SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ] સમ્યકત્વ પરાક્રમ-૪૬ મે બેલ [ ૨૦૩ તે પણ કાંપી ઊઠે અને કહેવા લાગ્યો કે, હાય! આ મેં કેવું કુકૃત્ય કરાવ્યું કે, મેં એક મહાત્માના શરીરની ખાલ ઊતરાવી! નોકરે પણ મહાત્માની ધીરતા, વીરતા તથા ક્ષમાની બધી વાત કહી. નોકરઠારા બધાં સમાચાર સાંભળી રાજા પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને પરિણામે તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. જ્યારે એક મનુષ્યની ખાલ ઊતારવામાં આવી છે એ વાત રાણીના જાણવામાં આવી અને ખાલ પ્રત્યક્ષ જોવામાં આવી ત્યારે રાણી પણ રોવા લાગી. એટલામાં મુનિના રક્તથી રંજિત મુખવસ્ત્રીકા કે કાંઈક વસ્ત્ર કેાઈ સમડીએ ઉપાડી લીધેલ અને જયારે તેને એ ચીજમાં કાંઈ સ્વાદ ન આવ્યો ત્યારે ઉડતા ઉડતા રાજાના મહેલ ઉપર આવી તે વસ્ત્ર ત્યાં છોડીને ઉડી ગઈ. આ રક્તરંજિત વસ્ત્ર રાણીને જોવામાં આવ્યું તેથી તે વસ્ત્રને મંગાવી જોતાં જણાયું કે, એ વસ્ત્ર કઈ મુનિનું જણાય છે. આ ઉપરથી રાણી રાજા પાસે ગઈ અને રાજાને કહેવા લાગી કે, મહારાજ! આપના રાજ્યમાં કોઈ મુનિને ઘાત થએલે છે અને આ વસ્ત્ર તે જ મુનિનું જણાય છે. રાણીએ કહ્યું કે, તે મુનિને એવો શે અપરાધ થયો હતો કે, આપે તેને આવો પ્રાણદંડ આપો ? રાણીના પ્રશ્નના જવાબમાં રાજાએ બધી વાત અથથી લઈ ઇતિ સુધી કહી સંભળાવી. રાજાનું કથન સાંભળી રાણીને ઘણું જ દુઃખ થયું. રાણીએ કહ્યું કે, મુનિને પ્રાણદંડ આપવા પહેલાં મેં મુનિની સામે શામાટે જોયું તેની આપે તપાસ કરવી હતી, આપે આ કુકૃત્ય કરી ઘણો જ અનર્થ કર્યો છે. મુનિને જોઈ મારા મનમાં એવો વિચાર આવ્યો કે, મારે ભાઈ પણ આ મુનિની માફક ભિક્ષાચરી માટે ઘેરઘેર ભટકતો હશે !” આપે મારી દૃષ્ટિમાં વિકાર જોયો પરંતુ ખરી રીતે મારામાં કે તે મુનિમાં જરાપણ વિકારભાવ ન હતો. રાજાએ આ ઉપરથી મુનિના મૃત શરીરની તપાસ કરતાં જણાયું કે, તે મુનિ રાણીના સંસારાવસ્થાના ભાઈ જ હતા. આ વાત જાણતાં રાજાને પણ ઘણું જ પશ્ચાત્તાપ થયો. રાણીએ કહ્યું કે, હવે પશ્ચાત્તાપ કરવાથી મુનિ પાછો જીવિત થઈ શકવાના નથી, એટલા માટે હવે પશ્ચાત્તાપ કરવાનું છોડી દઈ આ મુનિના માર્ગને જ અનુસરે, એમાં જ આપણું કલ્યાણ રહેલું છે. આખરે બન્નેએ મુનિને સંયમમાર્ગ ગ્રહણ કરી આત્મકલ્યાણ કર્યું. કહેવાનો આશય એ છે કે, મુનિમાં જે ક્ષમા હોય છે તે ક્ષમાને પ્રભાવ બીજા ઉપર પણ પડે છે. તે રાજા કે કઠેરહદયી હતો કે, કોઈ પ્રકારને અપરાધ ન હોવા છતાં પણ મુનિને શરીરની ખાલ ઉતારવાની આજ્ઞા આપી દીધી, પરંતુ મુનિની અનુપમ ક્ષમાનું વૃત્તાન્ત સાંભળી તે કઠેરહૃદયી રાજાના હૃદયનું પણ પરિવર્તન થઈ ગયું. આ પ્રમાણે નંદક મુનિએ ક્ષમાને ઉચ્ચ આદર્શ ઉપસ્થિત કરી સ્વ-પરનું કલ્યાણ સાધ્યું. જે આ પ્રકારની ક્ષમા ધારણ કરે છે તે જ વાસ્તવમાં મહાન છે. ક્ષમા આ લેકનું પણ બળ છે અને પરલોકનું પણ બળ છે. સંસારમાં તે જ લેકોનું જીવન ધન્ય બની જાય છે કે જેઓ પોતે ક્ષમાશીલ બની બીજાને પણ ક્ષમાશીલ બનાવે છે. તમે પણ ક્ષમાશીલ બની આત્માનું શ્રેય સાધે તો તેમાં તમારું કલ્યાણ જ રહેલું છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy