SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ આવ્યો છે? શિક્ષકે જવાબ આપતાં કહ્યું કે, યુધિષ્ઠિર અભ્યાસ કરવામાં બહુ મંદ છે અને એટલા જ માટે તેને પાછળ રાખવામાં આવેલ છે. પરીક્ષકે યુધિષ્ઠિરની પરીક્ષા લેતાં પૂછ્યું કે, તમે શું ભણ્યા છે? યુધિષ્ઠિરે ઉત્તર આપે કે, હું હજી જોડાક્ષર શીખું છું અને વાક્ય બનાવવાનો અભ્યાસ કરું છું. આ સાંભળી પરીક્ષકે યુધિષ્ઠિરને કહ્યું કે, આવડા મેટા થવા છતાં અને આટલાં વર્ષો ભણવા છતાં હજી વાક્ય બનાવતાં આવડતું નથી ? ઠીક બતાવો કે તમે શું શીખ્યા છો ? યુધિષ્ઠિરે પિતાની પાટી ઉપર જો મા કુહા લખીને પરીક્ષકની આગળ પાટી મૂકી અને કહ્યું કે હું આટલું શીખે છે. પહેલાં, ભારતવર્ષમાં સંસ્કૃત ભાષા પ્રચલિત હતી. અને લેકે સંસ્કૃત ભાષા શીખતા હતા. આજે તો સંસ્કૃત ભાષાનું સ્થાન અંગ્રેજી ભાષાએ લઈ લીધું છે અને સંસ્કૃત ભાષાને Dead Language મૃત ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષાને સારી નોકરી મળશે એમ કેટલાક લેકે માને છે અને કેટલાક લેકે તે ભાષાને સંસ્કૃત ભાષા કરતાં સારી તથા સમૃદ્ધ પણ માને છે, પરંતુ આ તેમની માન્યતા ભ્રમ ભરેલી છે. પોતાની માતૃભાષાની બેકદર કરી બીજા દેશની ભાષાની કદર કરવી એ ભૂલ છે. તમારા હૃદયમાં તમારી માતાનું સ્થાન ઊંચું છે કે દાસીનું સ્થાન ઊંચું છે? તમારી માતાનું સ્થાન જ ઊંચું છે તે તમારી માતૃભાષાનું સ્થાન પણ તમારા હૃદયમાં ઊંચું હોવું જોઈએ. માતૃભાષા માતાના સ્થાને છે અને વિદેશી ભાષા દાસીના સ્થાને છે. દાસી ગમે તેટલી સુરૂપ કે સુઘડ હોય છતાં તે માતાનું સ્થાન કદાપિ લઈ શકે નહિ. પ્રાચીન સમયમાં આ દેશમાં સંસ્કૃત ભાષા પ્રચલિત હતી અને એ ભાષામાં શિક્ષણ આપવામાં આવતું હતું. તે વખતે વિદેશી ભાષાનું આજના જેટલું મહત્વ કે પ્રભુત્વ નહતું. એટલા માટે યુધિષ્ઠિરે સંસ્કૃત ભાષામાં શો માં ૩ અર્થાતકેપ-ક્રોધ કરવો ન જોઈએ એમ પિતાની પાટી ઉપર લખી રાખ્યું હતું. યુધિષ્ઠિરની પાટી ઉપર આ પ્રમાણે લખેલું વાંચી પરીક્ષકે યુધિષ્ઠિરને કહ્યું કે, બસ આટલું જ આવડે છે? યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે, હજી આટલું પણ બરાબર આવડતું નથી. પરીક્ષકે કુદ્ધ થઈ પૂછ્યું કે, આટલું પણ હજી યાદ થયું નથી ? યુધિષ્ઠિરે ઉત્તર આપ્યો કે, બહારથી તે આટલું લખાણુ યાદ થઈ ગયું છે, પરંતુ અંદરથી યાદ થએલ નથી. આ સાંભળી પરીક્ષકને વધારે ક્રોધ આવ્યો અને ક્રોધમાં ને કેધમાં તે યુધિષ્ઠિરને મારવા લાગ્યો. યદ્યપિ યુધિષ્ઠિર રાજપુત્ર હતા એ કારણે જે તે ધારત તે પરીક્ષકને ઉચિત દંડ અપાવી શકત. પરંતુ તેમણે કેધને જવાબ કેધથી નહિ પણ સાન્તિથી આપે, અર્થાત યુધિષ્ઠિર પહેલાંની માફક સ્વાભાવિક રીતે પ્રસન્નચિત્ત રહ્યા. યુધિષ્ઠિરને મારવા છતાં પ્રસન્નચિત્ત બેડેલે જઈ પરીક્ષક શિક્ષકને કહેવા લાગ્યું કે, આ કેવો છે કે તેને મારવા છતાં તે પ્રસન્નચિત્ત જણાય છે! શિક્ષકે જવાબ આપે કે, યુધિષ્ઠિરની એવી જ પ્રકૃતિ છે. આવી પ્રકૃતિવાળાને ભણાવો પણ કેવી રીતે ? પરીક્ષકે યુધિષ્ઠિરને પૂછ્યું કે, તને આટલે બધો માર માર્યો અને છતાં ક્રોધ ન કર્યો એ ઉપરથી તે એમ જણાય છે કે તું પાટી ઉપર લખેલ વાક્યને કાર્યમાં ઉતારી રહ્યો છે? આ કથનના ઉત્તરમાં યુધિષ્ઠિરે જણાવ્યું કે, હજી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy