________________
૧૮૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મારી
સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, હે ગૌતમ ! જ્યારે જીવાત્મા રાગદ્વેષરહિત થઈ વીતરાગ ભાવમાં આવે છે ત્યારે સ્નેહ અને તૃષ્ણાના કારણે બહુ થતાં કમબન્ધાના વિચ્છેદ થઈ જાય છે. રાગના તથા તૃષ્ણાને સ'પૂર્ણત: વિચ્છેદ વીતરાગભાવ પેદા થયા બાદ જ થઈ શકે છે. વીતરાગ બનવાને મા` રાગ તથા તૃષ્ણાનેા વિચ્છેદ કરવાથી જ સરળ બને છે, તૃષ્ણા તથા સ્નેહના જેટલા જેટલા વિચ્છેદ થતા જશે તેટલા તેટલા આત્મા ઉન્નત–અવસ્થાને પ્રાપ્ત થતા જશે, અને જ્યારે સ્નેહ અને તૃષ્ણાનેા સ'પૂર્ણતઃ વિચ્છેદ થઇ જશે ત્યારે આત્મા વીતરાગાવસ્થાને પ્રાપ્ત થશે.
વીતરાગતા પ્રાપ્ત થઇ છે એ વાતની ખબર કેવળ આધ્યાત્મિક-ભાવરૂપમાં જ જણાતી નથી, પરંતુ વ્યાવહારિક રૂપમાં પણ જણાય છે. જ્યારે ઇન્દ્રિયાનાં શબ્દ, રૂપ, રસ, ગષ અને સ્પર્શી આ પાંચ વિષયાને સંપૂર્ણતઃ જીતી લેવામાં આવે ત્યારે વીતરાગતા પ્રગટી છે એમ સમજવું જોઇએ. જ્યાં સુધી કાઈ વસ્તુ મને ના-પસંદ કે અમનેન–અપસંદ જણાય છે ત્યાંસુધી સમજવું કે હજી આત્મામાં રાગદ્વેષ છે. પરંતુ જ્યારે કાઇ વસ્તુ મનેાનુ કે અમનેશ ન લાગે અર્થાત્ વિષમ ન લાગે પણ સમ લાગે ત્યારે સમજવું કે હવે આત્મામાં વીતરાગતા પ્રગટી છે.
આત્મામાં વીતરાગતા પ્રગટી છે કે નહિ એ વાતની ખાત્રી કરવા માટે શાસ્ત્રકારાએ આ ઉપાય બતાવ્યા છે. જ્યારે ઈન્દ્રિયોના વિષયા મનેાન કે અમનેાનુ જણાય ત્યારે સમજવું કે આત્મામાં વોતરાગતા હજી સુધી પ્રગટી નથી અને જ્યારે ઈન્દ્રિયનાં વિષયે। મનેન કે અમનેના અર્થાત્ વિષમ ન જણાય પણ સમ જણાય તે સમજવું કે આત્મામાં વીતરાગતા પ્રગટી છે. વીતરાગતા પ્રગટી છે કે નહિ એ વાત જાણવા માટે શાસ્ત્રકારાએ આ - થર્મામીટર ' બતાવેલ છે.
ઇંદ્રિયાનાં પાંચ વિષયાનાં સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત એવાં ત્રણ ભેદ પાડવામાં આવ્યાં છે. આ ત્રણ ભેદ કહીને એમ કહેવામાં આવ્યું છે કે, શબ્દ, રૂપ, રસ આદિ વસ્તુ વિષયામાંના કાઈ પણ વિષય મનેજ્ઞ કે અમનેશ ન લાગે તે। આત્મામાં વીતરાગતા પ્રગટી છે એમ જાણવું જોઈ એ.
અત્રે કાઈ એવા પ્રશ્ન કરે કે, શબ્દ આદિમાં સચિત્ત, અચિત્ત તથા સચિત્તાચિત્તને ભેદ કેવા પ્રકારના હોય છે? આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, જીવ શબ્દને અર્થ કહેવામાં આવે તે તે શબ્દ સચિત્ત છે. અજીવ શબ્દ કહેવામાં આવે તે તે અચિત્ત શબ્દ છે અને બંશી શબ્દ કહેવામાં આવે તે તે સચિત્તાચિત્ત શબ્દ છે. આ જ પ્રમાણે રૂપ, રસ, ગંધ, સ્પર્શી આદિનાં પણ ત્રણ પ્રકારનાં ભેદ થાય છે. આ ત્રણેય પ્રકારનાં ભેદની સાથે વસ્તુ મનેાન છે કે અમનેાા છે એવી માન્યતાથી જે નિવૃત્ત થાય છે તે જ વીતરાગ છે.
આ સંબંધમાં કોઇ અન્ય પ્રકારના તર્ક પણ કરી શકે છે પરંતુ આત્મહિતૈષીએ તે કાઈ પ્રકારનાં તર્કવિતર્કમાં ન પડતાં એમ માનવું જોઇએ કેઃ
महाजनो येन गतः स पन्थाः
અર્થાત્—જે માગે મહાપુરુષ! ગયા છે તે જ માગે આપણે પણ ચાલવું જોઈએ અને એ માર્ગે જવામાં જ આપણું કલ્યાણુ રહેલું છે.