________________
ચાતુર્માસ ].
પ્રાર્થના વિચાર તેને માટે શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, તે પાલિત શ્રાવક, શ્રાવકમાં પતિ અને જેનશાસ્ત્રને કેવિદ હતો. તે પાલિત શ્રાવકની સમુદ્રયાત્રામાં તે ધર્મ કઈ રીતે બાધક ન નીવડયો, તે પછી આજે તે જ ધર્મ બાધક કેમ હોઈ શકે? એટલા માટે શાસ્ત્રમાં સમુદ્રયાત્રાનું બાધક કારણ છે એવું બહાનું ન કાઢતાં જ્યાં તમે જાઓ ત્યાં તમારા ધર્મને પણ સાથે લેતા જાઓ. એ વાતનું તમે હમેશાં ધ્યાન રાખો કે, અમારો ધર્મ અમારી સાથે છે અને અમારી યાત્રાનું ધ્યેય ધર્મને પ્રચાર કરવો એ છે. તમે એમ જ માને છે અમે અમારા ધર્મને પ્રચાર કરવા માટે જ વિદેશમાં આવ્યા છીએ. શું આ પ્રમાણે ધર્મને પ્રચાર કરતાં રહેવાથી તમારાં કોઈ વ્યાવહારિક કામોમાં વિખબાંધા ઊભી થાય છે? આને માટે એમ કહેવામાં આવે છે કે, આર્ય લેકે જ્યારે ભારતદેશમાં આવ્યા હતા ત્યારે પિતાના ધર્મને અને પોતાની સંસ્કૃતિને પણ સાથે લાવ્યા હતા. જ્યારે આર્યલોકો પિતાને ધર્મ અને પિતાની સંસ્કૃતિ સાથે લાવ્યા હતા તો પછી તમે લેકે તમારા જૈનધર્મને અને તમારી જેન–સંસ્કૃતિને તમારી સાથે વિદેશમાં કેમ લઈ જઈ શકે નહિ?
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૪ અષાડ વદ ૩ શુક્રવાર
.
પ્રાર્થના
પ્રાર્થના અરહનાથ અવિનાશી, શિવરામ લીધે વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સીધો. તુ ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાયા; તાત “સુન ” “રવી” માતા, તેહને નન્દ કહાયા. સાહબ. ૧
-વિનયચન્દ્ર કુંભચાવીશ. શ્રી અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં ચિદાનન્દને એમ કહેવામાં આવ્યું છે કે, હે ચિદાનન્દ! તું બીજી બધી વસ્તુઓનો ત્યાગ કરી ભગવાન અરહનાથના શરણે જઈ તેમનું ભજન કર. પરમાત્માને કેવા સમજીને કામ કરવું? તેના સમાધાન માટે કહેવામાં આવ્યું છે કે “ત્રિભુવનનાથ માનીને તેને શરણે જ અને તેનું ભજન કર. કઈ વસ્તુને ઉત્કૃષ્ટ માનવાથી જ તે વસ્તુ પ્રત્યે અધિક
નેહ રહે છે. સામાન્ય વસ્તુ માનવાથી અધિક સ્નેહ રહેતો નથી. એટલા માટે સર્વ પ્રથમ વસ્તુ કેવી છે તે જાણી લેવું આવશ્યક છે. આ કથનાનુસાર પરમાત્મા ત્રિભુવનનાથ છે એમ માનીને તેમની પ્રાર્થના કરો. " આ ઉપરથી કોઈ એમ કહી શકે કે, ભગવાન ત્રિભુવનનાથ છે કે નહિ એની શી ખાત્રી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આત્મશ્રદ્ધા ન હોવાને કારણે અને બુદ્ધિવાદના પ્રપંચમાં ફસાઈ જવાને કારણે આવી શંકા થાય એ સ્વાભાવિક છે. જે બુદ્ધિવાદને ત્યાગ કરવામાં આવે અને શાસ્ત્રનું શરણુ લઈ આત્મશ્રદ્ધા દઢ કરવામાં આવે તે પરમાત્મા ત્રિભુવનનાથ છે એ વાતની ખાત્રી થયા વગર રહેશે નહિ!