________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૨૮ મે બોલ
[ ૧૫ આ પ્રમાણે ટીકાકાર પ્રશ્ન ઉપસ્થિત કરી તેનું સમાધાન કરતાં કહે છે કે, સૂત્રની વાત ગહન છે. સૂત્રમાં કઈ ઠેકાણે અતિદેશદ્વારા અને કેઈ ઠેકાણે સાક્ષાત્ વાત કહેવામાં આવી છે; અર્થાત્ કઈ વાત વિસ્તારથી અને કોઈ વાત સંક્ષેપમાં કહેવામાં આવી છે. જ્ઞાનીજનેને જ્યાં જે વાત કહેવાની જરૂર જણાઈ ત્યાં તે વાત કહી છે.
અતિદેશને અર્થ સામાન્ય રીતે ગૌણ વાત કહેવી એવો થાય છે. અતિદેશદ્વાર જે વાત કહેવામાં આવે છે તે વાત ગૌણ હોય છે, અને સાક્ષાત જે વાત કહેવામાં આવે છે તે વાત મુખ્ય હોય છે. ઉદાહરણ તરીકે, કઈ શેઠે પોતાના નોકર પાસે દાતણ મંગાવ્યું. નેકરે વિચાર કર્યો કે, દાતણની સાથે પાણી પણ જોઈએ, અને મેટું જોયા બાદ લૂછવા માટે ટુવાલ પણ જોઈએ. આ પ્રમાણે શેઠે તે કેવળ દાતણ જ લાવવાનું કહ્યું હતું, પરંતુ આ કથનમાં ગૌણુરૂપે પાણી અને ટુવાલ વગેરે લાવવાનો સંકેત રહેલ હતો. આ પ્રમાણે મુખ્યમાં તે કોઈ બીજી વાત હોય અને ગૌણમાં કઈ બીજી વાતને સંકેત હોય તે અતિદેશ : કહેવાય છે. કદાચ તે શેઠ પિતાના નોકરને એમ કહે કે, મેં તે કેવળ દાતણ મંગાવ્યું હતું, પાણી અને ટુવાલ કયાં મંગાવ્યાં હતાં? આ પ્રશ્નના જવાબમાં નેકર એમ જ કહેશે કે, તમે મુખ્ય રીતે તે દાતણ જ મંગાવ્યું હતું, પરંતુ ગૌણરૂપે પાણી તથા ટુવાલ વગેરે પણ મંગાવ્યાં હતાં; કારણ કે, દાતણની સાથે પાણીની અને ટુવાલ વગેરેની પણ આવશ્યકતા રહે છે.
આ જ પ્રમાણે શાસ્ત્રમાં તપશ્ચર્યાનું ફળ પૂર્વ સંચિત કર્મોને ક્ષય અર્થાત વ્યવદાન બતાવેલ છે, અને વ્યવદાનની સાથે જ અતિદેશદ્વારા અક્રિયાદશાની વાત પણ કહેવામાં આવી છે. તેમ છતાં પણ વ્યવદાનના ફળ વિષે ફરીવાર પ્રશ્ન શા માટે પૂછવામાં આવ્યો એ વાતનું સમાધાન કરતાં ટીકાકાર કહે છે કે, શાસ્ત્રમાં કયાંય તે મુખ્ય રીતિએ વાત સમજાવવામાં આવી છે અને કયાંય ગૌણરીતિએ વાત સમજાવવામાં આવી છે. આ પ્રમાણે શાસ્ત્રમાં જોવામાં આવે છે.
કાલે વ્યવદાનનું ફળ બતાવતાં અક્રિયા તથા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાણ અને સર્વ દુઃખોને અન્ત થાય છે એમ કહેવામાં આવ્યું છે. આ ઉપરથી અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જ્યારે સિદ્ધ થવાનું કહેવામાં આવ્યું છે તે સિદ્ધિમાં તે પ્રત્યેક વાતનો સમાવેશ થઈ જાય છે તો પછી, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાણ અને બધાં દુખેને અન્ત કરવાની વાત શા માટે કહેવામાં આવી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કઈ કઈ વાત એકાથે નાના ઘોષથી પણ કહેવામાં આવે છે, તેમ અત્રે પણ વ્યવદાનનું ફળ પણ એકાર્થ નાના ઘોષથી બતાવવામાં આવેલ છે. સિદ્ધ થનાર વ્યકિત બુદ્ધ પણ થઈ જાય છે, મુક્ત પણ થઈ જાય છે, પરિનિર્વાણને પણ પામે છે અને બધાં દુઃખને અન્ત પણ કરી નાંખે છે. આમ હોવા છતાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત આદિ શબ્દને જુદા જુદા કહેવાનું કારણ મારી સમજ પ્રમાણે એમ જણાય છે કે, કેટલાક લેકે સિદ્ધિનું સ્વરૂપ જ્ઞાન-વિજ્ઞાનને નાશ થવો અને બાકી કાંઈ ન રહેવું એવું બતાવે છે. આ વાતનું નિરાકરણ કરવા માટે જૈનશાસ્ત્રમાં જે સિદ્ધ થાય છે તે બુદ્ધ પણ થાય છે એમ કહેવામાં આવ્યું છે. કેટલાક લેકે મેક્ષમાં અજ્ઞાનઅવસ્થા બતાવે છે. પરંતુ જૈનશાસ્ત્રને આ વાત સમ્મત નથી. મોક્ષમાં અજ્ઞાન-અવસ્થા માનનારાઓના શબ્દાઘાતથી પિતાના પક્ષને સુરક્ષિત રાખવા માટે જ સિદ્ધ કહેવાની સાથે