SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ—એલ ૪૭મા [ ૨૯ નથી પરંતુ ધનને ત્યાગ કરવામાં આનંદ છે એ વાત તેા પ્રત્યક્ષ પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. ધનને ત્યાગી પોતે પણ આનંદને પ્રાપ્ત કરે છે અને ખીજાને પણ આનંદ આપે છે. જો તમે સંસારનાં પદાર્થાની વાસ્તવિકતા વિષે વિચાર કરશે! તે તમને જણાશે કે લેાભને ચેાભ નથી. જેમ જેમ ધન વધવા પામે છે તેમ તેમ લેાભ વધતા જ જાય છે. લાભને અંત આવતા નથી. ઇચ્છા આકાશની સમાન અનત છે. ધનેચ્છા વધવાની સાથે ધનના લાભ પણ વધતા જ જાય છે, અને જેમ જેમ ધનલાભ વધતા જાય છે તેમ તેમ પાપનું પોષણ થતું જાય છે. સંસારમાં રહેલી પ્રત્યેક વસ્તુને સ્વેચ્છાએ ત્યાગ કરવા એ જ ઉચિત છે. લાભને જીતી નિલેૉભી કેવી રીતે બનવું એ વિષે શાસ્ત્રમાં અનેક ઉપાયા બતાવવામાં આવ્યાં છે. શ્રી. ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલ મુનિનું દ્રષ્ટાન્ત આપી એ બતાવવામાં આવ્યું છે કે, કાઈ વસ્તુની પ્રાપ્તિ થવાથી લાભ કેવી રીતે વધતા જાય છે! અને પરિણામે લાભને કારણે જીવનમાં કેવી અશાન્તિ પેદા થાય છે! દુઃખ તથા અશાન્તિનું કારણ લેાભ છે, અને સુખ તથા શાન્તિનું કારણ નિર્લોભ છે. એટલા માટે લાભને ત્યાગ કરી નિર્લોભી અને તે એમાં કલ્યાણ જ રહેલું છે. કપિલ બ્રાહ્મણને કેવળ એ માસા સેાનાની જ આવશ્યકતા હતી અને રાજાએ ઈચ્છાનુસાર જે જોઇએ તે વસ્તુ માંગવાની આજ્ઞા આપી. કપિલ બ્રાહ્મણે બગીચામાં જઈશું માંગવું તે વિષે ખૂબ વિચાર કર્યાં, પણ આખરે ખૂબ વિચારતાં વિચારતાં તેઓ એજ નિર્ણય ઉપર આવ્યા કે, “ લાભને થાભ નથી. જેમ જેમ વધારે માંગવાની ઈર્ષ્યા કરું છું તેમ તેમ લાભ વધતા જ જાય છે. વાસ્તવમાં જ્યાં લાભ છે ત્યાં લાભ પણ છે. તૃષ્ણા સર્વ વિનાશિની છે. જો તૃષ્ણાલાભને ત્યાગ કરી દઉં તે હું નિર્ભય બની જાઉં. ” પરિણામે ઊંડા વિચાર કરી કપિલ બ્રાહ્મણ એ જ નિશ્ચય ઉપર આવ્યા કે લાભ જ સવિનાશક છે, માટે લાભને જ ત્યાગ કરી દેવે! એજ શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરી કપિલ બ્રાહ્મણે લાભને ત્યાગ કર્યો, અને લાભનેા સંપૂર્ણ ત્યાગ કરવા માટે સંસારને ત્યાગ કરી મુનિપદને સ્વીકાર કરી આત્મકલ્યાણ કર્યું. ભગવાને કહ્યું છે કે, લાભ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી આત્મકલ્યાણ થાય છે. એટલા માટે આત્મ હિતૈષી લેાકાએ લાભને જીતી નિૉંભી બની આત્મકલ્યાણ સાધવું જોઈએ. જો જીવનમાં નિર્ભ્રાભતા આવશે તે અલેલુપી લેાકેાની ધનાદિ માટે પ્રાર્થના પણ નહિ કરવી પડે. જ્યાં નિલેૉભતા હાય છે ત્યાં નિ યતા પણ હોય છે. એટલા માટે જીવનને ભયરહિત બનાવવા માટે નિૉભતાને જીવનમાં સ્થાન આપે। અને લાભને જીતે એમાં સ્વ–પરનું કલ્યાણુ જ રહેલું છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy