________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૪૬ મો બેલ
[૧૯૧ પણની પ્રવૃત્તિ લાભદાયક ત્યારે જ સિદ્ધ થાય છે કે જ્યારે રાગદ્વેષ ઉપર વિજય મેળવવામાં આવે છે.
રાગ અને દ્વેષને ક્ષમાદ્વારા જ જીતી શકાય છે. બધાં ગુણોમાં માગુણ પ્રધાન છે. જ્યાંસુધી રાગદ્વેષને છતી ક્ષમાગુણને ધારણ કરવામાં આવતો નથી, ત્યાંસુધી બીજા કોઈ સગુણ આવી શકતાં નથી. ક્ષમાગુણ જીવનમાં પ્રગટયા બાદ જ બીજાં ગુણે પ્રગટ થવા પામે છે, અને એટલા જ માટે ગૌતમ સ્વામીએ ક્ષમાગુણથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે ભગવાનને પ્રશ્ન પૂછયો છે.
અત્રે એક એવી શંકા ઉપસ્થિત થાય છે કે, ગૌતમસ્વામીએ ક્ષમા વિષે શા માટે પ્રશ્ન પૂછે ? આ શંકાનું સમાધાન એ છે કે, ફળ જાણ્યા વિના કોઈ કામમાં મૂખ પણ પ્રવૃત્તિ કરતું નથી. ન્યાયને સિદ્ધાન્ત પણ એ જ છે. જ્યારે મૂખ પણ ફળ જાણ્યા વિના કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી તે પછી કોઈ બુદ્ધિમાન તો ફળ જાણ્યા વિના કેવી રીતે પ્રવૃત્તિ કરી શકે ? આ કારણે જ ગૌતમસ્વામીએ ક્ષમાના ફળ વિષે ભગવાનને પ્રશ્ન પૂછ્યું હતે. ગૌતમસ્વામી ક્ષમાથી શું લાભ છે એ વાત જાણતા ન હતા અને એટલા માટે તેમણે ભગવાનને ક્ષમાના ફળ વિષે પ્રશ્ન પૂછ્યો હતો એમ સમજવાનું નથી. કારણ કે તેઓશ્રી જ્ઞાની હોવાથી એ વાત જાણતા હતા, છતાં તેમણે ભગવાનને એટલા માટે પ્રશ્ન પૂછ્યો હતો કે, આ પ્રમાણે પ્રશ્ન પૂછવાથી હું પણ કાંઈક જાણું છું એવું જ્ઞાનાભિમાન ગળી જાય.
આ પ્રમાણે ગૌતમ સ્વામી પોતે જાણવા છતાં ભગવાનને આ પ્રશ્ન પૂછી કોઈ પ્રકારને બદલે લીધા વિના જગજજી તરફથી વકીલાત કરતા હતા. કાંઈપણ બદલા વિના, બીજાનાં કામને પિતાનું કામ માની કરવું એ આત્મબળ વિના થઈ શકે નહિ. ગૌતમ સ્વામીમાં કેવું આત્મબળ હતું એ ઉપરની વાત પરથી પ્રકટ થાય છે. તેઓશ્રી ચાર જ્ઞાનના ધારક અને ઘેર તપસ્વી હતા, એટલા માટે તેઓશ્રી ક્ષમાને ગુણથી જીવને શો લાભ થાય છે એ વાત જાણતા ન હોય એ અસંભવિત છે. તેઓશ્રી એવી બધી વાત જાણવા છતાં તેમણે જગતના હિત માટે જ ભગવાનને ક્ષમાના ગુણથી શું લાભ થાય છે એવો પ્રશ્ન પૂછ્યો. ગૌતમ સ્વામી અને મહાવીર ભગવાન વચ્ચે થએલા પ્રશ્નોત્તરને જે તમે એકાગ્રચિત્તે સાંભળશે તે તમને પણ આ પ્રશ્નોત્તર પાછળ રહેલું રહસ્ય જાણવામાં આવશે. તમે જ્યારે શાસ્ત્રની વાત અવિક્ષિપ્ત ચિત્તે સાંભળશે ત્યારેજ તમને શાસ્ત્રશ્રવણને યથાર્થ લાભ પણ પ્રાપ્ત થઈ શકશે.
ક્ષમાગુણમાં મહાન શક્તિ રહેલી છે, પરંતુ આ મહાન શક્તિને પ્રાપ્ત કરવા માટે પાત્ર બન્યા વિના કોઈ વસ્તુને ગ્રહણ કરી શકાતી નથી. ગુણોને ધારણ કરવા માટે પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. આત્મા ક્ષમાદ્વારા ગુણેને ગ્રહણ કરવાનો તથા ગુણોને ધારણ કરવાનો પાત્ર બને છે. એટલા જ માટે શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે –
gવીરમાં મુળ ના અર્થાત– મુનિ ! તમે પૃથ્વી જેવા બનો. મુનિઓને પૃથ્વી સમાન બનવાનું શા માટે કહેવામાં આવ્યું છે? એટલા માટે કે, પૃથ્વી બધાંને આધાર આપે છે. સંસારમાં એવી એક પણ વસ્તુ નથી કે જે પૃથ્વીને આધાર લીધા વિના ટકી શકતી હેય! પૃથ્વી પ્રત્યેક વસ્તુને