________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ–૪૬ મો બેલ
[ ૨૦૧
હતા કે, મારી રક્ષા કરનાર બીજું કોઈ નથી, મારે આત્મા જ મારે રક્ષક છે. આ પ્રમાણે તેઓ શ્રી તે તપશ્ચરણ દ્વારા આત્મકલ્યાણ કરવા લાગ્યા, અને આત્માને ભાવિત કરતા ગ્રામાનુગ્રામ વિહરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં તેઓશ્રી પોતાની સંસારાવસ્થાની બહેનના રાજ્યમાં પધાર્યા. તેમની પાછળ ગુપ્તરૂપે ચાલ્યા આવતા સૈનિકે વિચારવા લાગ્યા કે, હવે ખંદકજી પિતાની બેનના રાજ્યમાં આવ્યા છે એટલે હવે તેમને કેઈ ઉપદ્રવ થાય એવી સંભાવના નથી. આ પ્રમાણે વિચાર કરી તે સૈનિકે પિતાની ઈચ્છાનુસાર બીજાં કાર્યોમાં પ્રવૃત્ત થઈ ગયા. આ બાજુ નંદકછ મુનિ આત્મા અને શરીરનું ભેદજ્ઞાન થવાને કારણે શરીરને તપશ્ચરણદારા શેષાવી આત્માને બળવાન બનાવે છે. એકવાર તેઓશ્રી ભિક્ષાચરી કરવા માટે રાજાના મહેલ પાસેથી નીકળ્યા. તે વખતે રાજમહેલની અટારીએ બેસી રાજારાણું નગરનું નિરીક્ષણ કરવાની સાથે મને વિનદ કરી રહ્યા હતા. અકસ્માત રાણીની દૃષ્ટિ મુનિ ઉપર પડી. મુનિને જોતાં જ રાણી વિચારવા લાગી કે, આ મુનિની માફક જ મારો ભાઈ પણ ભ્રમણ કરતો હશે. આ પ્રમાણે વિચારમાં મગ્ન થવાને કારણે રાણી અને વિનોદ તથા વાણીવિલાસને ક્ષણભર ભૂલી ગઈ. રાજાએ જોયું કે, સાધુને જોઈ રાણી મને ભૂલી ગઈ છે અને તે બીજા જ વિચારમાં પડી ગઈ છે. આ સાધુ શરીરે તો કશ છે પરંતુ તેનું “ લલાટ જોતાં તેજસ્વી જણાય છે. કદાચ આ મુંડિત સાધુ પ્રત્યે રાણી પ્રેમભાવ તે રાખતી નહિ હેય ને ! આ વિષે બીજાની સલાહ લેવી પણ અનુચિત છે, એટલા માટે આ વાત વિષે કેને પૂછવા કરતાં આ સાધુને જ નષ્ટ કરી નામશેષ કરી નાંખે એજ સારું છે. આ પ્રમાણે રાજાએ વિચાર કરી એક નેકરને બોલાવીને આજ્ઞા આપી કે, પેલા સાધુને વધભૂમિ ઉપર લઈ જાઓ અને તેને મારી નાંખી તેની ખાલ ઉતારી લાવો.
રાજાની આ કઠોર આજ્ઞા સાંભળી નોકર તો કાંપી ઉઠશે. નોકર મનમાં વિચારવા લાગ્યું કે, આજે મને કેવું કપરું કામ સોપવામાં આવ્યું છે? હું ચીઠ્ઠીને ચાકર છું એટલે મારે તે આ કામ ન છૂટકે કરવું જ પડશે. જે હું રાજાની આજ્ઞાને અનાદર કરું તે રાજાને હું કેપિપાત્ર બનું અને કદાચ મને પણ રાજા પ્રાણદંડ આપે. આ પ્રમાણે વિચાર કરી તે નોકર નંદક મુનિની પાસે આવ્યો અને તેને પકડવા લાગ્યો. મુનિએ પૂછ્યું કે, મને શા માટે પકડવામાં આવે છે? નેકરે કહ્યું કે, તમને પકડવાની મને રાજા તરફથી આજ્ઞા મળી છે માટે તમે ચૂપચાપ મારી પાછળ ચાલ્યા આવે. મુનિએ પૂછ્યું કે, ક્યાં જવાનું છે? નેકરે કહ્યું કે, સ્મશાનભૂમિમાં. મુનિએ ફરી પૂછ્યું કે, શા માટે ? નોકરે કહ્યું કે, રાજાની આજ્ઞાનુસાર સ્મશાનભૂમિમાં તમને વધસ્થાને લઈ જવામાં આવશે અને ત્યાં તમારે વધ કરી તમારા શરીરની ખાલ ઉતારી લેવામાં આવશે.
આ હૃદયવિદારક વચન સાંભળી મુનિના હૃદયને આઘાત પહોંચે એ સ્વાભાવિક છે. પરંતુ નંદકછ મુનિને શરીર અને આત્માનું ભેદજ્ઞાન હતું એટલા માટે તેઓશ્રી એમ વિચારવા લાગ્યા કે, આ શરીર તો નશ્વર છે અને તે કઈ એક દિવસે અવશ્ય જીર્ણશીર્ણ થવાનું જ છે, તે આજે એ શરીર શીર્ણ થઈ જતું હોય તો તેમાં મારે દુઃખ માનવાની કશી જરૂર નથી. કારણ કે મારો આત્મા તો અજરઅમર છે. તેને નષ્ટ કઈ કરી શકે એમ નથી. આ પ્રમાણે વિચાર કરી નંદક મુનિ, વૈર્ય ધારણ કરી ચૂપચાપ નોકરની પાછળ
૨૬