SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ આ કથનના ઉત્તર એ છે કે, વસ્તુના મમત્વને! ત્યાગ કર્યો છે કે નહિ એ નિશ્ચયની વાત આપણે જાણી શકતા નથી, પરંતુ જે વ્યક્તિમાં મમત્વભાવ નહિ હોય તે વ્યક્તિ, પેાતાની પાસે તે વસ્તુને રાખે જ શા માટે ? મુખ્ય વાત તેા એ છે કે, જેણે અન્તઃકરણથી મમત્વને ત્યાગ કર્યાં હશે તે તો દુઃખરહિત બનશે. પરંતુ જેણે ઉપરથી કેવળ બાહ્ય દૃષ્ટિએ–તે ત્યાગી જેવા દેખાવ ધારણ કર્યાં છે પરંતુ વાસ્તવમાં જેમને મમત્વભાવ દૂર થયા નથી, તે ત્યાગી જેવા જણાતા હાવા છતાં પણ તે દુઃખથી મુક્ત થઇ શકે નહિ. જ્યાં મમત્વ હાય છે ત્યાં દુઃખ પણ હેાય જ છે. એટલા માટે સાંસારિક પદાર્થોથી જેટલા વધારે નિઃસ્પૃહ રહેવામાં આવે તેટલા પ્રમાણમાં સારું જ છે. સાંસારિક પદાર્થોથી નિઃસ્પૃહ રહેવાને કારણે સાંસારિક પદાર્થો અધિકાધિક સમીપ આવે છે, અને મમત્વ રાખવાથી જે પ્રમાણે સૂર્યની તરફ પી કરી છાયાને પકડવા માટે દોડવાથી છાયા આગળ આગળ ભાગે છે. તે પ્રમાણે સાંસારિક પદાર્થો દૂર દૂર ભાગે છે. પરંતુ જો સૂર્ય તરફ મુખ તથા છાયા તરફ પીઠ કરવામાં આવે છે તા છાયા પાછળ પાછળ આવે છે. આ જ પ્રમાણે સાંસારિક પદાર્થોં પ્રતિ નિઃસ્પૃહતા કેળવવામાં આવે, અને ઉદારભાવે સાંસારિક પદાર્થોના ત્યાગ કરવાની ભાવના રાખવામાં આવે, તે સાંસારિક પદાથૅ તમારી પાછળ પાછળ આવશે. પરંતુ જો તમે પદાર્થોની પાછળ દોડશે। અને પદાર્થો પ્રત્યે મમત્વભાવ રાખશેા તે! તે પદાર્થો દૂર દૂર ભાગશે. એટલા માટે સાંસારિક પદાર્થો પ્રત્યે મમત્વભાવ રાખ઼ત્રા ન જોઇએ. સંસારમાં જનસમાજનું કલ્યાણ પણ તે જ વ્યક્તિ કરી શકે છે કે જે વ્યક્તિ મમત્વભાવના ત્યાગ કરે છે. જે અર્થલાભી હાય છે તે તે સંસારનું અહિત કરવામાં પ્રાયઃ તત્પર રહે છે. આ ઉપરથી કાઈ એમ કહે કે, તમે તે ધનને ત્યાગ કરવાનું કહેા છે, પરંતુ આજે તેા ધન વિષે એમ માનવામાં આવે છે કેઃ— ભજ લ્હારે ભજ કહ્દાર, ક્દારં ભુજ મૂઢમતે ! અર્થાત્—હે મૂઢમતિ ! તું ધનની જ પૂજા કર. આવી અવસ્થામાં શું કરવું જોઇએ ? આ કથનને ઉત્તર એ જ છે કે, આ પ્રમાણે કહેનાર અર્થલાભી જ હેાય છે. આવા અર્થલાભીને પૂછ્યું જોઈએ કે, ધનમાં સુખ જ છે કે દુઃખ પણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં તે અર્થલાભી લાકાએ એ વાતને પણ સ્વીકાર કરવા પડશે કે, ધનમાં દુ:ખ પણ હાય છે. વાસ્તવમાં જે લોકો ધનને જ પરમાત્મા સમાન માને છે તેવા અર્થલેાભી લોકોથી જ આ સંસાર દુઃખી બની રહ્યો છે. પરંતુ જે ધનને ધૂળ સમાન માની ધનને ત્યાગ કરે છે, તેવા નિૉંભી લાકોથી જ આ સંસાર સુખી થઈ શકયા છે અથવા થઇ શકે છે. જે લોકા અલાભી નથી, પરંતુ ધનને ધૂળ સમાન માને છે તે લોકાને તેા કાઈ પણ જગ્યાએ કાઈ પ્રકારના ભય પણ રહેવા પામતા નથી. આજે ધનલાલુપીને જ ચાર આદિના સૈાથી વધારે ભય લાગે છે. પરંતુ જેમણે ધનને ધૂળ સમાન માની ધનને ત્યાગ કર્યાં છે તેવા નિર્લોભી સાધુને તે. જંગલમાં પણ કાઇને ભય લાગતા નથી. વાસ્તવમાં ધનમાં આનંદ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy