________________
૧૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ આધાર આપે છે. આ જ પ્રમાણે ક્ષમા પણ દરેક નાનાં-મોટાં ગુણોને આધાર આપનારી છે. ક્ષમા વિના આત્મામાં કોઈ પણ ગુણ ટકી શકતો નથી. મોક્ષના માર્ગે જવામાં ક્ષમા પાથેયસમાન તો છે જ, પરંતુ સંસાર-વ્યવહારમાં પણ ક્ષમાની અતિ આવશ્યકતા રહે છે. જે માણસ સહનશીલ–ક્ષમાશીલ હોતો નથી તેનામાં વ્યાવહારિક ગુણો પણ ટકી શકતાં નથી. તમે અમદાવાદમાં પૈસા કમાવા આવ્યા છે અને તેથી તમારે આ કાર્યને સાધવા માટે ક્ષમાશીલ તથા સહનશીલ રહેવું જ પડે છે. જ્યારે વ્યવહારમાં પણ આ પ્રકારની ક્ષમા તથા સહનશીલતાની આવશ્યકતા રહે છે, તે પછી આધ્યાત્મિક ગુણોને ટકાવવા માટે ક્ષમાની આવશ્યકતા રહે એ સ્વાભાવિક જ છે. એટલા માટે સગુણોને પિતાના આત્મામાં સ્થાન આપવા માટે પ્રત્યેક આત્મહિતૈષીએ સહનશીલ તથા ક્ષમાવાન બનવું જોઈએ.
અત્યારે “ક્ષમા” શબ્દ હાસ્યાસ્પદ બની ગયો છે. કેટલાક લેકે ક્ષમાને નિર્બલેનું શસ્ત્ર માને છે તો કેટલાક લેકે ક્ષમાને કાયરતાનું ચિહ્ન ગણે છે. પરંતુ વાસ્તવમાં ક્ષમા એ નિબલેનું નહિ પણ સબલેનું અમેઘ શસ્ત્ર છે, અને વીર પુરુષોનું ભૂષણ છે. કાયર પુરુષોએ પિતાની કાયરતાને કારણે ક્ષમાને લજાવી છે, પરંતુ સાચા વીરપુરુષોએ તે ક્ષમાને પોતાની મુકુટમણિ માની શોભાવી છે. ક્ષમા તે સબળોનું શસ્ત્ર છે. કાયર લેકે ક્ષમાબલને ઉપયોગ જ કરી શકે નહિ. અને એટલા જ માટે રવમાં ફુસ અર્થાત સમર્થ લેક જ ક્ષમા ધારણ કરી શકે છે એમ કહેવામાં આવ્યું છે.
ક્ષમા એ આધ્યાત્મિક શબ્દ છે. ગૌતમસ્વામી જેવા પ્રશ્નકાર અને ભગવાન મહાવીર જેવા ઉત્તરદાતા હોય ત્યાં આધ્યાત્મિક વાત સિવાય બીજી વાત હોઈ શકે નહિ. આવા જગદુદ્વારક મહાપુરુષોનાં પ્રશ્નોત્તર પણ આધ્યાત્મિક જ હોય. જે પ્રમાણે એક ભોળો બાળક સાદી ભાષામાં પ્રશ્ન પૂછે તેવી સીધી-સાદી ભાષામાં ગૌતમ સ્વામી ક્ષમાનું ફળ શું મળે છે? એવો સરળ પ્રશ્ન ભગવાનને પૂછે છે. ગૌતમ સ્વામીના આ સાદા પ્રશ્નના ઉત્તરમાં ભગવાને સરળ ભાષામાં ઉત્તર આપ્યો કે, ક્ષમા ધારણ કરવાથી પરિષહેને જીતી શકાય છે.
ભગવાને પરિષહ ઉપર વિજય મેળવવાની વાત તો કહી, પરંતુ પરિષહ એટલે શું એ આપણે સર્વપ્રથમ જાણવું જરૂરી છે. પરિષદની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, વર સમન્નાન સતિ ત પરિષઃ અર્થાત સમ્યક્ પ્રકારે કષ્ટોને સહન કરવાં તેનું નામ પરિવહ છે. અજ્ઞાનપૂર્વક તે ધણું લેક કષ્ટો સહન કરે છે, પરંતુ આ કટસહનની ગણના પરિષહમાં કરવામાં આવતી નથી. પરિષહમાં તે જ કષ્ટસહનની ગણના કરવામાં આવે છે કે, જે કષ્ટો જ્ઞાનપૂર્વક સહવામાં આવે. અને જ્ઞાનપૂર્વક કષ્ટો ત્યારે જ કહી શકાય છે કે જ્યારે ક્ષમા હોય. ક્ષમા ધારણ કર્યા વિના સમ્યક્ પ્રકારે કષ્ટ સહન થઈ શકતું નથી. શ્રી. ઉત્તરાધ્યયનના બીજા અધ્યયનમાં પરિષહના બાવીસ પ્રકાર બતાવવામાં આવેલ છે અને તે વિષે સુંદર વિવેચન કરવામાં આવેલ છે. પરિષહનાં બાવીસ પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવેલ છે –૧) સુધાન પરિષહ, (૨) પિપાસા (તૃષા)નો પરિષહ, (૩) ટાઢ પરિષહ, (૪) તાપને પરિષહ, (૫) ડાંસ-મચ્છરને પરિષહ, (૬) અવસ્ત્રને પરિષહ, (૭) અરતિ (અપ્રીતિ) ને પરિષહ, (૮) સ્ત્રીને પરિષહ, (૯) ચર્યા (ગમન) પરિષહ, ૧૦ બેઠકો પરિષહ, (૧૧) આક્રોશ વચનને પરિષહ, (૧૨) વધને પરિષહ, (૧૩) શયાને પરિષહ,