SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મેરબી કેટલાક લોકોને આ પ્રમાણે સંસાર છવરહિત થઈ જશે એવો ભય ઉભો થવાને કારણે તેઓએ એવી કલ્પના કરી કે, જીવાત્મા ડાક સમય સિદ્ધિ-સ્થાનમાં રહીને પાછા સંસારમાં જન્મ ધારણ કરે છે. પરંતુ આ કલ્પના ખોટી અને ભ્રમ પેદા કરનારી છે. તમે લેકે પણ કદાચ એવી કલ્પના કરતા હશે કે, જે આ પ્રમાણે જીવાત્માઓ સિદ્ધ થતા જ રહે તે કઈક દિવસે સંસાર છવરહિત ખાલી થઈ જાય એ સ્વાભાવિક જ છે. પરંતુ આ વાતને વિષે ઊંડા ઊતરીને બુદ્ધિપૂર્વક વિચાર કરશે તે તમને પોતાને પણ આ વાત બેટી અને ભ્રામક છે એમ જણાશે. જે મહાત્માઓએ “સિદ્ધ” પ્રાપ્ત કરી છે અને સિદ્ધિનું સ્વરૂપ જોયું છે, જાણ્યું છે, તે મહાત્માઓએ “કાળ ને પણ જોયો છે અને જાણ્યો છે. અને ત્યારબાદ તેઓએ પિતાને નિર્ણય જણાવ્યો છે કે, આ સંસાર કઈ દિવસ છવરહિત થઈ જ શકતો નથી. જ્ઞાની મહાત્માઓના આ કથન ઉપર તમે પોતે પણ જે ઊંડે વિચાર કરશો તે તમને પણ ઉપર્યુક્ત કથનને સત્યાર્થ જણાયા વિના રહેશે નહિ અને તમારે સંદેહ પણ મટી જશે. તમે કાળ વિષે જરા વિચાર કરે. શું ભૂતકાળને અન્ત જણાય છે? તિથિ, માસ, વર્ષ વગેરે ઘણીવાર વ્યતિત થઈ ચૂક્યાં. બધાની ગણતરી કરો તે પણ ભૂતકાળને અન્ત નહિ આવે. તેને અનન્ત કહેવો પડશે. આ જ પ્રમાણે ભવિષ્યકાળ વિષે વિચાર કરશે તે તે પણ અનન્ત જણાશે. આપણું”આ જીવનને અંત તે આવી જશે. પરંતુ ભવિષ્યકાળને અન્ત આવી શકતો નથી. આ પ્રમાણે જ્યારે ભૂતકાળ અને ભવિષ્યકાળને અન્ત નથી તે પછી તે કાળમાં થનારા પદાર્થોનો અંત કેવી રીતે હેઈ શકે? સંસારનાં બધાં કામો કાળની સાથે જ થાય છે. એટલા માટે જ્ઞાની આત્માઓએ ભૂતકાળ અને ભવિષ્યકાળ જોઈને એમ કહ્યું છે કે, જીવ કાળથી અનન્ત ગુણે અધિક છે. એટલા માટે સંસારનો અન્ત થઈ શકતા નથી, તેમ સંસાર કેઈપણ સમયે જીવરહિત પણ થઈ શકતું નથી. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ આપી સમજાવું છું – માને કે એક કોટડીમાં શ્રીફળ ભરેલાં છે અને બીજી કેટડીમાં ખસખસનાં દાણાઓ ભરેલાં છે. બન્ને કેટલીઓ લંબાઈ–ચડાઈમાં સરખી છે. પરંતુ શ્રીફળ પરિમાણમાં મોટા હોવાથી ગણતરીના હિસાબે ખસખસના દાણાની અપેક્ષાએ બહુ જ થડા છે. હવે જે બને કેટડીમાંથી ક્રમશઃ એક શ્રીફળ અને એક ખસખસને દાણા બહાર કાઢવામાં આવે તો કઈ કેટલી પહેલી ખાલી થશે ? શ્રીફળથી ભરેલી કેટલી જલદી ખાલી થઈ જાય એ સ્વાભાવિક છે. આ જ પ્રમાણે કાળ શ્રીફળ જેટલો જ છે અને જીવાત્માએ ખસ ખસનાં દાણા જેટલા છે. જ્યારે કાળનો જ અન્ત આવતું નથી તે પછી જીવને અન્ત કેવી રીતે આવી શકે? આ પ્રશ્ન વિષે પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ ઘણીવાર કહ્યા કરતા હતા કે, રૂપિઆની ગમે તેટલી ઉપરાઉપરી ઢગલીઓ બનાવવામાં આવે પણ તેથી શું આકાશને અન્ત આવી શકે? રૂપિયાની ઢગલીથી આકાશને તેટલે અવકાશ અવશ્ય રોકાય છે, પરંતુ તેથી કાંઈ આકાશને અન્ન આવી શક્તા નથી, કારણ કે, આકાશ અનત છે. આ જ પ્રમાણે જીવાત્માએ ગમે તેટલા સિદ્ધ થાય પરંતુ તેથી કાંઈ સંસારને અંત આવી શકતો નથી. આ વાત . શ્રદ્ધાગમ્ય છે. તમે ભૂતકાળ કે ભવિષ્યકાળને માન્ય નથી એટલે તમે શ્રદ્ધાથી જ ભૂતકાળ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy