SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૬ અષાઢ વદ ૫ ગુરૂવાર પ્રાર્થના યે જય જગતશિરોમણિ, હું સેવક ને તું ધની; અબ તૌસુ ગાઢી બણી, પ્રભુ આશા પૂરે હમ તણી. મુઝ મહેર કરે, ચંદ્રપ્રભુ, જગજીવન અંતર જામી; ભવદુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. –વિનયચંદ્રજી કુંભટ વીશી. • શ્રી ચન્દ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થનાને વિષય જ એવો ગહન છે કે તે વિષે જેમ જેમ વિચાર કરવામાં આવે, તેમ તેમ તેમાં વિશેષતા જોવામાં આવે છે. પક્ષીઓ પોતાના સમસ્ત બળે આકાશમાં ઊંચે ઉડે છે પણ તે આકાશના અન્ત સુધી પહોંચી શકતાં નથી. પક્ષીઓ આકાશમાં જેમ જેમ ઊંચે ઉડે છે તેમ તેમ આકાશ તેમને અનન્ત જ જણાય છે. આકાશની અનન્તાનો અન્ત જ આવતો નથી. આ જ પ્રમાણે છદ્મસ્થ લેક પરમાત્માની પ્રાર્થના તથા પરમાત્માસ્વરૂપ વિષે વિચારવિમર્શ કરે પણ આખરે તે તેમને અનન્ત જ જણાશે. પરમાત્માની અનંત પ્રાર્થનાને અન્ન આણવા માટે તથા ચન્દ્રપ્રભુનાં દર્શન કરવા માટે આપણે પિંડ તથા બ્રહ્માંડને સમન્વય કરવો જોઈએ. જે પિંડ અને બ્રહ્માંડને એક કરવામાં આવે તે ભગવાનનાં દર્શન સરળતાપૂર્વક થઈ શકે. ભક્તજનોની દૃષ્ટિએ તે જગત પરમાત્માને લીધે જ જીવિત છે. પરમાત્માને લીધે જગત કેવી રીતે જીવિત છે એ વાત હવે સિદ્ધાંતદ્વારા સમજાવું છું. આપણે ચન્દ્રપ્રભુ ભગવાનને સિદ્ધાન્તદ્વારા જ જાણી શકીએ છીએ. તેમને જાણવાનું આપણી પાસે બીજું કોઈ સાધન નથી. આગમ રચનારાઓએ સદ્દબુદ્ધિથી પ્રેરાઈને વીતરાગ તથા વીતષ થઈ આગમની રચના કરેલ છે એ દઢ વિશ્વાસ રાખીને જે આપણે આગળ વધીશું તે આપણે ભગવાન ચન્દ્રપ્રભુનાં દર્શન સરળતાપૂર્વક કરી શકશું. વર્તમાન સમયમાં આત્મવાદનું સ્થાન બુદ્ધિવાદ લઈ રહ્યું છે. આ બુદ્ધિવાદના જમાનામાં આત્મશ્રદ્ધા કરતાં તર્કદ્વારા અધિક કામ લેવામાં આવે છે. પરંતુ જ્ઞાનીજને કહે છે કે, આ પ્રકારના તર્કવાદથી વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જાણી શકાય નહિ. તર્કદ્વારા તે વસ્તુનાં અનેક રૂપ બની જાય છે; કારણ કે તર્કની પ્રતિષ્ઠા પણ નથી તથા તર્કને અન્ત પણ નથી. એટલા માટે તર્કવિતર્ક દ્વારા આત્માને ચંચલ તથા અસ્થિર ન બનાવતાં શ્રદ્ધાધારા આત્માને શાન્ત તથા સ્થિર બનાવવો જોઈએ. જ્યાં સુધી સત્યવક્તા ન મળે ત્યાંસુધી તકને સ્થાન આપવું ઉચિત છે. પરંતુ સત્યવક્તા મળવા છતાં તેને પકડી રાખવો એમાં બુદ્ધિમત્તા નથી. ભગવાન મહાવીર અને ગણધર ગૌત્તમ સ્વામી સત્યવક્તા હતા એ વાતને
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy