SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ |[ મોરબી वोयाणेणं अकिरियं जणेइ, अकिरियाए भवित्ता तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वायइ, सव्वदुक्खाणमंतं करेइ ॥ २८॥ અર્થાત–વ્યવદાનથી (પૂર્વ સંચિત કર્મોને ક્ષય કરવાથી) જીવાત્મા સર્વ પ્રકારની કિયાથી રહિત થાય છે અને ત્યાર બાદ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિર્વાણ થઈ શાન્ત થાય છે અને સર્વ દુબેને અન્ત કરે છે. વ્યવદાન એ તપનું આનન્તર્ય અર્થાત તાત્કાલિક ફલ છે. ફલ બે પ્રકારનું હોય છે. એક તે આનન્દર્ય અર્થાત તાત્કાલિક ફલ અને બીજું પારસ્પરિક ફલ અર્થાત પરંપરાએ મળનારું ફલ. તપનું તાત્કાલિક મળનારું ફળ વ્યવદાન છે. કાર્યની સાથે જ જે ફળ મળે છે તે આનન્તર્ય ફળ કહેવાય છે અને તપનું આનન્તર્ય ફળ વ્યવદાન છે. પૂર્વ સંચિત કર્મોને ક્ષય થવો એ તપનું તાત્કાલિક મળેલું ફળ કહી શકાય. વ્યવદાન અર્થાત પૂર્વ સંચિત કર્મોને ક્ષય થવો એ તપનું આનન્તય ફળ છે. પરંતુ પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરવાથી (વ્યવદાનથી) છવાત્માને શો લાભ થાય છે એવો ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ગૌતમ સ્વામીને આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે, વ્યવદાન કરવાથી જીવાત્મા અક્રિય અવસ્થાને પ્રાપ્ત થાય છે. જ્યાં કઈ ધિ કરવાનું કારણ જ રહેતું નથી તે અક્રિયદશા કહેવાય છે. આવી અક્રિય દશાને પ્રાપ્ત થવું એ જ વ્યવદાનનું ફળ છે. શાસ્ત્રમાં શુકુલ ધ્યાનના ચાર ભેદ કહેવામાં આવ્યાં છે. એ ચાર ભેદમાંને થે ભેદ અક્રિયા અવસ્થા છે. આ અક્રિય અવસ્થા મેક્ષ-પ્રાપ્તિના સમયે જ પ્રાપ્ત થાય છે. આ અક્રિય અવસ્થાને પ્રાપ્ત થવાથી આત્મા મન, વચન, કાયા તથા તેના યોગને નિરોધ કરી શૈલ–પર્વતની માફક અડેલ-સ્થિર-નિષ્કપ બની જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, આત્મામાં જ્યાંસુધી કર્મોની અસર હોય છે ત્યાં સુધી આત્મા સ્થિર થઈ શકતા નથી. જ્યારે કર્મો નષ્ટ થઈ જાય છે ત્યારે જ આત્મા સ્થિર અથવા શાન્ત બની શકે છે. સમુદ્રનું પાણી સ્વભાવથી તે સ્થિર છે, પરંતુ પવનની પ્રેરણાથી તે ચંચલ બની જાય છે. પાણીને સ્વભાવ તો સ્થિર રહેવાને છે, પરંતુ પાણીથી ભરેલું વાસણ અગ્નિ ઉપર મૂકવાથી અગ્નિની પ્રેરણાથી પાણી ઊકળવા માંડે છે. ઊકળવું એ પાણીને સ્વભાવ નથી પરંતુ અગ્નિની પ્રેરણાથી જ પાણી ઊકળવા માંડે છે. એન્જિનમાં અગ્નિની પ્રેરણાથી જ પાણી દ્વારા વરાળ પેદા થાય છે અને પછી આ વરાળદ્વારા જ એન્જિન બીજા આઓને એક સ્થાનથી બીજે સ્થાને ઝપાટાબંધ લઈ જાય છે અને મૂકી જાય છે. આ પ્રમાણે ગાડીને બધે વ્યવહાર પ્રેરણાથી જ ચાલે છે. આજ પ્રમાણે કર્મની પ્રેરણાથી આત્મા પિતાની ગાડી રાશી લાખ યોનિઓમાં દેડાવ્યા કરે છે. હવે તો આત્માએ આ ભવભ્રમણની દેડાડીને અટકાવીને આત્માને સ્થિર કરવો જોઈએ. આત્માને સ્થિર કરવા માટે જ આત્માએ કર્મ રહિત-અક્રિય થવાની આવશ્યક્તા છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy