________________
-
--
-
૧૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
મોરબી વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ અષાડ વદ ૪ શનિવાર
પ્રાર્થના મલિલ જિન બાલ બ્રહ્મચારી, “કુંભ” પિતા પરભાવતી મૈયા, તિનકી કુમારી, મલિલ જિન બાલ બ્રહ્માચારી. મહિલા ૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી
મલ્લિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાન મલ્લિનાથના ચરિત્રમાંથી માયા અને બ્રહ્મને બોધ મળે છે. બ્રહ્મરૂપ આત્મા માયાના પ્રપંચમાં કેવી રીતે પડી ગયો છે અને કેવી રીતે આ માયામાંથી આત્મા મુક્ત થઈ શકે એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે.
આજે તમે લેકે માયાની રમત રમી રહ્યા છે અને એ રમત રમતાં પિતાનું સ્વરૂપ પણ ભૂલી રહ્યા છે. પરંતુ માયાથી મુક્ત થવા માટે તમારે આખરે નિજ સ્વરૂપમાં રમણ કરવાની તૈયારી કરવી પડશે. નિજ સ્વરૂપ પ્રગટાવવા માટે શું કરવું જોઈએ તે માટે આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે-“વિનયચન્દ ચાહત ભવભવમેં ભક્તિ પ્રત્યે થારી.” કવિ કહે છે કે, હે પ્રભો! તારી ભક્તિ કર્યા વિના માયાથી મુક્ત થવું મુશ્કેલ છે. એટલા માટે હું તારી ભક્તિ ચાહું છું. ભક્તની માફક તમે ૫ણુ પરમાત્માની ભક્તિ કરે. જો તમે હૃદયપૂર્વક પરમાત્માની સેવાભક્તિ કરશે તે બધી માયા મટી જશે અને તમે આત્મસ્વરૂપ પણ પ્રગટાવી શકશે. શાસ્ત્રમાં દરેક ઠેકાણે આત્મસ્વરૂપ પ્રગટાવવાની જ વાત કહેવામાં ખાવી છે એટલા માટે હવે શાસ્ત્રની વાત કહું છું.
શાસ્ત્ર, કોઈ વ્યક્તિવિશેષ માટે જ નથી, પરંતુ સંસારના બધા લોકો માટે છે. શાસ્ત્રની અમૃતસમી અમેઘધારાને જે કંઈ લાભ લેવા ચાહે તે લઈ શકે છે. જે પ્રમાણે વરસાદ બધાં લેને માટે ઉપયોગી છે, તે જ પ્રમાણે મહાપુરુષએ શાસ્ત્રરૂપ અમૃતની જે અમેઘધારા વરસાવી છે તે બધાને માટે ઉપયોગી છે. ભગવાને આત્મોદ્ધારિણે જે અમેઘ વાણીને વરસાદ જગત-કલ્યાણ અર્થે વરસાવ્યો છે તે અમેઘવર્ષાનું તમે ૫ણું રસપાન કરે તે તેમાં કલ્યાણ જ છે. સમ્યક્ત્વ પરાક્રમ–બોલ ૨૮ મે (ચાલુ)
વ્યવદાનના ફળ વિષે બે દિવસથી વિચાર ચાલે છે. વ્યવદાનના ફળ વિષે વિચાર કરતાં અને એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જ્યારે તમારા પૂર્વ સંચિત કર્મોને ક્ષય અર્થાત વ્યવદાન થાય છે એ વાત સુનિશ્ચિત છે તે પછી વ્યવદાનનું શું ફળ છે એ વાત પરીવાર પૂછવાની શી આવશ્યકતા છે ?