________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૪૬ મા એલ
[ ૧૯૫
માટે બહારના શત્રુએ જેથી ઉત્પન્ન થાય છે, તે શત્રુઓ કે જે હૃદયમાં ભરાઇ ખેઠાં છે, તેને હણવા માટે પ્રયાસ આદરવા એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે,
.
સાચે જૈન હમેશાં જીવનસંગ્રામ ખેલ્યા કરે છે. તે કાયર બનીને ઘરમાં બેસી રહેતા નથી. તે તે। હાથમાં ક્ષમારૂપી ખડ્ગ લઈ કર્મશત્રુઓ ઉપર વિજય મેળવી પેાતાનું જૈનત્વ ઝળકાવે છે. જૈન બનીને પણ જો કાયર થઈને બેસી રહે, આંતર શત્રુઓને પરાસ્ત કરવાના પ્રયત્ન ન કરે તે જૈનત્વ ઝાંખું પડે. પહેલાંના જૈને જૈનત્વની રક્ષા ખાતર પ્રાણાપણું કરી દેતા હતા, પરંતુ જૈનત્વને જરાપણુ ઝાંખપ આવવા દેતા ન હતા. અત્યારે કાયરતાને કારણે જૈતેનું જૈનત્વ ઝાંખું પડી ગયું છે અને જૈનત્વ ઝાંખુ' પડવાને કારણે જ વીરાચિત અહિંસા, ક્ષમા આદિને પણ નિર્બળતાનું રૂપ આપવામાં આવે છે. ખરી રીતે અહિંસા કે ક્ષમા એ નિળાનાં શસ્ત્રો નથી પરંતુ વીર પુરુષાનાં શસ્ત્રો છે. તલવાર ગમે તેટલી તીક્ષ્ણ ધારવાળી હાય પણ જે તે કાયરના હાથમાં જાય છે તે તે તીક્ષ્ણ ધારવાળી તલવાર પણ નકામી થઇ જાય છે, અને જો તે જ તલવાર વીર પુરુષના હાથમાં જાય છે તે તે તલવારની કીંમત અંકાય છે. તે જ પ્રમાણે અહિંસા, ક્ષમાનાં શસ્ત્રો કાયરાના હાથમાં જાય તે! તે નિષ્ફળ નીવડે છે અને જો તે વીર પુરુષના હાથમાં જાય તે તે અમેાધ શસ્ત્રો બની જાય છે. આ વાત અત્યારે પ્રત્યક્ષ અનુભવાય છે. જેના જો પેાતાની પ્રતિષ્ઠા સાચવવા ચાહતા હૈાય તે તેમણે પેાતાના જૈનત્વને ઝળકાટ બતાવવા જોઈએ. જેનાનું જૈનત્વ, શાસ્ત્રઓના ક્ષાત્રત્વથી જરાપણ ઊતરતું નથી, ઊલટું જૈનત્વમાં અહિંસક ક્ષાત્રત્વ હોવાને કારણે વિશેષ તેજસ્વી છે. જૈન એટલે વિજેતા. સાચા વિજેતા તે જ છે કે જે કશત્રુઓ સાથે હમેશાં જીવનસંગ્રામ ખેડે છે અને કામસૈન્યને પરાસ્ત કરી આત્મવિજય મેળવે છે. સાચા જૈને કુવા જીવનસંગ્રામ ખેડે છે અને તેઓ ક્યાં ક્યાં શસ્રો દ્વારા અહિંસક યુદ્ધ લડે છે એ બતાવતાં શાસ્ત્રકાર કહે છે કેઃ—
सद्धं नगरं किच्चा तवसंवरमग्गलं ।
खन्ति निउणपागारं तिगुत्तं दुप्पधंसयं ॥ उ. ९-२० धणुं परक्कमं किच्चा, जीवं च इरियं सया ।
धिरं च केयणं किच्चा, सच्चेण पलिमन्थए ॥ उ. ९-२१ तवनारायजुत्तेण, भित्तूण कस्मकंचुयं । मुणी विगयसंगामो भवाओ परिमुच्चई ॥ उ० ९-२२
અર્થાત્ શ્રદ્ધા ( સત્ય પર અડગ વિશ્વાસ ) રૂપી નગર, સંવર ( સયમ ) રૂપી ભાગેાળ, ક્ષમારૂપી સુંદર ગઢ, ત્રણ ગુપ્તિ ( મન, વચન અને કાયાનું સુનિયમન ) રૂપી દુઃપ્રધર્મ (દુય શતઘ્ની-શસ્ત્રવિશેષ ), પુરુષાર્થરુપી ધનુષ્ય, ઇર્ષ્યા ( વિવેકપૂર્વક ગમન ) રૂપી દોરી અને ધૈર્યરૂપી ભાથું બનાવીને સત્ય સાર્થ પરિમંથન ( સત્યચિંતન ) કરવું જોઇએ. કારણ કે, તપશ્ચર્યારૂપી બાણાથી યુક્ત તેવા મુનિ, કર્માંરૂપી અખ્તરને ભેદી સંગ્રામમાં વિજય પામે છે અને ભવ (સંસાર )થી મુક્ત થાય છે.