________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૪૬ મા મેલ
| ૧૯૯
એ વાકયને હું સિદ્ધ કરી શકયેા નથી. હું ઉપરથી તે ક્રોધ કરી રહ્યો નહતા પરંતુ મારા હૃશ્યમાં ક્રોધ પેદા થતા હતા અને મનમાં હું એવા વિચાર કરી રહ્યો હતા કે, મને મા મારનાર કાણુ ? મારે અર્જુન અને ભીમ જેવા બળવાન ભાઈએ છે અને હું ભવિષ્યમાં રાજ્યાધિકારી થવાને છું, છતાં મને આ મારનાર કાણુ છે? આ પ્રમાણે મારા હૃદયમાં ક્રોધાગ્નિ પ્રગટયા હતા. એટલા માટે હું હજી દોષ ના દ્દ એ વાકયને સિદ્ધ કરી શકયા નથી. આપ મને એવી આશીષ આપે। કે, હું એ વાક્યને સિદ્ધ કરી શકું...!
યુધિષ્ઠિરનાં આ નમ્ર વચને સાંભળી પરીક્ષક મહાશય ગળગળા થઈ કહેવા લાગ્યા *, યુધિષ્ઠિર ! ખરેખર તે સાચી શિક્ષા ગ્રહણ કરી છે. તે સક્રિય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. લોકા ધ્રુવળ વાકયાને કંઠસ્થ કરી નાંખે છે પણ હૃદયમાં ઊતારતા નથી. તે તે જ્ઞાનને હૃદયમાં ઊતારી ક્રિયામાં ઊતાર્યું છે એટલા માટે તારૂં થાડું પણ સક્રિય જ્ઞાન હાવાને કારણે સાચું જ્ઞાન છે. અત્યારે જગતમાં આવા સક્રિય જ્ઞાનની જ આવશ્યકતા છે. પાપટીયા જ્ઞાનથી ઈષ્ટ સિદ્ધિ સાધી શકાતી નથી પરંતુ સક્રિયજ્ઞાન દ્વારાજ ઇષ્ટ સિદ્ધિ સાધી શકાય છે. એટલા માટે સાચું જ્ઞાન તે। સક્રિય જ્ઞાન જ છે.
પરીક્ષક યુધિષ્ઠિરની સહિષ્ણુતા તથા સત્યવાદિતાથી ધણા જ પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે, હું યુધિષ્ઠિર ! તું ક્રોધને જીતનારા તથા સત્યભાષી છે. એટલા માટે તું સંસારને પ જીતી શકીશ, યુધિષ્ઠિર માવા સહનશીલ તથા સત્યભાષી હાવાને કારણે જ આગળ જતાં ધર્મરાજા તરીકે પ્રસિદ્ધ થયા.
શાસ્ત્રકારોએ ક્રોધ, માન, માયા તથા લાભને સંસારનાં મૂળીયાં તરીકે વર્ણવ્યાં છે. આ ચાર કષાયાથી જ પાપાની વૃદ્ધિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું પણ છે કેઃ—
कोहं माणं च मायं च, लोभं च पाववड्ढणं ।
मे चत्तारि दोसे उ, इच्छंतो हियमप्पणो ॥ दश० ८-३७ ॥ અર્થાત્—ક્રોધ, માન, માયા તથા લાલ એ ચાર દોષો પાપવ ક તથા સંસારવક છે, એટલા માટે આત્માનું હિત ચાહનારે એ ચાર કષાયરૂપી દાષાના સ`થા ત્યાગ કરવા જોઈએ. કારણ કે,
कोहो पीई पणासेइ, माणो विणयनासणो ।
माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो ॥ दश० ८-३८ ॥
અર્થાત્—ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને! નાશ કરે છે, માયા મિત્રાની મિત્રતાનો નાશ કરે છે અને લાલ તે સર્વ વિનાશક છે. એટલા માટે,
उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे ।
માયમવમાવેળ, હોમ સંતોલો નિળે ॥ ૪૦ ૮-૩૨ |
અર્થાત્—ઉપશમ–ક્ષમાદ્રારા ક્રોધને દૂર કરવા જોઈએ, નમ્રતા દ્વારા અભિમાનને દૂર કરવું જોઈ એ. સરળતા દ્વારા માયાને જીતવી જોઇએ અને સાષદ્રારા લાભને જીતવા જોઈ એ,