SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ થઈ શકયું હતું. ત્યારબાદ મોરબીના ચાતુર્માસમાં આ જ સમ્યત્વ–પરાક્રમ અધ્યયન બેલ ૨૮ થી વિવેચન કરવામાં આવ્યું હતું. પરંતુ સમ્યત્વ-પરાક્રમનો વિષય ઘણોજ ગહન, સારગર્ભિત તેમજ તાત્ત્વિક હોવાને કારણે ૪૬ બોલ સુધી જ સૂત્ર વિવેચન થઈ શકર્યું અને આ પ્રમાણે તે અધ્યયન ત્યાં પણ અપૂર્ણ રહ્યું. સમ્યક્ત્વ પરાક્રમનું અધ્યયન પૂર્ણ નહિ થઈ શકવામાં કેટલેક અંશે મારી શારીરિક અસ્વસ્થતા પણ કારણભૂત છે. પરંતુ સૂત્રની ગહનતા સરળ કરવા માટે તથા સૂત્રના ગૂઢાર્થને સ્પષ્ટ કરવા માટે વિસ્તૃત વિવેચન કરવું પણ આવશ્યક હતું, આ કારણે પણ સમ્યક્ત્વ-પરાક્રમ–અધ્યયનની સમાપ્તિ થઈ શકી ન હતી. હવે આ અપૂર્ણ અધ્યયનનાં બેલે આ ચાતુર્માસમાં પૂર્ણ કરવાનો હૃદયગત વિચાર છે. સાગર અમાપ છે. અમાપ સાગરને ગાગરધારા માપવામાં આવે તે માપી શકાય નહિ છતાં ગાગરમાં સાગર સમાવી દેવાની લેકેજિત પ્રચલિત છે. તે જ પ્રમાણે સિદ્ધાન્ત-સાગર અમાપ–અગાધ છે. આ સિદ્ધાન્ત–સાગરને ઉત્તરાધ્યયનરૂપી ગાગરમાં ભરી દેવામાં આવેલ છે. આ ઉત્તરાધ્યયન રૂપી સૂત્ર ગાગરમાં “સમ્યક્ત્વ–પરાક્રમ” અધ્યયન તે એક જલબિંદુ સમાન છે. જ્યારે એક સમ્યત્વ–પરાક્રમનું પૂર્ણ વિવેચન કરવામાં પણ આપણી બુદ્ધિ કુંઠિત થઈ જાય છે તે પછી અગાધ સિદ્ધાન્ત-સાગરનો તાગ લાવવો મારા જેવા સામાન્ય બુદ્ધિવાળા માટે તો અવશ્ય મુશ્કેલ છે. અત્યારે તે જે સિદ્ધાન્ત–સાગરને ઉત્તરાધ્યયનરૂપી ગાગરમાં ભરી દેવામાં આવેલ છે áનું જ અમૃતપાન કરાવું છું. સમ્યકૃત્વમાં પરાક્રમ કરે–અર્થાત જીવનને સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત બનાવવાને પુરુપાર્થ કર-એ પણ એક પ્રકારની પરમાત્માની પ્રાર્થના જ છે. આત્માને પરમાત્મામય બનાવવો એ જ પ્રાર્થનાનું ધ્યેય છે. સમ્યક્ત્વમાં પરાક્રમ કરી, અર્થાત્ જીવનશુદ્ધિ કરવાને પુરુષાર્થ કરી જીવાત્મા પરમાત્મામય બની શકે છે. ભગવાને આ પુરુષાર્થસિદ્ધિનાં ૭૩ ઉપાયો બતાવ્યાં છે. આત્માને પરમાત્મામય બનાવવાનાં આ ૭૩ ઉપાયોને બરાબર જાણીને–સમજીને આચારમાં ઉતારવામાં આવે તે આત્માનું કલ્યાણ અવશ્ય થઈ શકે. સમ્યત્વ-પરાક્રમનાં જે ૭૩ ઉપાયો બતાવવામાં આવ્યાં છે તે આત્મકલ્યાણ સાધવાનાં માર્ગો જ છે. આ કલ્યાણમાર્ગ કેવો સરળ અને સીધે છે તે વિષે અત્રે વિચાર કરવામાં આવે છે. - સંસારમાં પ્રત્યેક પ્રાણી છેડેઘણે પુરુષાર્થ તે કરે જ છે; પરંતુ અર્થ અને કામને માટે કરવામાં આવતું પુસ્નાથ તો સંસારવર્ધક હોય છે એટલા માટે તે પુરુષાર્થ સાચે કહી ન શકાય. સાચે પુરુષાર્થ તો તે જ કહી શકાય કે જે મોક્ષસાધક હોય. ધર્મ એ મોક્ષપ્રાપ્તિનું પરમ સાધન છે. એટલા માટે ધર્મ–પુરુષાર્થ જ ઉપાદેય છે, અને મોક્ષપ્રાપ્તિ માટે સેવવામાં આવતો પુરુષાર્થ જ પ્રશસ્ત અર્થાત સમ્યક્ પુરુષાર્થ છે. જેનધર્મનું બીજું નામ મોક્ષધર્મ કહી શકાય. કારણ કે જેન કે જેન ધર્મનું ચરમ બેય મોક્ષપ્રાપ્તિ જ છે. સાચા જેનની પ્રત્યેક પ્રવૃત્તિ મોક્ષ-પ્રાપ્તિ માટે જ હોય છે. જેના ધર્મનાં શાસ્ત્રોમાં કે સિદ્ધાન્તમાં પણ મુખ્ય રૂપે મેક્ષ વિષે જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે અર્થાત્ કર્મબંધનોમાંથી મુક્ત થવા માટે પ્રત્યેક પ્રાણીઓ સમ્યત્વમાં પરાક્રમ કરો અથવા સાચે પુરુષાર્થ કરવો અનિવાર્ય આવશ્યક છે. ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં મોક્ષમાર્ગ વિષે જ વિચાર કરવામાં આવ્યો છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy