SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૨૮ મે બેલ (ચાલુ) જાળમાંથી મુક્ત થવાનો અને આત્માને સ્થિર કરી શાન્તિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્માએ જન્મમરણ કરતાં અનન્ત કાળ વ્યતીત કર્યો છે, છતાં તેને શાન્તિ પ્રાપ્ત થઈ નથી. વાસ્તવમાં જ્યાં સુધી આત્મામાં ચંચલતા છે, સ્થિરતા નથી, ત્યાં સુધી આત્મ-શાતિ મળી શકતી નથી. આત્મ-શાંતિ પ્રાપ્ત કરવા માટે આત્માને સ્થિર કરવાને પ્રયત્ન કરવો જોઈએ. જે જીવાત્મા આ સંસારમાં જ ભ્રમણ કરવા ચાહે છે તેને માટે આ ધર્મોપદેશ તો મેંશ આગળ ભાગવત વાંચવા સમાન છે. પરંતુ જે જીવાત્માઓ સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી અકળાઈ જઈ સંસારની માયાજાળમાંથી મુક્ત થવા ચાહે છે તેમને માટે તો આ શાતિને માર્ગ છે. આત્માને સ્થિર કરવો, એ જ જન્મમરણથી મુક્ત થવાનો અને આત્મ-શાતિ પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ છે. આપણી સામે બે માગે છે. એક સંસારમાર્ગ અને બીજે મોક્ષમાર્ગ. આ બે માર્ગમાંથી આત્મા પિતાની ઈચ્છાનુસાર ગમે તે માર્ગે જઈ શકે છે. સંસારમાર્ગે જવાથી ભવભ્રમણ વધે છે અને મોક્ષમાર્ગે જવાથી ભવભ્રમણ અટકે છે. સંસારમાર્ગ બંધનનું કારણ છે અને મોક્ષમાર્ગ મુક્તિનું કારણ છે. શાસ્ત્રકારે તો પ્રત્યેક જીવાત્માને મોક્ષનો જ માર્ગ બતાવે છે; કારણ કે મોક્ષના માર્ગે પ્રયાણ કરવાથી જ જીવાત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શાન્ત થાય છે અને સર્વ દુઃખેને અન્ત કરે છે. - સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવા માટે જીવાત્માએ સર્વ પ્રથમ સ્થિરાત્મા બનવાની આવશ્યક્તા છે. સ્થિર થયા વિના આત્માને શાંતિ મળી શકતી નથી. વાસ્તવમાં આત્મા પોતે તે સ્થિર જ છે. પરંતુ કર્મરૂપી અગ્નિની પ્રેરણાથી તે ઉછાંછળ અર્થાત અસ્થિર બની ગયો છે. કોઈવાર ઉચ્ચ કર્મોને ઉદય થાય છે તે કોઈવાર નીચ કર્મોનો ઉદય થાય છે. અર્થાત્ કોઈવાર પુણ્ય તે કોઇવાર પાપકર્મોને ઉદય થાય છે. એટલે આત્મા ઉછાંછળો-અસ્થિર થઈ જાય છે. આત્માને અસ્થિર અને અશાન્ત બનાવવો એ કર્મોનું મુખ્ય કામ છે. પુણ્ય અને પાપ એ બન્ને કર્મોનાં જ ફરજદે છે. પુણ્ય એ કર્મોનું શુભ પરિણામ છે અને પાપ એ કમેનું અશુભ પરિણામ છે. પણ પુણ્ય અને પાપ એ બન્ને કર્મોનાં જ સંતાનો છે. એટલા માટે શાસ્ત્રકારે કહે છે કે, પુણ્ય અને પાપ એ બન્ને પ્રકારનાં કર્મોમાંથી મુક્ત થવાને આત્માએ પ્રયત્ન કરવો જોઈએ. પાણીમાં સાકર નાંખવામાં આવે કે કોઈ કડવી ચીજ નાંખવામાં આવે, પરંતુ એ બને ચીજો પડવાથી પાણી તે વિકૃત જ થાય છે. એ વાત બીજી છે કે, સાકરદ્વારા પાણીમાં જે વિકૃતિ આવી છે તે શુભ વિકૃતિ છે અને કડવી ચીજદ્વારા પાણીમાં જે વિકૃતિ આવી છે તે અશુભ વિકૃતિ છે. પરંતુ એ બન્ને વસ્તુઓ વિકૃતિકારક હોવાથી પાણું તો અશુદ્ધ થયું જ છે. પાણીમાં બહારની કોઈપણ વિકૃતિકારક વસ્તુ નાંખવામાં ન આવે તો જ પાણીનું મૂળ સ્વરૂપ જોઈ શકાય છે. આ જ પ્રમાણે પુણ્યકર્મ એ શુભ દશા છે અને પાપકર્મ એ અશુભ દશા છે. પરંતુ એ બન્ને પ્રકારનાં શુભાશુભ કર્મોદ્વારા આત્મા તે વિકૃત થાય જ છે. જ્યારે આત્મા એ શુભાશુભ કર્મોની વિકૃતિમાંથી છૂટે થાય છે ત્યારે જ તે પ્રકૃત અવસ્થાને પામે છે. એટલા માટે જ શાસ્ત્રકારોએ પુણ્ય અને પાપ-એ બન્ને પ્રકારનાં શુભાશુભ કર્મોને ત્યાજ્ય બતાવ્યાં છે,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy