________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૪૭ મા એલ
[૨૦૧
આપણને વિશ્વાસ છે. એટલા માટે એ સત્યવક્તાના વચન ઉપર વિશ્વાસ રાખી આપણે તર્કવિતર્કની જાળમાં ન ફસાતાં આત્મશ્રદ્દાદ્વારા આગળ વધવું જોઇએ. ગૌતમ સ્વામીએ ભગવાનને એટલા જ માટે પ્રશ્નો પૂછ્યા કે તેમના પ્રશ્નોત્તરના લાભ ખાલવા લઈ શકે. હવે સમ્યક્ત્વ-પરાક્રમ અધ્યયનમાં ગૌત્તમ સ્વામીએ જે પ્રશ્નો પૂછ્યા છે અને ભગવાન મહાવીરે એ પ્રશ્નોના જે ઉત્તર આપ્યા છે તે પ્રશ્નોત્તર વિષે વિચાર કરીએઃ—
સમ્યક્ત્વ પરાક્રમ—બાલ સુડતાલીસમે
ક્ષમાના પ્રશ્ન વિષે આગળ વિચાર કરવામાં આવ્યા છે. જે વ્યક્તિ નિર્લોભી હાય છે તે જ ક્ષમાને ધારણ કરી શકે છે. એટલા માટે હવે નિૉભતા અર્થાત્ મુત્તિ = મુક્તિ વિષે ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કેઃ—
એલ સુડતાલીસમે
(૪૭) મુન્નીાં મંતે ! નીચે જ નળયરૂ ?
અર્થાત્ હે ભગવાન ! મુક્તિ અર્થાત્ નિર્ભ્રાભતાથી જીવને શા લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કેઃ—
-मुत्तीणं अकिंचणं जणयइ । अकिंचणेय जिवे अध्यलोलाणंपुरिसाणं —પ્તેિ વફ ॥ ૪૭ ॥
અર્થાત્–નિર્ભ્રાભતાથી જીવ અકિંચન–અપરિગ્રહી બને છે અને ધનલાલુપી પુરુષોને
અપ્રાનીય બને છે.
ગૌતમ સ્વામીએ આ પ્રશ્ન પૂછી આપણી ઉપર ઉપકાર કર્યાં છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જે કાંઇ કહ્યું છે તે વિષે આપણે શાન્તચિત્તે વિચાર કરવા જોઇએ. ભગવાનનું કથન છે કે, ક્ષમા વિના નિર્લોભતા પેદા થતી નથી અને નિર્લોભતા વિના ક્ષમા આવી શકતી નથી. આ બન્ને ગુણા એક ખીજાના આધારે ટકેલાં છે. કેવળ એકલી ક્ષમા ટકી શકતી નથી. ક્ષમાગુણુને સ્થિર રાખવા માટે અન્ય સગુણાની પણ આવશ્યકતા રહે છે. જે પ્રમાણે મૂળ હાવા છતાં શાખા-પ્રશાખા આદિ હાય છે તે જ પ્રમાણે ક્ષમાગુણ મૂળ હોવા છતાં અન્ય ગુણા શાખા-પ્રશાખા રૂપે હેાય છે. ક્ષમાગુણ જો મૂળ છે તે નિૉભતા આદિ ગુણાને શાખા–પ્રશાખારૂપે સમજવા જોઇએ.
જે વ્યક્તિમાં લાભ હાય અથવા જે વ્યક્તિને કાઇ વસ્તુ પ્રત્યે મમત્વભાવ હોય, તે વ્યક્તિને તે પ્રિય વસ્તુની હાનિ કેાઈ દ્વારા થાય તે। હાનિ કરનાર ઉપર ક્રોધ આવે એ સ્વાભાવિક છે. પરંતુ જે વ્યક્તિ નિર્લોભી હાય છે અથવા જે વ્યક્તિ એમ માને છે કે, બધી વસ્તુ મારા આત્માના સંયાગથી જ છે, અને કાઇ તે કાઇ દિવસે તે વસ્તુએ નષ્ટ થવાની જ છે, શાશ્વત સંબંધ કોઈપણ સાંસારિક વસ્તુ સાથે નથી, તેવી નિર્લાભી વ્યક્તિને કાઈ ઉપર ક્રોધ કરવાનું કારણ જ હોતું નથી. જે વ્યક્તિને કાઈ ઉપર ક્રોધ કરવાનું કારણ જ હેતુ નથી, તે જ વ્યક્તિ ક્ષમા રાખી શકે છે. આ પ્રમાણે નિર્લોભતાને લીધે જ ક્ષમા ટકી શકે છે, માટે લાભને જીતી ક્ષમાશીલ બનવાનેા પ્રયત્ન કરો.