SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ - ઉપરની ગાથાઓમાં શાસ્ત્રકારોએ સત્યાગ્રહ-સંગ્રામ અહિંસક હોવા છતાં કે વિજય વંત હેય છે તે બતાવ્યું છે. અત્યારે હિંસક યુદ્ધો થાય છે તેમાં લાખો-કરોડે માનવને સંહાર થાય છે અને યુદ્ધભૂમિ રક્તરંજિત થઈ જાય છે, છતાં કેમનો જય-પરાજય થશે તે કાંઈ કહી શકાતું નથી. ભૌતિક યુદ્ધથી હિંસા થાય છે, રાગદ્વેષ વધવા પામે છે અને પરિણામે જગતમાં અશાન્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે. પરંતુ આ અહિંસક યુદ્ધદ્વારા કેઈનું એક રક્તબિંદુ પણ પડતું નથી, સુખશાન્તિ પ્રવર્તે છે, કલેશ-કંકાસ વધતો નથી અને જીવન શાંતિપૂર્વક વ્યતીત થાય છે. આ બધે અહિંસાદેવી અને ક્ષમા માતાનો જ પ્રતાપ છે. અત્યારે દુનિયામાં જે થોડી ઘણી સુખ શાન્તિનો અનુભવ થાય છે તેનું ઘણુંખરું શ્રેય અહિંસા તથા ક્ષમાદેવીના ભાગમાં જાય છે. જે જગતમાં અહિંસા અને ક્ષમાનું અસ્તિત્વ ન રહે તે જગતમાંથી શાતિ અદશ્ય થઈ જાય અત્યારે અહિંસા-ક્ષમા આદિ આધ્યાત્મિકતાને કારણે જ આત્મશાન્તિ અનુભવાય છે. હિંસા-પ્રયોગથી કે હિંસક અસ્ત્રશસ્ત્રોથી કરવામાં આવેલ વિજય સદાને માટે સ્થાયી રહેતું નથી. પ્રેમ અને અહિંસા–દ્વારા ઉદય પરિવર્તન કરી જનસમાજના હદય ઉપર જે પ્રભુત્વ મેળવવામાં આવે છે તે જ સાચે અને સ્થાયી વિજય છે. નહિ જ રાજિ સમન્વીપ જાવના અર્થાત જગતમાં વૈરને બદલે વૈરથી લેવામાં દુનિયામાંથી વૈર કદાપિ ઘટયું નથી ઊલટું વધ્યું જ છે. પરંતુ અવૈર–પ્રેમથીજ વૈર શાન્ત થાય છે અને પ્રેમદ્વારા જ બીજાના હૃદય ઉપર પ્રભુત્વ મેળવી શકાય છે. આ જ સાચે અને સ્થાયી વિજય છે. આ સ્થાયી વિજય પ્રાપ્ત કરો એજ જૈનધર્મ કે સનાતન ધર્મ છે. લાખ સુભટને જીતવા કરતાં એક દુર્જય આત્માને જીતવો મુશ્કેલ છે. કારણ કે વાસ્તવમાં આત્મા જ દુર્દમ છે. જે આત્માને જીતી લઈ જિતેન્દ્રિય તથા જિતાત્મા બને છે તે વંદનીય બની જાય છે. આત્મહિતૈષીએ પિતાના આત્માને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરે જોઈએ. શાસ્ત્રમાં કહ્યું પણ છે કે – अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो। अप्पा दन्तो सुही होइ, अस्सिं लोएं परत्थ य॥ અર્થાત-આત્મા જ ખરેખર દમન કરવા યોગ્ય છે કારણકે વાસ્તવમાં આત્મા જ દુર્દમ છે; જે લેકે દુર્દમ આત્માનું દમન કરે છે તેઓ આ લેકમાં તથા પરલેકમાં પણ સુખી થાય છે. આ પ્રમાણે શાસ્ત્રકારોએ જિતાત્મા તથા આત્મવિજયની જ પ્રશંસા કરી છે. આત્મવિજય કરવામાં જ બધાં વિજયોને સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આત્મવિજયી જિતાત્મા લાખ સુભટોને જીતનાર દ્ધા કરતાં વિશેષ વિજયી ગણાય છે. બધે ઠેકાણે જિતાત્મા જ પૂજાય છે, અને એટલા જ માટે સમ્રાટ્ કરતાં પરિવારની પદવી ઊંચી ગણાય છે. - સુભટ કરતાં સાધુ અને સમ્રા કરતાં પરિવાર્ એટલા માટે પૂજનીય તથા વંદનીય છે કે, એક તે ક્ષેત્ર ઉપર વિજય મેળવે છે અને બીજે ક્ષેત્રી ઉપર વિજય મેળવે છે. ક્ષેત્ર કે શરીર ઉપર પ્રભુત્વ મેળવવું એમાં કાંઈ નવાઈ નથી પરંતુ ક્ષેત્રી અર્થાત્ આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવા એજ મહા મુશ્કેલ છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy