________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૨૮ મા મેલ
[ ૧૧
સિદ્ધિનું સ્વરૂપ છે. પરંતુ જૈનશાસ્ત્રમાં સિદ્ધિનું આવું સ્વરૂપ માનવામાં આવ્યું નથી. ખીજા લેાકા દીપનિર્વાણુ જેવું સિદ્ધિનું સ્વરૂપ માને છે તેનેા નિષેધ કરવા માટે જ સિદ્ધુ શબ્દની સાથે યુદ્ધ શબ્દ ઉપયેાગ કર્યાં છે. જે દીપક મુઝાઈ જાય છે તે દીપક અંધકાર પણ ફેલાવતા નથી અને પ્રકાશ પણ આપતો નથી. જો દીપકની જ માફક આત્મા પણ સિદ્ધ થયા બાદ અસ્તિત્વમાં ન રહે પણ નષ્ટ થઈ જાય તેા પછી આત્માની સિદ્ધિ જ શા કામની રહી? આત્મા સિદ્ધ થયા બાદ અસ્તિત્વમાં જ ન રહે, પણ દીપ-નિર્વાણની માક નષ્ટ થઈ જાય તે તેમાં અનેક દોષ આવે છે. આ દેષના પરિહાર કરવા માટે જ શાસ્ત્રમાં સિદ્ધ શબ્દની સાથે મુદ્દે શબ્દના પ્રયાગ કરી એમ કહેવામાં આવ્યું છે કે, આત્મા સિદ્ધ થયા બાદ યુદ્ધ થાય છે અર્થાત્ સત્તાની અને સદની બને છે.
આ ઉપરથી અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જે આત્મા સિદ્ધ થઈ જાય છે તે સિદ્ધાત્મા માટે શું કાંઈ ખાકી રહી જાય છે કે તેઓ ‘સિદ્ધ ’ થયા બાદ ‘બુદ્ધ' થાય છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે પૂનાની થયા બાદજ સિદ્ધ થવાય છે. પરંતુ જે પ્રમાણે અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર મળે છે ત્યારે જ અભ્યાસનું મહત્ત્વ વધે છે, તે જ પ્રમાણે પૂજ્ઞાની થયાનું પ્રમાણપત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે મળે છે. જ્યારે અભ્યાસ કર્યાનું પ્રમાણુપત્ર મળે છે ત્યારેજ જનસમાજમાં અભ્યાસની કીંમત અંકાય છે. તે જ પ્રમાણે સિદ્ધ થયા પહેલાં આ પૂનાન તા રહે જ છે, પરંતુ સિદ્ધિને પ્રાપ્ત થવું એજ પૂર્ણજ્ઞાનનું પ્રમાણુપત્ર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, યુદ્ધ થવાથી કાંઈ નવું નાનૢ આવતું નથી. જ્ઞાન તે તેરમા ગુરુસ્થાનથી જ હાય છે, પરંતુ સિદ્ધ થયા બાદ તે જ્ઞાન નષ્ટ થતું નથી એ બતાવવા માટે જ ‘સિદ્ધ ’ થવાની સાથે ‘ મુદ્દે ' થવાનું પણ કહેવામાં આવ્યું છે.
ܕ
કેટલાક લેાકા એમ કહે છે કે, સિદ્ધ આત્મા પણ સંસારમાં અવતાર ધારણ કરે છે અર્થાત્ જન્મ લે છે. એકવાર તેા તે સિદ્ધ થઈ જાય છે પણ જ્યારે તે જગતમાં કાઈ પ્રકારની વિપરીતતા જુએ છે ત્યારે રાગદ્વેષથી પ્રેરિત થઈને સંસારમાં પુનઃ અવતાર ધારણ કરે છે. ભગવાન મહાવીરે જે સિદ્ધિ કહી છે તે સિદ્ધિ આ પ્રકારની નથી. શાસ્ત્રકારા તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જે આત્મા સિદ્દ થઈ જાય છે તે જન્મમરણથી મુક્ત પશુ થઈ જાય છે. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવાને માટે જ ભગવાને ‘સિદ્ધ અને યુદ્ધ શબ્દોની સાથે ‘ મુક્ત' શબ્દના પણ પ્રત્યેાગ કર્યાં છે. શ્રી ગીતામાં પણ કહ્યું છે કેઃ— यद्गत्वा न निवर्त्तन्ते तद्धामं परमं मम ।
અર્થાત્ જ્યાં ગયા બાદ પાછું ફરવું પડતું નથી તે જ મારું ધામ છે. ગીતામાં તા આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, તેમ છતાં તેના અને ધ્યાનમાં ન લેતાં એમ કહેવામાં આવે છે કે, સિદ્ધ થવા છતાં આત્મા જગતની વિપરીતતા દૂર કરવા માટે સંસારમાં જન્મ ધારણ કરે છે. આ વાતના નિષેધ કરવા માટે જ ગ્રાસ્ત્રકારોએ સિદ્ધ અને બુદ્ધુ શબ્દોની સાથે મુક્ત શબ્દના પ્રયાગ કરી એ વાતને સ્પષ્ટ કરી દીધી છે કે, સિદ્ધ થયેલા આત્માને સંસારમાં અવતાર કે જન્મ ધારણ કરવા પડતા નથી.
આ ઉપરથી કાઈ એવેા પ્રશ્ન કરે કે, જો આ જ પ્રમાણે જીવા સિદ્ધ થતા રહેશે તા કાઈ દિવસે એવા પણુ સમય આવશે કે જ્યારે આ સંસાર જ જીવરહિત બની જશે !