SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ-૨૮ મો બોલ [ ૧૩ અને ભવિષ્યકાળને અનન્ત માને છે. જે પ્રમાણે તમે શ્રદ્ધાથી કાળને અનન્ત માને છે તે પ્રમાણે જીવ ગમે તેટલા સિદ્ધ થાય તો પણ સંસાર છવરહિત થઈ શક્તો નથી એમ શ્રદ્ધાપૂર્વક માને. ભગવાને કહ્યું છે કે, જ્યારે છ પૂર્વસંચિત કર્મોને ક્ષય કરી નાખે છે ત્યારે તેઓ અક્રિયા-દશાને પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ પરિનિર્વાણને પામે છે. અર્થાત ઉપાધિરહિત થઈ સર્વ દુઃખને અંત કરે છે. જ્યારે જીવ ઉપાધિરહિત બની જાય છે ત્યારે તેને સંસારમાં પાછા આવવાની જરૂર જ રહેતી નથી. જે પ્રમાણે દ (બળી ગયેલા) બીજમાંથી અંકુર ઉત્પન્ન થઈ શકતાં નથી, તે જ પ્રમાણે જેમણે ઉપાધિને અન્ત કરી નાખ્યો છે તેમને પણ સંસારમાં ફરીવાર અવતાર કે જન્મ ધારણ કરવાની જરૂર જ રહેતી નથી. સિદ્ધિનું આવું સ્વરૂપ છે. સિદ્ધિનું આવું સ્વરૂપ જાણું કાઈ એમ કહે છે કે, આવી સિદ્ધિ શા કામની ? આ પ્રમાણે કહેનારને બીજુ તે શું કહી શકાય ! જે લેકે સિહિ-સ્થાને જવા ચાહે છે તેમને માટે તે ભગવાને મેક્ષને માર્ગ બતાવ્યો જ છે, પરંતુ જે લોકો સિદ્ધિને ચાહતા જ નથી તેમને માટે મોક્ષનો માર્ગ બતાવ પણ નકામો છે. આત્મામાં જ્યાં સુધી બોલ-બુદ્ધિ હોય છે ત્યાં સુધી આત્મા સુખમાં દુઃખ અને દુઃખમાં સુખ માને છે. બાલ સંસારનાં પદાર્થોમાં સુખ માને છે. પરંતુ વાસ્તવમાં આત્મામાં જે અનંત સુખ ભરેલું છે તે સુખની થોડી ઝાંખી જ સાંસારિક–પદાર્થોમાં આવે છે, અને તેથીજ પદાર્થો સુખરૂપ જણાય છે; પરંતુ વાસ્તવમાં પદાર્થોમાં સુખ નથી. સાચું સુખ તે આત્મામાં જ ભરેલું છે. પદાર્થોમાં સુખ માનવું એ તો એક ઉપાધિ છે. આ ઉપાધિમાંથી મુકત થઈ આત્મામાં જે સુખ રહેલું છે તેની જ શોધ અને તેને જ વિકાસ કરવો જોઈએ. આત્મામાં રહેલાં અનન્ત સુખને વિકસિત કરવાનું નામ જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવું એ છે. સંસારની ઉપાધિમાંથી નીકળીને અક્રિય બનવાની પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરવી જોઈએ. કારણે કે સંસારનાં બધાં દુઃખોનો અંત અક્રિયાથી જ થાય છે, અને અક્રિયા દશા પૂર્વ સંચિત કર્મને નાશ કરવાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે પ્રત્યેક આત્મહિતૈષીએ ત૫દ્વારા પૂર્વ સંચિત કર્મોને ક્ષય કરી અક્રિય દશાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy