SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી જીવાત્મામાં જ્યાં સુધી બાળપણ–બાલીશતા હોય છે ત્યાં સુધી તે શુભ કર્મને શુદ્ધ અને તેમાં આનંદ માને છે, પરંતુ કર્મો ભલે શુભ હોય તે પણ તે આત્માને તે અશુદ્ધ કરે જ છે. જે લેકે પોતાના આત્માને શુદ્ધ કરવા ચાહે છે તેમણે તે શુભ અને અશુભ બન્ને પ્રકારનાં કર્મોને ત્યાગ કરવો પડશે અને આત્માને કર્મ રહિત બનાવવો પડશે. વ્યવદાનનું ફલ બતાવતાં ભગવાને શુકૂલ-ધ્યાનની ચોથી અવસ્થા–અક્રિય દશાની વાત કહી છે. અક્રિય દશાને અનુભવ મોક્ષ જવાના સમયે જ થાય છે. હજી સુધી હું શુકલધ્યાનની ચોથી અવસ્થા–અક્રિય દશાને અનુભવ કરી શક્યો નથી. પરંતુ જે મહાપુરુષો તેરમાં ગુણસ્થાને પહોંચી જઈ ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ સાક્ષાત જોઈ રહ્યા છે તેમનું કથન છે કે, અક્રિયા દશાને પ્રાપ્ત થતાં જ આત્મા મોક્ષને પામે છે. ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ સર્ ૩ ૪ ઝું એ પાંચ લઘુ અક્ષરને ઉચ્ચાર થાય એટલા સમયની હોય છે. આટલા ટુંકા સમયમાં આત્મા અક્રિય થઈ મોક્ષને પામે છે. જો કે મોક્ષે જવામાં આત્માને આટલો જ સમય લાગે છે, પરંતુ મેસ–પ્રાપ્તિ માટે તો અભ્યાસ-પ્રયત્ન-પુરૂષાર્થ તો પહેલેથી જ કરવામાં આવે છે. જે પ્રમાણે નીશાન તાકવામાં વધારે સમય લાગતું નથી, પણ નીશાન તાકવાનો અભ્યાસ કરવામાં તો ઘણે સમય લાગે છે અને લાંબા સમય સુધી અભ્યાસ કર્યા બાદ જ બરાબર નીશાન તાકી શકાય છે, તે જ પ્રમાણે મેક્ષ તે ચેડા જ સમયમાં થાય છે પરંતુ તેને માટે પહેલાં અધિક અભ્યાસ કરવો આવશ્યક છે. રાધાવેધ કરવામાં તે વધારે વખત લાગતું નથી પરંતુ લક્ષ્યને વેધવાને અભ્યાસ કરવામાં તે વધારે સમય લાગે છે. આજ પ્રમાણે મેક્ષ તો પાંચ લઘુ અક્ષરેનો ઉચ્ચાર થાય એટલા જ ટૂંકા સમયમાં થાય છે પણ આ લક્ષ્યને સાધવાનો અભ્યાસ-પ્રયત્ન તે પહેલેથી જ કરવો જોઈએ. શાસ્ત્રકારો મોક્ષરૂપી લક્ષ્યને સાધવાને જ ઉપદેશ આપે છે. આ ઉપદેશને ધ્યાનમાં રાખીને મોક્ષ સાધવાનો અભ્યાસ કરતા રહો. જે અભ્યાસ-પ્રયત્ન બરાબર કરવામાં આવશે તો મોક્ષનું લક્ષ્ય સાધતાં વખત નહિ લાગે. પ્રત્યેક લક્ષ્યને સાધવાનો અભ્યાસ કે પ્રયત્ન ઉપયુક્ત સાધનઠારા જ કરવો જોઈએ. વિપરીત સાધનદ્વારા કરવો ન જોઈએ. કારણકે વિપરીત સાધનઠારા અભ્યાસ કરવાથી કાર્ય સિદ્ધ થવાને બદલે ઊલટું બગડે છે. ભગવાન કહે છે કે, તપનું ફળ વ્યવદાન છે અને વ્યવદાનનું ફળ અક્રિયા છે. આ અક્રિયા દશાને પ્રાપ્ત થવાથી જ આત્મા સિદ્ધ, બુદ્ધિ અને મુક્ત થઈ શકે છે. અક્રિયા દશાને પ્રાપ્ત થવાથી આત્મા જ્યારે સિદ્ધ થઈ જાય છે અને સિદ્ધ શબ્દમાં બીજા શબ્દો ગતા થઈ જાય છે તો પછી શાસ્ત્રકારોએ “સિદ્ધ’ શબ્દની સાથે જ બુદ્ધ, મુક્ત આદિ શબ્દાનો શા માટે ઉપયોગ કર્યો છે ? અને તેમ કરવામાં તેમને શે સદાશય છે તે વિષે. અત્રે યથામતિશક્તિ વિચાર કરવો આવશ્યક જણાય છે. સંસારમાં સિદ્ધિનું સ્વરૂપ ભિન્નભિન્ન દૃષ્ટિએ માનવામાં આવે છે. કેટલાક લોકે દીપ-નિર્વાણુ અર્થાત બુઝાયેલા દીપકના રૂપ જેવું સિદ્ધિનું સ્વરૂપ માને છે. અર્થાત તે લોકે એમ કહે છે કે જે પ્રમાણે દીપક બુઝાઈ જાય છે અને પછી કાંઈ રહેતું નથી, તે જ પ્રમાણે આત્મા પણ સિદ્ધ થયા બાદ કાંઈ રહેતું નથી. અર્થાત દીપ-નિર્વાણુના સ્વરૂપ જેવું છે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy