________________
અમદાવાદ ચાતુર્માસ
વ્યાખ્યાનઃ સંવત્ ૧૯૯૬ અષાડ વદ ૩ મંગળવાર
—33
પ્રાર્થના
પ્રતિષ્ઠસેન” નરેશ્વર કો સુત, ‘પૃથ્વી’ તુમ મહતારી; સુગણ સ્નેહી સાહબ સાચા, સેવક ને સુખકારી. શ્રી જિનરાજ સુપાર્શ્વ, પૂરા આશ હમારી. ॥ ૧ ॥
—વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
.
• આત્માએ પરમાત્માના સાક્ષાત્કાર કરવા જોઇએ ' એ જ આત્માના પુરુષાર્થની ચરમ સીમા છે. આને જ પરમ પુરુષાર્થ કહેવામાં આવે છે. પરમાત્માને સાક્ષાત્કાર કરવા માટે શાસ્ત્રમાં જે ઉપાયા બતાવવામાં આવ્યાં છે, તે એક સાથે બતાવી શકાય નહિ, તેમ એક સાથે ઉપયેાગમાં પણ લાવી શકાય નહિ. પરંતુ એક એવા ઉપાય છે કે જે બધાંને માટે સુલભ અને સરળ છે. તે ઉપાય પરમાત્માની પ્રાર્થના છે. અનેક ઉપાયેાારા જે વસ્તુની પ્રાપ્તિ થઇ શકતી નથી તે પરમાત્માની પ્રાર્થનાદ્વારા પ્રાપ્ત થઇ શકે છે, એવું જ્ઞાનીજતાનું કથન છે. પરમાત્માને એળખવાનું અને તેમની સમીપ પહોંચવાનુ એક અને અમેાધ સાધન પ્રાર્થના જ છે. આર્યદ્રષ્ટા તથા ઋષિ-મુનિવરા આ સાધનદ્વારા જ ઈષ્ટસાધ્યને સાધી શકયા છે. પરમાત્માના સાન્નિધ્યમાં જવા માટે પ્રાર્થનાને મા` અખાધ તેમજ સુખાધ લા —બધાંને માટે સરળ છે અને એટલાજ માટે શાસ્ત્રકારાએ પ્રાથના દ્વારા આત્મ—કલ્યાણ સાધવાને ઉપદેશ આપ્યા છે.
પ્રાર્થના એ તેા પ્રાણ સંજીવિની છે. નિર્મળ આત્મામાં પણ બળને સંચાર કરનારી જડીબુટ્ટી છે. પ્રાનામાં અમાપ બળ રહેલું છે એ વાત ઘણાને અતિશયાક્તિ ભરી લાગે છે; પરંતુ વાસ્તવમાં પ્રાના કેવી બળપ્રદ છે એ વાત તેા પ્રાર્થના કરનાર જ જાણી શકે છે. વિકારાને શાન્ત કરવા માટે પ્રાર્થના એક અમેધ રામબાણ દવા છે. આ જીવનઔષધના સેવન દ્વારા જન્મ–જરા-મૃત્યુ જેવા અસાધ્ય રાગને દૂર કરી તે તેમાં આત્માનું કલ્યાણુ જ રહેલુ છે.
સિદ્ધાન્ત શાસ્ત્રમાં પ્રાર્થનાનો મહિમા ખૂબ જ બતાવવામાં આવેલ છે. એટલા માટે હવે પ્રાથનાને વિષય સિદ્ધાન્તદ્વારા જ સમજાવવાના પ્રયત્ન કરું છું:~ સમ્યક્ત્વ પરાક્રમ અધ્યયન
જામનગરના ચાતુર્માસમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા ‘સમ્યક્ત્વ-પરાક્રમ ' નામના અધ્યયન વિષે સૂત્રવિચાર કરવાના પ્રારંભ કર્યાં હતા. ત્યાં ૨૭ મેટલ સુધી વિસ્તૃત વિવેચન