________________
ચાતુર્માસ ]
સમ્યકત્વ પરાક્રમ–૫ મે બોલ
| [ ૧૮૯
મોક્ષનો માર્ગ જાણ્યા બાદ એક્ષ-મહેલમાં જવા માટે જીવાત્માઓએ કેવો પુરુષાર્થ કરવો જોઈએ એ વાત આ ૨૮ મા સમ્યક્ત્વ-પરાક્રમ નામના અધ્યયનમાં વિચારવામાં આવી છે.
કોઈ વસ્તુને જાણવી તથા સમજવી એ એક વાત છે અને કઈ વસ્તુને જાણ્યા બાદ આચારમાં ઉતારવી એ બીજી વાત છે. ૨૮ મા અધ્યયનમાં મોક્ષનો માર્ગ કેવો છે એ વિષે વિચાર કરવામાં આવ્યો છે. પરંતુ મેક્ષમાં જવા માટે જીવાત્માએ શું શું કરવું જોઈએ -જીવનને આધ્યાત્મિક ગુણવિકાસ સાધવા માટે કે અને કેટલે પુરુષાર્થ કરવો જોઈએ અને એ પુરુષાર્થ સિદ્ધિનું શું ફળ મળે છે એ આ ર૯મા અધ્યયનમાં પ્રશ્નોત્તરરૂપે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સમ્યકત્વ પરાક્રમ–બાલ પિસ્તાલીસમે. વિશેષ વિચાર
રાગ અને દ્વેષ એ બન્ને કર્મનાં બીજ . આ કર્મબીજને સંસારનાં બીજ પણ સમજવાં જોઈએ. કારણ કે જ્યાં સુધી રાગ અને દ્વેષનાં બીજ રહે છે ત્યાં સુધી કર્મનાં અંકુર કુટયા જ કરે છે, અને જેમ જેમ કર્મનાં અંકુર ફુટતાં જાય છે તેમ તેમ સંસારવૃક્ષ કુલતું-ફાલતું જાય છે. સંસારનાં બંધનમાંથી મુક્ત થવા માટે સર્વ પ્રથમ રાગ દ્વેષનાં બંધનોમાંથી મુક્ત થવું આવશ્યક છે. વીતરાગ અને વીતદ્વેષ થયા વિના મોક્ષે જઈ શકાતું નથી. જીવનને રાગરહિત બનાવવા માટે શાસ્ત્રકારોએ અનેક ઉપાયો બતાવેલ છે. સમ્યક્ત્વ-પરાક્રમમાં જે ૭૩ બેલે કહેવામાં આવેલ છે તે જીવનને વીતરાગ તથા વીતષ બનાવવાનાં ઉપાય જ છે. કષાયનો ત્યાગ કરવાથી જીવનમાં વીતરાગતા પ્રગટે છે એ વાત શાસ્ત્રમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવેલ છે. છતાં સમ્યક્ત્વ-પરાક્રમના ૪૫ બોલમાં વીતરાગતા પ્રગટ થવાથી જીવાત્માને શું લાભ થાય છે એવો પ્રશ્ન છે. આ પ્રશ્નનું નિરાકરણ કરતાં ટીકાકાર કહે છે કે, શાસ્ત્રનું એ એય છે કે, શબ્દો વધી જાય તે કાંઈ વાંધો નહિ, પરંતુ શાસ્ત્રની વાત બધાંની સમજમાં આવી જવી જોઈએ. આ વાતને દૃષ્ટિમાં રાખવાને કારણે જ શાસ્ત્રમાં એક જ વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે બે ત્રણ વાર કહેવામાં આવેલ છે. આમ કરવાથી પુનરુક્તિનો દેષ આવે છે પરંતુ જનસમાજને લાભાર્થે કરવામાં આવી પુનરુક્તિ દોષપાત્ર ગણાતી નથી.
વળી, કષાયનો પ્રશ્ન –આશ્રિત છે અને વીતરાગતાને પ્રશ્ન રાગ–આશ્રિત છે એ દૃષ્ટિએ વિચારતાં પુનરુક્તિ દેષ પણ આવતો નથી.
શાસ્ત્રકારનું કથન છે કે, રાગનો ત્યાગ કરવો જેટલું મુશ્કેલ છે તેટલે દેષનો ત્યાગ કરે મુશ્કેલ નથી, અને એટલા જ માટે મુક્તાત્માને વીતરાગ કહેવામાં આવે છે, વીતષ કહેવામાં આવતા નથી. કારણ કે દ્વેષની અપેક્ષા રાગનો ત્યાગ મુશ્કેલ છે અને રાગને ત્યાગ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે દ્વેષનો ત્યાગ કરવામાં આવે છે. સોનાને ત્યાગ કરવો જેટલો મુશ્કેલ છે તેટલો લેઢાને ત્યાગ કરવો મુશ્કેલ નથી. આ જ પ્રમાણે રાગને ત્યાગ, દ્વેષના ત્યાગ કરતાં મુશ્કેલ છે. જે પ્રમાણે સમભાવ પેદા થવાથી સોનું કે હું બન્ને સમાન જણાય છે, તે જ પ્રમાણે જીવનમાં સમભાવ પ્રગટ થયા બાદ રાગ અને દ્વેષ-બન્નેને ત્યાગ કરવો મુશ્કેલ નથી. જો કે રાગથી પણ પુણ્યોપાર્જન થઈ શકે છે, પરંતુ જે આત્મા મુક્ત થવા ચાહે છે તે તે પુણ્યોપાર્જન કરવા ચાહત નથી તેમ પાપનું પણ ઉપાર્જન કરવા ચાહત