________________
૨૬ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ | નિર્લોભતાથી જીવને શો લાભ થાય છે એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ફરમાવે છે કે, જેનામાં લોભ હેતો નથી અને જે નિર્લોભી હોય છે તે અકિચન અર્થાત નિર્ધન બની જાય છે, અને એ કારણે તે નિર્લોભી વ્યક્તિ અર્થલેલુપી લોકોને માટે અપ્રાર્થનીય બને છે.
આ પ્રશ્નનો ઉત્તર સાંભળી કોઈ એમ કહી શકે કે, આ તો નિર્લોભતાનું ફળ વિપરીત આવ્યું. સંસારવ્યવહારમાં તો એમ જોવામાં આવે છે કે, ધન હોવાથી જ ધર્મ થાય છે અને ધનવાનને જ ધર્માત્મા ગણવામાં આવે છે. પણ ભગવાન તો એમ કહે છે કે, નિર્લોભતાથી તે નિર્ધનતા આવે છે. આ પ્રકારના કથન વિષે શાસ્ત્રકાર કહે છે કે, જો તમે ભગવાનના કથન ઉપર ઊંડે વિચાર કરશે તે ભગવદ્દવાણીનું રહસ્ય સમજવામાં આવી શકશે અને તમારી ભૂલ જણાયા વિના રહેશે નહિ. એ વાત તો તમે સારી રીતે જાણો જ છો કે, પદાર્થો પ્રત્યે ગમે તેટલું મમત્વ રાખેવામાં આવે પરંતુ આખરે તે પદાર્થ નષ્ટ થઈ જાય છે અને મમત્વને છોડવું જ પડે છે. આ પ્રમાણે જે પદાર્થો નષ્ટ થવાનાં જ છે, તે પદાર્થોને પોતાની મેળે છોડી દેવાં–તે પદાર્થોની ઈચ્છા પણ ન કરવી–એનું જ નામ નિર્લોભતા છે. હવે તમે પોતે જ વિચાર કરે છે, જે વસ્તુ આખરે છૂટવાની જ છે અને નષ્ટભ્રષ્ટ થવાની જ છે તે નશ્વર વસ્તુ પ્રતિ મમત્વ રાખવામાં લાભ છે? કે નશ્વર વસ્તુને વેચ્છાએ ત્યાગ કરવામાં લાભ છે? તમે કહેશો કે નશ્વર વસ્તુ પ્રતિ મમત્વ ન રાખવામાં તથા નિર્લોભતા કેળવવામાં જ લાભ છે.
કોઈ વળી એમ કહે કે, નિર્લોભતાથી નિધન બની જવાય કે દરિદ્રતા પ્રાપ્ત થાય એ નિર્લોભતાનું સુંદર પરિણામ ન કહેવાય. કારણ કે, દરિદ્રતા પ્રાપ્ત થવાથી અન્ન-વસ્ત્ર પણ પૂરતાં પ્રાપ્ત થતાં નથી. આવી દશામાં નિર્લોભતા સારી છે એમ શી રીતે કહી શકાય? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે, જેનામાં નિર્લોભતા હોય છે તેવા નિર્લોભી માણસને અર્થલોભી લેકે છોડી દે છે. નિર્લોભી માણસ અર્થલેબી લેકને માટે અપ્રાર્થનીય બની જાય છે. ધનલોભી લેકે સારી રીતે જાણે છે કે, જેમની પાસે કાંઈ નથી અથવા જેઓ નિર્લોભી હોય છે તેમની પાસેથી કાંઈ મળવાનું નથી એમ જાણીને ધનલાભ લેકે નિર્લોભીને ત્યાગ કરી દે છે.
આ સંસારમાં ધનિક લેકેને જ પ્રાયઃ સતાવવામાં આવે છે. રાજા ઈક્ષકારની પત્ની કમલાવતીએ પિતાના પતિને કહ્યું હતું કે –
सामिसं कुललं दिस्स बज्झमाणं निरामिसं। .
आमिसं सव्वं मुज्झित्ता विहरिस्सामि निरामिसा ॥ અર્થાત–જ્યારે કેઈ પક્ષીની પાસે માંસ હોય છે ત્યારે તે તે પક્ષી ઉપર બીજા પક્ષીઓ કે જેની પાસે માંસ નથી તેવા પક્ષીઓ તૂટી પડે છે. પેલા પક્ષીની પાસે માંસ હોવાને કારણે જ તે પક્ષી ઉપર બીજા પક્ષીઓ તૂટી પડે છે. પરંતુ જો તે પક્ષી, પિતાની પાસે જે માંસ છે તે માંસને ત્યાગ કરી દે તો તે પક્ષીને બીજા પક્ષીઓ પણ સતાવે નહિ.
આ જ પ્રમાણે જેઓ ધન-માલને સ્વયં ત્યાગ કરી દે છે તેમને રાજા–ચોર વગેરે અર્થલેબી લેકે પણ સતાવતા નથી. જ્યારે કોઈ માણસને લૂંટાર મારે છે અથવા તૂટે છે