________________
૨૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
ક્રોધ, માન, માયા તથા લાભ આ ચાર કષાયે। ભવચક્રમાં ભ્રમણ કરાવે છે. જે ભવચક્રમાં ભ્રમણ કરવા ચાહતા ન હેાઈએ અને આત્માને શાન્તિ-આપવા ચાહતા હાઇએ તો ક્ષમાદિ સાધને દ્વારા ક્રોધાદિ કષાયાને દૂર કરવાને પ્રયત્ન કરવા જોઇએ. ક્ષમા દ્વારા ક્રોધને કેવી રીતે જીતી શકાય છે એ વાત યુધિષ્ઠિરના જીવનમાંથી જાણવા મળે છે. યુધિષ્ઠિરની માફક હોવું મા જ્યાંત્ત એ ધશિક્ષાને તમે પણ જો હૃદયમાં ઊતારી સક્રિયરૂપ આપશે। તે! તમે પણ ધર્માત્મા બની આત્મકલ્યાણ સાધી શકશો.
ક્રોધાદિને જીતવાના માર્ગ તા બતાવ્યા, પરંતુ ક્રોધાદિ પેદા થાય ત્યારે કેવી સહનશીલતા તથા ક્ષમા ધારણ કરવી જોઇએ એ વાત હવે ખધક મુનિના ઉદાહરણ દ્વારા સમજાવું છું. સહનશીલતા કેળવવા માટે ખ`દક મુનિની સહનશીલતા આપણા માટે આદર્શભૂત છે. એમના આદર્શને અનુસરવામાં જ આપણું કલ્યાણ રહેલું છે.
ખંદક મુનિ ગૃહસ્થાવસ્થામાં રાજકુમાર હતા. તેઓશ્રી રાજકાજ કરવામાં કુશળ હતા. તેમના રાજ્યસંચાલનથી પ્રજા સંતુષ્ઠ તેમજ સુખી હતી. એકવાર તેમને એક વિદ્વાન મુનિના ઉપદેશ સાંભળવાના પ્રસંગ સાંપડયા. મુનિવરના ઉપદેશની અસર તેમના જીવન ઉપર પડી. તેમણે વિચાર કર્યાં કે, હું મારી ધીરતાવીરતાને ઉપયાગ કેવળ ખીજા લેાકાને માટે જ કરુ છું તે ચે।ગ્ય નથી. મારે મારી ધોતા–વીરતાને ઉપયેગ મારા આત્માના કલ્યાણુ માટે પણ કરવા જોઇએ. આ પ્રમાણે વિચાર કરી તેમણે માતા-પિતાને અનુરાધ કર્યાં કે, હું આત્માનું શ્રેય કરવા ચાહું છું માટે મને તેમ કરવાની આજ્ઞા આપેા. માતા-પિતાએ કહ્યું કે, પુત્ર ! તું આત્માનું શ્રેય કરવા ચાહે છે એ સારી વાત છે, ખુશીની સાથે આત્મશ્રેય સાધ. ખ`દકજીએ કહ્યું કે સંસારમાં રહીને આત્મશ્રેય સાધવું મને મુશ્કેલ જણાય છે એટલા માટે હું સંસારને ત્યાગ કરી આત્મકલ્યાણ કરવા ચાહું છું. પુત્રનું આ કથન સાંભળી તેના માતા-પિતા દુઃખી થઇ કહેવા લાગ્યા કે, બેટા ! કાંઇ સ'સારનેા ત્યાગ ચાડા થઈ શકે ? ખદકજીએ કહ્યું કે, જો એમજ છે તે તમે એમ કહા કે, આત્મકલ્યાણ ન સાધુ, અથવા એમ કહેા કે, સસારને ત્યાગ કરી આત્મશ્રેય સાધી શકાતું નથી. ખદકજીનું આ કથન સાંભળી માતાપિતા ખદકજીને નિશ્ચય તથા તેને સદાશય સમજી ગયા અને સંસારને ત્યાગ કરી આત્મશ્રેય સાધવાની અનુજ્ઞા આપી અને કહ્યું કે, બેટા ! તું ક્ષત્રિયપુત્ર છે એટલા માટે સિંહની માફક સંસારને ત્યાગ કરી અને સિંહની માફક સયમનું પાલન કર. ખદકજીએ માતાપિતાની શિક્ષા શિધાર્ય કરતાં કહ્યું કે, આપનું કથન બરાબર છે. આપની આજ્ઞાનુસાર હું સયમનું પાલન કરવામાં સિંહવૃત્તિ કેળવીશ અને સયમનું પ્રાણાન્ત
પશુ પાલન કરીશ.
ખંદકજીએ ઉત્સાહપૂર્વક તથા વૈરાગ્યપૂર્વક સંયમને સ્વીકાર કર્યાં. પિતાએ વિચાર્યું કે ખંદકે આજ દિવસ સુધી કાઇપણ કષ્ટ સહન કરેલ નથી એટલા માટે તેને કાઈપણ પ્રકારના ઉપદ્રવ ન થાય તેની મારે વ્યવસ્થા કરવી જોઇએ. આ પ્રમાણે પુત્રમેહથી પ્રેરિત થઇ પિતાએ પાંચસે સૈનિકાને ખદક મુનિને ખબર ન પડે અને તેમની બરાબર રક્ષા થતી રહે એવી રીતે ગોઠવી દીધા. તે સૈનિકા ખંક મુનિની સાથે સાથે ગુપ્તરૂપે રહેવા લાગ્યા. ખદક મુનિને આ રક્ષા કરનાર સૈનિાની કાંઇ ખબર ન હતી. તેઓશ્રી તે। એમ જ માનતા