માટે આ શારીર એક સાધન છે. મારું શરીર બરાબર સ્વસ્થ નહિ હોવાને કારણે પરમાત્માની પ્રાર્થના જેવી કરવી જોઈએ તેવી થઈ શકતી નથી. પરંતુ પરમાત્માની પ્રાર્થના કરવી એ આપણું સાધ્ય હેવાથી જીવનસાધ્યને ભૂલી જવું ન જોઈએ એમ માની આજે પરમાત્માની પ્રાર્થના કરું છું – પરમાત્માનું સ્વરૂપ જાણ્યા વિના પરમાત્માની પ્રાર્થના બરાબર થઈ શકતી નથી. પરમાત્માનું સ્વરૂપ કેવું છે તે જાણવા માટે આપણી સામે આગમ પ્રમાણ છે. આગમપ્રમાણની આગળ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણે તુચ્છ છે. કારણ કે આપણે અનુભવ કે આપણું અનુમાન અત્યલ્પ અને બહુ જ સીમિત હોય છે, અને શાસ્ત્રમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે તે પૂર્ણજ્ઞાનીઓએ પિતાના જ્ઞાનમાં જે કાંઈ પ્રત્યક્ષ જોએલું હોય તેની નોંધ છે. એટલા માટે જે પ્રમાણે સૂર્યના પ્રકાશ આગળ બધાં પ્રકાશ તુચ્છ છે તે પ્રમાણે આગમ પ્રમાણુની આગળ બધાં પ્રમાણ પણ તુચ્છ છે. આ કારણે પ્રમાણભૂત આગમો ઉપર દઢ શ્રદ્ધા રાખવી જોઈએ. આગમોમાં ભગવાને જે કાંઈ કહ્યું છે તે આઠ કર્મોરૂપી” વિદને દૂર કર્યા બાદ જ કહ્યું છે, એટલા માટે વધારે શ્રધેય અને માન્ય છે. આમ હોવા છતાં જ્ઞાનીજનો કહે છે કે, બીજાની દેખાદેખીથી તમે આગમને માની ન બેસો, પણ આગમ વિષે અંતરાત્માથી પૂરો વિચાર કર્યા બાદ, તેની શ્રેષ્ઠતા જાણે અને પછી તેના ઉપર શ્રદ્ધા કરે. પરંતુ આગમ વિષે તે જ અંતરાત્મા વિચાર કરી શકે છે કે જે નિર્મળ હોય છે. ઉદાહરણ તરીકે, પાણીમાં મુખ દેખી શકાય છે, પણ તે જ પાણીમાં સ્પષ્ટ મુખ જોઈ શકાય છે કે જે પણ સ્થિર તેમજ નિર્મળ હોય છે; પણ જે પાણુ ઊકળી રહ્યું હોય અથવા જે પાણીમાં કોઈ પ્રકારનો મલિન રંગ પડી ગયો હોય તે પાણીમાં મુખ દેખી શકાતું નથી. આ જ પ્રમાણે જે અંતરાત્મા વિષયકક્ષાયની આગથી ઊકળી રહ્યો છે અને તે કારણે જે અસ્થિર છે તે અંતરાત્મા આગ ઉપર વિચાર કરી શકતો નથી. એટલા માટે આગમ વિષે વિચાર કરવા માટે પોતાના અંતરાત્મામાં જે વિષયકષાયનો અગ્નિ બળી રહ્યો હોય તેને શાન્ત પાડવો જોઈએ અને એ રીતે આત્માને નિર્મળ બનાવવો જોઈએ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy