SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ] સમ્યકત્વ પરાક્રમ–૪૬ મે બેલ [૧૯૭ સુભટ ઉપર વિજય મેળવવો એ તો હજી સરળ કહી શકાય, પરંતુ કામ-ક્રોધ આદિને જીતવા એ બહુજ મુશ્કેલ છે. કહેવાય છે કે લક્ષ્મણે રાવણને હરાવ્યો હતો. પરંતુ વાસ્તવમાં રાવણ કોનાથી પરાજિત થયો હતો? રાવણ લક્ષ્મણથી નહિ પણ કામથી પરાજિત થયો હતો. રાવણે બધાં ઉપર વિજય મેળવ્યો હતો, પરંતુ કામને જીત્યો ન હતો એ કારણે જ આખરે તેને પરાભવ થયો. આ પ્રમાણે સુભટને જીતવા બહુ મુશ્કેલ નથી પરંતુ કામને જીતવો બહુ જ મુશ્કેલ છે. જે કામ દ્વારા રાવણ જેવો પૃથ્વીપતિ પણ પરાજિત થઈ ગયા તે કામને જીતી લેવો એ કાંઈ ના સૂને વિજય નથી. વાસ્તવમાં જે મનુષ્ય કામ, ક્રોધ, લેભ, મોહ, મદ, મત્સર આદિ વિકારે ઉપર વિજય મેળવે છે તે મહાત્મામહાપુરુષ છે. આપણે કેધને જીત્યો છે કે નહિ એ કેવી રીતે જાણી શકાય? કેટલાક લેકે ઉપરથી તો શાત તથા ક્ષમાશીલ જણાય છે, પરંતુ બહારથી શાન્ત રહેવા માત્રથી ક્રોધ કર્યો છે એમ કહી શકાય નહિ. જ્યારે પિતાના આત્માનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે કોધ કાબુમાં આવ્યો છે એમ માનવું જોઈએ. કોધને જીતી લીધા બાદ આત્મા શાન્ત તથા શીતલ બની જાય છે. હવે ક્રોધને કેવી રીતે જીતી શકાય એ વાત હું મહાભારતની એક કથા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. સે કૌરવો અને પાંચ પાંડવો એક જ સ્થાને અને એક જ આચાર્ય પાસે અભ્યાસ કરતા હતા. બધા રાજકુમારમાં યુધિષ્ઠિર ભણવામાં મંદ ગણુતા હતા. શિક્ષક, યુધિષ્ઠિર ઉપર ઘણીવાર નારાજ પણ થતા અને ઠપકો આપતા કે, તું બધા રાજકુમારેમાં મોટે છે, ભવિબમાં રાજ્યાધિકારી થવાનો છે, છતાં ભણવામાં તું દત્તચિત્ત નથી એ શું તને શોભે છે ? ગુરુને આ ઉપાલંભ યુધિષ્ઠિર નમ્રતાપૂર્વક સહી લેતા અને શિષ્ટતાપૂર્વક જવાબ આપતા કે, આપની તે મારા ઉપર કૃપા છે, પરંતુ મારી બુદ્ધિ મંદ હોવાને કારણે મને કાંઈ યાદ રહેતું નથી. ગુરુએ કહ્યું કે, તું બરાબર ભણીશ નહિ તો મને ઉપાલંભ મળશે, માટે મને ઉપાલંભમાંથી બચાવવા માટે ભણતો સારું ! યુધિષ્ઠિરે કહ્યું કે, આપ ઉપાલંભને પાત્ર નહિ બનો. કારણકે હું ભણતો નથી તેમાં આપનો દોષ નથી, મારી મંદ બુદ્ધિને દેષ છે અને એટલા માટે હું જ ઉપાલંભને પાત્ર છું. એક દિવસ બધા રાજકુમારોના અભ્યાસની પરીક્ષા લેવા માટે પાંડુ રાજાએ એક પરીક્ષક મોકલ્યો. જ્યારે પરીક્ષા લેવામાં આવે છે ત્યારે હોશીયાર અને ચાલાક છાત્રોને આગળ અને ઠેઠ છાત્રોને પાછળ રાખવામાં આવે છે. આ પ્રણાલિકા અનુસાર યુધિષ્ઠિર, બધાં રાજકુમારોથી મોટા તથા રાજ્યના ઉત્તરાધિકારી હોવા છતાં, ભણવામાં ઠેઠ હોવાને કારણે તેમને સૌની પાછળ રાખવામાં આવ્યા. આ ઉપરથી યુધિષ્ઠિરને ક્રોધ આવેલો સ્વાભાવિક હતું, પરંતુ તેમણે ક્રોધ ન કર્યો. તેમણે વિચાર્યું કે, જ્યારે હું ભણવામાં ઠેઠ છું ત્યારે જ મને પાછળ રાખવામાં આવ્યો છે. પરીક્ષક રાજકુમારની પરીક્ષા લેવા આવ્યા. બધા રાજકુમારોને જોયા બાદ પરીક્ષકે શિક્ષકને કહ્યું કે, યુધિષ્ઠિર બધાં કરતાં મેટે છે છતાં તેને સૌથી પાછળ કેમ રાખવામાં
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy