SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ], સમ્યક્ત્વ પરાક્રમ-૪૬ મે બોલ [૧૯ (૧૪) યાચનાને પરિષ, (૧૫) અલાભનો પરિષહ, (૧૬) રોગને પરિષહ, (૧૭) તૃણસ્પ ને પરિષહ, (૧૮) મેલને પરિષહ, (૧૯) સત્કાર પુરસ્કાર (માનાપમાન)ને પરિષહ, (૨૦) પ્રજ્ઞા (બુદ્ધિ)ને પરિષહ, (૨૧) અજ્ઞાનને પરિષહ, (૨૨) દર્શનને પરિષહ. " ઉપર્યુક્ત પરિષહોમાં સુધાન પરિષહ સૌથી પ્રથમ છે. ભૂખના દુઃખને સમ્યફ પ્રકારે સહેવું તે સુત્પરિષહ છે. સંસારમાં ભૂખના દુઃખને કારણે લેકે એવી ચીજ પણ ખાઈ જાય છે કે જેને જોવા માત્રથી બીજાને ધૃણા પેદા થાય છે. ક્ષુધાના દુઃખને ન સહી શકવાને કારણે જ લેકે પોતાના પ્રાણપ્રિય બાળકને પણ મારીને ખાય છે એવું સાંભળવામાં આવેલ છે. આ પ્રમાણે સુધાન પરિષહ સૌથી મહાન છે. જે મહાન તપસ્વી તથા ક્ષમાશીલ હોય છે તે લેકે જ આ સુત્પરિષહને સમતાપૂર્વક સહી શકે છે. સુધા–પરિષહને જીતવા માટે શાસ્ત્રકારે ખાવાની મનાઈ કરતા નથી. જે ખાવાની મનાઈ કરે તે એને ફલિતાર્યું તે એ નીકળે કે શાસ્ત્રકારે મરવાનું કહે છે. કારણ કે જે ભોજન કરતા જ નથી અથવા જેણે ભોજનનો સર્વથા ત્યાગ કર્યો છે તે ભૂખ્યો કેટલા દિવસ રહી શકે ? કોઈ અવધિ બાદ તે તેણે ભોજનના અભાવે મરણને શરણ થવું જ પડશે. એટલા માટે શાસ્ત્રકારો “તમે ખાવો જ નહિ” અથવા “તમે સદાને માટે ભજનો ત્યાગ કરી દે” એમ કહેતા નથી. પરંતુ એમ કહે છે કે, સુધાને છત અને ક્ષમાદ્વારા સુધા-પરિષહ ઉપર વિર્ય પ્રાપ્ત કરે, હું જે કાંઈ ખાઉં છું તે આ શરીર રૂપી ગાડીને ચલાવવા માટે જ ખાઉં એમ માને. જે પ્રમાણે ગાડાને ચલાવવા માટે પૈડાંના ચક્રમાં તેલ લગાવવામાં આવે છે, તે જ પ્રમાણે હું આ શરીર રૂપી ગાડીને ચલાવવા માટે શરીર-ચક્રમાં ભોજનરૂપી તેલ લગાવું છું. આ પ્રમાણે વિચાર કરી કેવળ એટલું જ પરિમિત ભેજન ખાવું જોઈએ કે જે દ્વારા આ શરીર–ચક્ર ચાલી શકે. મુનિજનો શા માટે ખાય છે એ બતાવવા માટે શાસ્ત્રમાં એક નાનો દાખલો આપવામાં આવ્યો છે કે, જે પ્રમાણે ગૃહસ્થ પિતાના ઘર પાસેના ખાડાને સુખપૂર્વક આવાગમન થઈ શકે તે માટે પૂરી દે છે, તે જ પ્રમાણે મુનિજનો આ પેટના ખાડાને સંયમનું ગાડું ચલાવવા માટે જ પૂરે છે. આ પ્રમાણે જે મુનિવરે સંયમના નિર્વાહ માટે જ ભોજન કરે છે તે ક્ષમાદ્વારા સુત્પરિષહને સહન કરી શકે છે. મુનિઓમાં કેવી ક્ષમા હોય છે તે તે મુનિઓના આચારવિચાર ઉપરથી જ જાણી શકાય છે. જ્યારે મુનિઓ ભિક્ષાચરી કરવા માટે જાય છે ત્યારે કેટલાક લેકે કર્ણકટુ શબ્દો પણ કહે છે છતાં મુનિઓ તે કર્ણકટુ શબ્દોને ક્ષમાશીલ બનીને સમતાપૂર્વક સહી લે છે. સાચા સાધુને તો ભેજન આપનાર પ્રતિ રાગ હતો નથી અને કટુ શબ્દ કહેનાર પ્રતિ દ્વેષ હેત નથી. ચક્રવર્તી રાજા પણ છ ખંડ પૃથ્વીના વૈભવ ત્યાગ કરી સાધુપણું ધારણ કરે છે અને ઘેર ઘેર ભિક્ષાચરી કરે છે, ત્યારે તે મુનિને પણ ઈ એમ કહે કે “રાજ્ય કરતાં કરતાં ભિક્ષા માંગવાની મનમાં મરજી થઈ છે”—“સાધુપણું નકામું છે”—વગેરે; આથી વિરુદ્ધ કઈ સાધુવૃત્તિની પ્રશંસા કરી પગે પડે. તે પાાસ્ત્ર કહે છે કે, “હે મુનિ ! તમે કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ ન કરે. કટુ શબ્દ કહેનાર કે નિંદા કરનાર પ્રતિ દ્વેષ કરવો નહિ અને પ્રશંસા કરનાર પ્રતિ રાગ કરવો નહિ એ જ સાધુનું લક્ષણ છે.” આ પ્રમાણે નિદા–પ્રશંસાનાં શબ્દો સાંભળવા છતાં પણ રાગદ્વેષ મનમાં ન આણવો એ ક્ષમાને જ પ્રતાપ છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy