________________
ચાતુર્માસ ] સભ્યત્વ પરાક્રમ–૪૫ મે બોલ [ ૧૮૫
મહાપુરુષોએ બતાવેલે કો માર્ગ ?” એ વિષે બાળગંગાધર તિલક તથા ભાંડારકર વચ્ચે એકવાર વાદવિવાદ થયો હતો. ભાંડારકર કહેતા હતા કે, જે માર્ગ ઉપર મહાજનસમુદાય ચાલતો હોય તે જ મહાજનને માર્ગ છે. આ કથનની વિરુદ્ધ તિલકનું કહેવું હતું કે, જનસમુદાયમાંના અધિકાંશ લેકે અસત્ય બોલે છે, ચોરી કરે છે અને અપ્રામાણિકતાને વ્યવહાર કરે છે. તો શું અસત્ય બોલવું, ચેરી કરવી કે અપ્રમાણિક રહેવું એજ મહાજનોને માર્ગ હોઈ શકે ? આજ પ્રમાણે અધિકાંશ લેકે ત્યાગી કરતાં ભોગી વિશેષ હોય છે. તે શું ભોગી બનવું એ મહાજનોને માર્ગ છે ?
મહાજન કોણ છે એ વાતનો નિર્ણય કરવા માટે જો બ્રહ્માનું ચરિત્ર બ્રહ્મપુરાણમાં જોવામાં આવે તો તેમાં પણ ઘણીજ ભયંકરતા જોવામાં આવે છે. બ્રહ્મા પિતાની જ પુત્રી ઉપર મુગ્ધ થઈ ગયાનો ઉલ્લેખ મળી આવે છે. જે વિષ્ણુને માટે વિષ્ણુપુરાણ જોવામાં આવે તે તેમાં વિષ્ણુની લીલા એવી વર્ણવવામાં આવી છે કે જે તેમના લીલામાર્ગને કઈ મહાજનનો માર્ગ માની અપનાવે તે લીલા કરનાર મનુષ્ય વધારે પતિત થઈ જશે. શિવચરિત્ર ઉપર દષ્ટિપાત કરીએ છીએ તે શિવને શિવપુરાણમાં સ્મશાનવાસી કહ્યા છે. તે શિવના ચરિત્રનું અનુસરણ કરી શું બધા લેકે સ્મશાનવાસી બને એ શું સંભવિત છે ? મહાજનને માર્ગ તો એવો હોવો જોઈએ કે જે માર્ગ બધા લેકે સરળતાપૂર્વક અપનાવી શકે. પરંતુ અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, કઈ વ્યક્તિ દ્વારા નિર્દિષ્ટ માર્ગને મહાજનને માર્ગ માનવો જોઈએ ? આ પ્રશ્નને નિશ્ચયાત્મક ઉત્તર એજ હોઈ શકે છે, જે માર્ગે ચાલવાથી બહુ જનસમુદાયનું સાચું કલ્યાણ થતું હોય, તે જ મહાજનને માર્ગ છે. અસત્ય કે અન્યાયને અનેક લોકોએ ભલે અપનાવ્યાં હોય પરંતુ તે માર્ગ જનસમુદાયને માટે કલ્યાણકારી હેઈ શકે નહિ. એટલા માટે જે માર્ગે જવાથી જનતાનું કલ્યાણ થતું હોય તે જ મહાજનને નિર્દિષ્ટ માર્ગ છે.
આ તો તિલક તથા ભાંડારકર વચ્ચેનો વાદવિવાદ કહ્યો. પરંતુ મારી દૃષ્ટિએ અઢાર દોષરહિત વીતરાગનો માર્ગ જ મહાજનનો માર્ગ છે. અમે લેકે આવા વીતરાગ મહાપુરુષ ને જ મહાજન અને તેમની દ્વારા નિર્દિષ્ટ માર્ગને જ મહાજનને માર્ગ કહી શકીએ. વીતરાગના માર્ગે ચાલનારનું હમેશાં કલ્યાણ જ થયું છે. કદાપિ અકલ્યાણ થયું નથી.
શાકારે કહે છે કે, ઈન્દ્રિયોનાં વિષય-શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ—સારા હોય કે ખરાબ હોય, પરંતુ તે વિષય પ્રત્યે સમભાવ રહે, વિષમભાવ ન રહે, તે સમજવું કે આત્મામાં વીતરાગભાવ આવ્યો છે. સમભાવ રાખવાનો એ અર્થ નથી કે, અમૃતને વિષ અને વિષને અમૃત માનવું કે ખાઈ જવું. પરંતુ સમભાવ રાખવાનો એ અર્થ છે કે, ભલે વિષ હોય કે અમૃત હેય પણુ બનેય પ્રતિ સમભાવ રાખવો. સમભાવ રાખવાથી વિષ પણ અમૃત અને આગ પણ શીતલ થઈ જાય છે. સીતામાં સમભાવ હતો એટલા માટે તેને અગ્નિ પણ શીતલ બની ગઈ હતી. મીરામાં સમભાવ હતો એટલા માટે તેને માટે વિષ પણ અમૃત બની ગયું હતું. આ જ પ્રમાણે તમે પણ સમભાવ રાખે અને ભક્તજનોની માફક પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરે કે –
૨y