________________
૨૦૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ ચાલવા મંડયા. વધસ્થળ ઉપર જ્યારે તેઓ બન્ને પહોંચ્યા ત્યારે મુનિએ તે નેકરને કહ્યું કે, ભાઈ ! મારા શરીરમાં રક્ત નથી અને એ કારણે શરીરની ચામડી હાડની સાથે ચીપકી ગઈ છે. માટે શરીરની ખાલ જુદી કરવા માટે તમે કોઈ સાધન સાથે લાવ્યા છો કે નહિ? જે કઈ સાધન સાથે નહિ લાવ્યા હો તો તમને બહુ જ કષ્ટ પહોંચશે. મુનિવરનું આ માર્મિક વચન સાંભળી નોકર લજિત થયે અને તે મનમાં વિચારવા લાગ્યો કે, હું કે પાપી છું કે મારા આ પાપી હાથે એક મહાત્માના શરીરની ખાલ ઊતારવી પડશે. તે નોકર નમ્રભાવે મુનિને કહેવા લાગ્યો કે, આપ તે મહાત્મા છો એટલા માટે આપના હદયમાં મારા જેવા પાપાત્મા પ્રતિ પણ કરુણા છે, પરંતુ હું અત્યારે નિરુપાય છું. મારે અનિચ્છાએ અને દુઃખિત મને પણ આપને વધ કરવાનું મહાપાપ કરવું પડશે.
વધસ્થળ ઉપર મુનિને લઈ જઈ તે નકર મુનિના શરીરને દુઃખિત મને વધ કર્યો અને શરીરની ખાલ ઉતારી લીધી. પરંતુ તે શાન્તમૂર્તિ મુનિવર જરાપણ પરમાત્માના ધ્યાનથી વિચલિત ન થયા. શરીરનાશના સમયે તેમણે પિતાના આત્માનું પરમાત્માની સાથે એવું અનુસંધાન જોડી દીધું કે, તેમને પરમાત્માનું ધ્યાન ધરતાં મરણદુઃખ ન જણાયું, તેમજ કોઈના પ્રત્યે કેધભાવ કે વૈરભાવ પણ પ્રગટ ન થયું. તે વખતે તે નંદકમુનિ સાક્ષાત ક્ષમામૂર્તિ બની ગયા હતા. ક્ષમાશીલને આદર્શ આથી વિશેષ ઊંચે કો હેઈ શકે! ક્ષમાશીલ રહેવું એ તે સાધુને ધર્મ છે. જે સમર્થ સાધુ હોય છે તે જ આવો વધપરિષહ સહન કરી શકે છે. ક્ષમાશર સાધુ કેવા હોય છે તે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે
हओ न संजले भिक्खू, मणं पि न पओसए ।
तितिक्खं परमं नच्चा, भिक्खू धम्म समायरे ॥ उ०२-२५ ॥ અર્થાત-કઈ પ્રાણહરણ કરે તો પણ ભિક્ષુ કોઈના ઉપર ક્રોધ ન કરે, કે મનમાં સામા માટે ઠેષ ન રાખે, પરંતુ તિતિક્ષા (સહનશીલતા-ક્ષમા)ને ઉત્તમ જાણને ક્ષમાશુર સાધુ તે જ ક્ષમાધર્મને આચરે.
નંદકછ મુનિએ દશવિધ સાધુધર્મના પ્રથમ અને પ્રધાન ક્ષમાધર્મને સર્વોત્કૃષ્ટ માની પ્રાણાર્પણ કર્યું અને જગતસમક્ષ ક્ષમાને આદર્શ ઉપસ્થિત કરી પિતાના જીવનને ધન્ય બનાવ્યું. નંદકછ મુનિએ પ્રાણત્યાગ કરતી વખતે એવી ઉચ્ચ ભાવના ભાવી હતી કે –
ચાહત જીવ સબ જગજીવન, દેહ સમાન નહીં કુછ પ્યારે, સંયમવન્ત મુનીશ્વર કે, ઉપસર્ગ હુએ તન નાશનહારે; તે ચિત્તે હમ આતમરામ, અખંડ અબાધિત જ્ઞાન ભંડારે, દેહ વિનાશક સો હમ તે, નહીં શુદ્ધ ચિદાનન્દ રૂપ હમારે.
નંદક મુનિ આ પ્રકારની ઉચ્ચ ભાવના ભાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી જે કામને સિદ્ધ કરવા માટે તેમણે સંસારત્યાગ કર્યો હતો તે આત્મશ્રેય સાધવાનું કાર્ય સાધી મેક્ષ પધાર્યા.
એ રીતે નંદકમુનિ સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થઈ ગયા. પરંતુ તે નકર મુનિના મૃત શરીરની ઉતારેલી ખાલ લઈ રાજાની સામે ઉપસ્થિત થયો. રાજાએ મુનિની ખાલ ઊતારી લાવવાની આજ્ઞા તો આપી હતી, પરંતુ મુનિના શરીરની ખાલ પિતાની નજર સામે પડેલી જોઈ