________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ-૪૭ મ બેલ
[ ૨૦૭
ત્યારે એમ કહેવામાં આવે છે કે, લૂંટાર અથવા ચેર લેકને દુઃખ આપે છે. પરંતુ વાસ્તવમાં ચેર કે લૂંટાર દુઃખ આપે છે કે ધનની મમતા દુઃખ આપે છે તેને જરા વિચાર કરે. ધનની મમતા હોવાને કારણે જ દુઃખ પેદા થાય છે. પણ જે ધનની મમતાનો ત્યાગ કરી દેવામાં આવે તો દુઃખ પેદા થતું નથી પણ ઊલટું સુખ તથા શાન્તિ પ્રાપ્ત થાય છે.
કહેવાનો આશય એ છે કે, જે લોકોએ નિર્લોભતાનો–અકિંચનતાને સ્વીકાર કર્યો છે તેમને અર્થલેબી લેક પણ છોડી દે છે. નિર્લોભી માણસ જ આખરે દેવ–મનુષ્યોથી પૂજનીય બને છે અને તેઓ જ સુખશાન્તિને પ્રાપ્ત કરે છે. આથી વિરુદ્ધ જે લેકેએ ધનનો લેભ છોડ્યો નથી તે લેકે આ લોકમાં પણ હાય-ય કરી દુઃખ પામે છે અને પરલોકમાં પણ દુઃખને પામે છે.
શાસ્ત્રમાં આ વાત છે કે સાધુઓને ઉદ્દેશીને કહેવામાં આવી છે, પરંતુ આ ઉપરથી ગૃહસ્થ લોકોએ પણ ધનના લેભથી કેટલું દુઃખ પ્રાપ્ત થાય છે એ વિષે વિચાર કરવો જોઈએ. ધન લેભ દ્વારા પ્રાપ્ત થતું નથી એ વાત તમે લેકે પણ જાણે જ છો. આવી દશામાં ધનની આવશ્યક્તા હોવા છતાં પણ લોભ કરવાથી શો લાભ થવાનું છે? લોભને થેભ નથી, અને જ્યાં લભ હોય છે ત્યાં પાપનું પોષણ થાય છે. ઊંડો વિચાર કરવાથી તમને લોકોને પણ એ વાત જણાયા વિના નહિ રહે કે, દુઃખનું મૂળ કારણ ધન જ છે. કેટલાક લોકો ધનિકોને સુખી માને છે, પરંતુ ધનિકોને પૂછવું જોઈએ કે તેઓ સુખી છે કે દુઃખી ? વાસ્તવમાં ધનવાને સુખી છે એમ માનવું એ કેવળ ભ્રમ છે. સંસારમાં પ્રાયઃ જોવામાં આવે છે કે, જેમની પાસે વધારે ધન છે તેઓ વધારે હાય-વાય કરે છે.
જ્યાં જેટલું વધારે મમત્વ છે ત્યાં તેટલું વધારે દુઃખ છે. કદાચ કોઈ એમ કહે કે, અમે તો ધનિકોને સુખ માણતા જોઈએ છીએ, પરંતુ આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજનો કહે છે છે. વાસ્તવમાં ધન સુખનું કારણ નથી. વાસ્તવમાં સુખી તે તેઓ જ છે કે જેમણે મમત્વ ઉપર વિજય મેળવી લીધો છે. જે લોકો મમત્વમાં ફસાએલા છે તેઓ આખો દિવસ હાયન્વય કરતા રહે છે. એટલા જ માટે શાસ્ત્રકારો સાંસારિક પદાર્થો પ્રત્યે મમત્વભાવ ન રાખવા વિષે ઉપદેશ આપતાં કહે છે કે, સાંસારિક પદાર્થોને જેટલા પ્રમાણમાં ત્યાગ કરવામાં આવશે તેટલા પ્રમાણમાં અધિક આનંદ પ્રાપ્ત થશે. વસ્તુઓ તે આખરે નાશ પામવાની જ છે, પછી નાશવંત વસ્તુ ઉપર મમત્વ રાખી શા માટે દુઃખી થવું જોઈએ ? જો નાશવંત વસ્તુને સ્વેચ્છાપૂર્વક ત્યાગ કરવામાં આવે તે દુઃખથી પણ બચી શકાશે અને આત્મ-સુખ પણ પ્રાપ્ત થઈ શકશે. જ્ઞાનીજને પિતાનો અનુભવ પ્રગટ કરતાં કહે છે કે, સાંસારિક વસ્તુઓ આખરે કોઈ ને કોઈ દિવસે અવશ્ય નાશ પામવાની છે, એટલા માટે આ નાશવંત વસ્તુઓને વૈરાગ્યપૂર્વક ત્યાગ કરવામાં આવે તો અપૂર્વ આનંદ પ્રાપ્ત થઈ શકશે.
અત્રે કોઈ એવો પ્રશ્ન કરે છે, કેટલાક લોકોની પાસે સેનું, રૂપું વગેરે પ્રકારનું ધન હોવા છતાં તે લોકો ત્યાગી જેવા જણાય છે, અને કેટલાક લોકોની પાસે સોનું-રૂપું વગેરે પ્રકારનું ધન નહિ હોવા છતાં તે લોકો ત્યાગી જેવા જણાતા નથી તો તેનું શું કારણ?