SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–૨૮ મે બોલ [ ૫ જે પ્રમાણે પાણે પિતાના સ્વભાવથી ઊકળતું નથી પરંતુ અગ્નિની પ્રેરણાથી જ ઊકળે છે, અને આ પ્રેરણું બહારની હેવાથી તે પ્રેરણું અટકાવી શકાય છે. તે જ પ્રમાણે આત્માને ભવ-ભ્રમણ કરવાની અને અસ્થિર રાખવાની પ્રેરણા કરાવનાર કર્મો છે. આ કર્મોની પ્રેરણું બહારની અને કૃત્રિમ-બનાવટી હોવાથી તેને અટકાવી શકાય છે. એટલા જ માટે ભગવાને ફરમાવ્યું છે કે, “પૂર્વ સંચિત કર્મોને ક્ષય કરવાથી (વ્યવદાન કરવાથી) જીવાત્મા અક્રિય દશાને પ્રાપ્ત થાય છે અને પરિણામે સિહ, બુદ્ધ અને મુક્ત થઈ શાન્ત થાય છે.' ભગવાનનું આ કથન બધાની સમજમાં આવી જાય એવું સરલ અને સત્ય છે. આ સત્ય-કથનમાં કઈને શંકા થવાનું કારણ નથી. શાસ્ત્ર કહે છે કે, આત્મામાં જે કાંઈ અસ્થિરતા છે તે યોગની ચપળતા-ચંચળતાને લીધે જ છે. યોગનો વિરોધ કરવાથી આત્માની અસ્થિરતા મટી જશે અને આત્મા “સ્થિર” તથા “શાન્ત” થઈ જશે. ભગવાને તે બધા જીવાત્માઓને ઉદ્દેશીને આત્માને સ્થિર બનાવવાને ઉપદેશ આપે છે પરંતુ લોકોને આત્મા તે સરતના Raceના ઘડાની માફક દોડાદોડી કરવા ચાહે છે. આવી દશામાં તમારા આત્માને શાંતિ કેવી રીતે મળી શકે ? સરતના–રેસના ઘેડાએ ગમે તેટલી દોડાદોડી કરે પરંતુ આખરે તેમને શાન્તિ તે ત્યારે જ મળે છે કે, જ્યારે તેઓ દોડાદેડી બંધ કરી સ્થિર થાય છે. હમેશાં દેવ્યા જ કરવું એ ઠીક નથી તેમ શકય પણું નથી. આ જ પ્રમાણે આત્મા આ સંસારમાં ગમે તેટલી દોડાદોડી કરે, પણું આખરે આત્મા જ્યારે સ્થિર થશે ત્યારે જ તેને સાચી શાતિ મળશે. જ્યાં સુધી આત્મા સ્થિર થાય નહિ ? ત્યાંસુધી આત્માને શાંતિ મળવી શક્ય નથી. વ્યવહાર-દષ્ટિએ વિચારતાં પણ આ વાતને પુષ્ટિ મળે છે. તમે બજારમાં કાર્યવશાત ગમે તેટલી દેખાદેખી કરો પરંતુ ઘેર આવીને સ્થિર તથા શાન્ત થયા વગર વ્યાવહારિક શક્તિ મળી શકતી નથી. આ વાતને દષ્ટિમાં રાખીને જ બુદ્ધિમાન લોકેએ એમ કહ્યું છે કે, મનુષ્યમાં એવી આળસ પણ હાવી ન જોઈએ કે જેને કારણે કાર્ય જ સિદ્ધ ન થાય. તેમાં એવી ચંચલતા પણ હેવી ન જોઈએ કે જેને કારણે શાન્તિ જ મળે નહિ. એટલા માટે મનુષ્ય મધ્યમ–માર્ગ પકડવાની આવશ્યકતા છે. , ભગવાને યોગ-નિરોધ કરવાની જે વાત કરી છે તે તે ચૌદમા ગુણસ્થાનની છે. અને આપણે અત્યારે વધારેમાં વધારે છઠ્ઠા ગુણસ્થાન સુધી જ પહોંચી શકયા છીએ; એટલા માટે આપણે દોડવાની એવી ઊતાવળ કરવી ન જોઈએ કે જેથી આપણે રસ્તામાં જ પડી જઈએ અને ચતોત્રગ્રસ્તો ભ્રષ્ટ જેવી સ્થિતિને પામીએ. શાસ્ત્રના આ કથનને વ્યવહારમાં કેવી રીતે ઊતારવું જોઈએ એ એક વિચારણીય પ્રશ્ન છે. આપણે એ વાત તે સ્મરણમાં રાખવી જોઈએ કે, ચૌદમાં ગુણસ્થાને પહોંચવાથી અક્રિય દશા પ્રાપ્ત થાય છે. એટલા માટે એકદમ એવો પ્રયત્ન કરવો ન જોઈએ કે, ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ પ્રાપ્ત કરવાને બદલે ઊલટા પાછા હઠવું પડે. કોઈ ઉચ્ચ સ્થાને ચડવા માટે પગથીએ-પગથીએ પગ મૂકવાથી જ ચડી શકાય છે. જે કોઈ માણસ એકદમ એક સાથે બે-ચાર પગથિયાં કૂદવા ચાહે તો તેને નીચે પડી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy