SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી જવાને વધારે સંભવ રહે છે. એટલા માટે આપણે પણ એવી ફલાંગ મારવી ન જોઈએ કે, આપણે અત્યારે જે ગુણસ્થાનમાં હોઈએ તેથી પણ નીચે જઈ પડીએ. આપણે તે આત્માને વિકાસ કરવો છે. જે આપણે આળસુ થઈને બેસી જઈએ તે આપણે આત્મવિકાસ કેવી રીતે કરી શકીએ ? અને જે એકદમ ફલાંગ મારી ઉચ્ચ સ્થાને જવાને પ્રયત્ન કરીએ તે નીચે પડી જવાને ભય રહે છે એટલા માટે આપણે તો મમ-માર્ગને પકડીને આત્મ-વિકાસ ક્રમશઃ કરવો એ જ શ્રેયસ્કર છે. આજકાલ ધાર્મિક-સુધાર કરવા માટે મધ્યમ–શ્રેણીના લોકોની અતિ આવશ્યકતા છે. અમને-સાધુઓ માટે-પૂર્વ–મહાત્માઓએ જે જવાબદારી સોંપી છે તે જવાબદારીને મૂકી દેવી અને જે યમનિયમો બતાવ્યા છે તે નિયમને છોડી દેવા તે અમારા માટે-સાધુઓ માટે-ઉચિત નથી. બીજી બાજુ તમે લેકે જે પ્રમાણે જીવન-વ્યવહાર ચલાવી રહ્યા છે તે જ પ્રમાણે જીવન-વ્યવહાર ચાલુ રાખો તે એ દશામાં ધર્મોન્નતિ થવી મુશ્કેલ છે. પહેલાંના સમયમાં - જે કાંઈ થતું હતું તે તે સમય પ્રમાણે થતું હતું, પણ હવે એ સમય આવી પહોંચ્યો છે કે ત્યારે આપણે સમયાનુસાર ધર્મને પ્રચાર કરવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. પહેલાના જમાનામાં આજની માફક ધમક-પાઠશાળાઓ ન હતો. તે વખતે સોએ છોકોને પ્રતિક્રમણ આદિનું ધાર્મિક-શિક્ષણ આપતા હતા. વળી આજની માફક ત્યારે વ્યાવહારિકશિક્ષણ પણ આપવામાં આવતું ન હતું. હવે જ્યારે લૌકિક-શિક્ષણ વધવા પામ્યું છે ત્યારે ધાર્મિક શિક્ષણ આપવાની આવશ્યકતા પણ ઊભી થઈ છે. પરંતુ તમે લેકે તો આવાં બધાં કામો સાધુઓના હસ્તક જ કરાવવા ચાહે છે, અને કહે છે કે, જે સાધુઓ આ કામ નહિ કરે તે શા માટે તેઓ સમાજનું ખાય છે? અને તેના બદલામાં અમારું શું કામ કરે છે? પરંતુ આમ કહેવું એ તમારી ભૂલ છે. સાધુઓ તમારા બંધાએલા નથી. તેઓ (સાધુ) પિતાના સંયમનું અને પૂર્વજોએ બાંધેલા નિયમોનું પાલન કરતાં ગમે ત્યાંથી આહાર-પાણી લાવી શકે છે. એટલા માટે તમે સાધુઓ ઉપર જ જવાબદારી ન મૂકે, પરંતુ તમારા પિતાની ઉપર પણ એ જવાબદારી રહેલી છે તેનો વિચાર કરે. તમે અમારી ઉપર તો જવાબદારી મૂકો છો પરંતુ અમે લેકે કયાં કયાં જઈએ? આત્મ-સુધાર તથા ધર્મ-સુધાર માટે તે સાધુએ યથાશક્ય પ્રયત્ન કરે જ છે. પરંતુ તમે લોકે વિદેશમાં જઓ છે ત્યાં શું તમારી સાથે તમારા ધર્મને પણ વિદેશમાં લઈ જાઓ છે? આ ઉપરથી કદાચ કોઈ એમ કહે કે, એમ કરવામાં શાસ્ત્રદ્વારા વધે આવે છે. તે તેના જવાબમાં. એ જ જણાવવાનું કે આમ કહેનાર ભૂલ કરે છે. ચંપાને પાલિત શ્રાવક સમુદયાત્રા કરી પિન્ડ નગરમાં ગયો હતો. તેની આ સમુદ્રયાત્રા કરવામાં શું થાઅને કાંઈ વાંધવિરોધ હતે? આજે શાસ્ત્રનું રહસ્ય પૂરું સમજવાનો પ્રયત્ન કરવામાં આવતા નથી. પરંતુ કેવળ શાસ્ત્રને દુરૂપયોગ કરવામાં આવે છે. જેનશાસ્ત્રમાં એવી કોઈ સંકુચિતતા નથી. એટલું જ નહિ પણ સંસારમાં જે સંકુ ચિતતા ફેલાએલી હતી તે સંકુચિતતાને જે નશાસ્ત્રોએ દૂર કરી છે અને એમ બતાવ્યું છે કે, સમદ્ર-યાત્રા કરવામાં કેાઇ ભયંકર પા૫ નથી, જે પાલિત શ્રાવકે સમૃદયાત્રા કરી હતી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy