SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ મ ક મા - મામાન + મા ૧૯૦ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ નથી. તે તે પુણ્ય કે પાપ બન્નેને કર્મ માની છોડવા ચાહે છે. મોક્ષાભિલાષી આત્માને તે કઈ વસ્તુ પ્રત્યે રાગ કરવાની પણ જરૂર નથી તથા ઠેષ કરવાની પણ જરૂર નથી. ઉદાહરણ તરીકે, જ્યારે મનુષ્ય ગૃહસ્થાવસ્થામાં હોય છે ત્યારે તે લેઢાનો ત્યાગ કરી સોનાને સંગ્રહ ભલે કરે. પરંતુ જે સાધુ થવા ચાહે છે તેને માટે તો તેનું કે લેટું બને ત્યાજ્ય જ છે. આ જ પ્રમાણે જે મુક્ત થવા ચાહે છે તે મેક્ષાભિલાષી આત્મા તે રાગ તેમજ દ્વેષ બન્નેને ત્યાગ કરે છે. જે પ્રમાણે સેનાને ત્યાગ કરવો મુશ્કેલ છે અને તેથી જ સાધુ મહાત્માને કનક-કામિનીના ત્યાગી કહેવામાં આવ્યા છે, તે જ પ્રમાણે રાગને પણ ત્યાગ કરવો મુશ્કેલ છે અને તેથી જ રાગદ્વેષનો ત્યાગ કરનારને વીતરાગ કહેવામાં આવે છે. સમ્યકત્વ પરાક્રમ–બલ બેંતાલીસમો. ૪૫ મા બેલમાં વીતરાગતાને ફળ વિષે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે પ્રશ્ન રાગને દષ્ટિમાં રાખીને જ કરવામાં આવ્યો છે; કારણ કે કષાયને સંબંધ દ્વેષની સાથે છે. જ્યાં સુધી જીવનમાં વીતરાગભાવ આવતો નથી ત્યાંસુધી ઇષ્ટ ગંધ, ઇષ્ટ રસ આદિથી રાગભાવ છૂટતો નથી. આવા રાગભાવને ત્યાગ કરવાથી જીવાત્મા ક્ષમાશીલ બની જાય છે. જ્યારે જીવનમાં વીતરાગપણું પ્રગટે છે ત્યારે તેનામાં ક્ષાન્તિ-ક્ષમાને ગુણ પણ પ્રગટે છે. એટલા માટે ૪૬મા બોલમાં ગૌતમસ્વામીક્ષાન્તિ (ક્ષમા) ધારણ કરવાથી જીવાત્માને શું લાભ થાય છે એ વિષે પ્રશ્ન પૂછે છે કે છેતાલીસમો બેલ, (૪૬) વંdevi ! ની જિં નાય? અર્થાત–હે ભગવાન ! ક્ષમા ધારણ કરવાથી જીવને શો લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે – હતી સિનિય છે કે તે અર્થાત હે ગૌતમ ! ક્ષમાદ્વારા જીવાત્મા પરિષહને જીતે છે. ક્ષતિનો અર્થ ક્ષમા થાય છે. અત્રે ગૌતમસ્વામીએ ક્ષમા ધારણ કરવાથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે પરિષહો ઉપર વિજય મેળવવો તેનું નામ ક્ષમા છે. ક્ષમા ધારણ કરવી કે પરિષહોને જીતવા એ બન્નેનો વાચ્યાર્થી ભિન્ન ભિન્ન હોવા છતાં બન્નેને લક્ષ્યાથે એક જ છે. ક્ષમા એટલે સમતાપૂર્વક પરિષહ ઉપર વિજય મેળવવો, અને પરિષહોને સમાનભાવે સહન કરવાં એટલે ક્ષમા રાખવી. આ પ્રમાણે પરિષહસહન અને ક્ષમા વચ્ચે અવિનાભાવ સંબંધ કહેલા છે. આ તે ક્ષમાના સામાન્ય અર્થ વિષે વિચાર કર્યો. પરંતુ આપણે અત્રે એ વિચારવાનું છે કે, ક્ષમાને દશવિધ સાધુધર્મમાં પ્રથમ પદ શા માટે આપવામાં આવ્યું છે અને ક્ષમાને ભગવાને આટલું બધું મહત્ત્વ શા માટે આપ્યું છે? રાગ અને દ્વેષને જીતી લેવામાં આવ્યાં છે કે નહિ એની પારાશીશી “ક્ષમા” છે. જ્યારે જીવ રાગદ્વેષને જીતી લે છે ત્યારે જ સાધુપણું પાળવાને યોગ્ય બને છે. રાગદ્વેષને જીત્યા વિના સાધુપણુની પ્રવૃત્તિ તે જીવાત્માએ ચિર કાળ સુધી કરી હશે, પરંતુ સાધુ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy