________________
૧૯૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ હવે અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, ક્ષમા દ્વારા પરિષહેને જીતી લેવાથી આત્માની દશા કેવી થાય છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, લૌકિક વિજય પ્રાપ્ત કરવાથી જેવી પ્રસન્નતા થાય છે અને જેવો આનંદ અનુભવ થાય છે તેવી જ પ્રસન્નતા અને તેવો જ આનંદ ક્ષમા દ્વારા પરિષહ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી થાય છે. લૌકિક વિજય કરતાં આ લકત્તર વિજય મહાન છે, એટલા માટે લૌકિક વિજયના આનંદ કરતાં આ લકત્તર વિજયને આનંદ અધિક હોય છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે એક સામાન્ય ઉદાહરણ આપું છું. માનો કે કોઈ એક યોદ્ધો શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરી, એક મહાત્માની પાસે ગયો. તે યોદ્ધો મહાત્માને ધ્યાનારૂઢ થએલા જોઈ કહેવા લાગ્યો કે, મહાત્મન ! આપ તે કેવળ ઘરમાં જ બેસી રહી ધ્યાનમાં બેસી રહે છે અને કાંઈ પરાક્રમ કરતા નથી, પરંતુ અમે લેકે તો શત્રુઓની મધ્યમાં જઈ તેમના અસ્ત્ર-શસ્ત્રના પ્રહારો તથા આધા સહીએ છીએ. અને શત્રુઓને પરાસ્ત કરી તેમની ઉપર વિજય મેળવીએ છીએ. હવે તમે જ કહે કે, આવી દશામાં સાચી રીતે મહાન કેણ કહી શકાય ? અમે મોટા કે તમે મેટા ?
તમે લેકેને આ પ્રશ્નનો ઉત્તર આપવાનું કહેવામાં આવે તે તમે કોને મહાન કહેશો ? મહાત્માને મહાન કહેશે કે તે વિજયી દ્ધાને મહાન કહેશો ? આ સંબંધમાં શાસ્ત્ર તે સ્પષ્ટરૂપે એમ કહે છે કે –
जो सहस्सं सहस्साणं संगामे दुजए जये।
पगं जिणित्ता अप्पाणं एयस्स से परमो जओ॥ उ० ९॥ અર્થાત–દશ લાખ સુભટને દુર્જય સંગ્રામમાં જીતવા કરતાં એક જ માત્ર આત્માને છતો તે ઉત્તમ છે અને એ જ સારી છત છે. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રકાર આગળ કહે છે કે –
अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ।
अप्पाणमेवमप्पाणं जइत्ता सुहमेहए ॥ उ०९-३५॥ અર્થાત–આત્મા સાથે જ યુદ્ધ કરે, બહારના યુદ્ધથી શું વળવાનું છે? શુદ્ધ આત્માથી દુષ્ટ પ્રકૃતિવાળા આત્માને જીતીને સુખ મેળવી શકાય છે. દુર્જય આત્માને કેવી રીતે છતી શકાય તે બતાવતાં શાસ્ત્રકાર કહે છે કે –
पंचिन्दियाणि कोहं, माणं मायं तहेव लोहं च ।
दुजयं चेव अप्पाणं, सव्वं अप्पे जिये जियं ॥ उ०९-३६॥ અર્થાત–પાંચ ઈન્દ્રિ, ધ, માન, માયા અને લેભ તથા દુર્જય એવા આત્માને છતો એ ઉત્તમ છે, કારણ કે આત્માને કર્યો એટલે સર્વ છતાયું. | મુમુક્ષુ આત્મા બાહ્ય યુદ્ધ કરતાં કર્મશત્રુઓને પરાસ્ત કરવા માટે આંતર યુદ્ધ જ ઇવાનું પસંદ કરે છે. કારણ કે, બાહ્ય યુદ્ધોને વિજય ક્ષણિક હેાય છે અને પરિણામે પરિતાપ જ ઉપજાવે છે. શત્રુને પોતે શત્રુ બની પિતાના બીજા અનેક શત્રુઓની વિનપરંપરા ઉત્પન્ન કરે છે. આથી તેવા બાહ્ય યુદ્ધની પરંપરા જન્મોજન્મ ચાલ્યા કરે છે અને તેથી યુદ્ધથી વિરામ મળતું જ નથી અને એ વાસનાને કારણે જ અનેક જન્મ લેવા પડે છે;