________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૪૫ મે બોલ [ ૧૮૩ ક્ષેત્ર, કાલ અને ભાવ જોઈને ઉપદેશ આપવામાં આવે તે જ તે ઉપદેશ સફળ નીવડે છે.
ય, ક્ષેત્ર, કાલ અને ભાવ જોઈને જ જે ઉપદેશક જનસમાજને ઉપદેશ આપે છે એ ઉપદેશને પ્રભાવ જનસમાજ ઉપર પડ્યા વગર રહેતો જ નથી.
કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર આપવામાં આવેલે ઉપદેશ કે પ્રભાવોત્પાદક, હૃદયગ્રાહી અને હિતકારી હોય છે એ વાત હવે શાસ્ત્રદ્વારા સમજાવું છું:સમ્યકત્વ પરાક્રમ–બલ પીસ્તાલીસમે
શાસ્ત્રમાં સર્વગુણસંપન્નતા વિષે પ્રશ્નોત્તર ચાલી રહ્યો છે. આજે “સર્વગુણસંપન્નતા” શબ્દ જાણે સસ્ત થઈ ગયો હોય એમ જણાય છે. આજે તો ગમે તેવા સાધારણ માણસને માટે પણ “આપ તે સર્વગુણસંપન્ન છો ” એમ કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ શબ્દની મહત્તા જતાં ગમે તે માણસને માટે વાપરવા યોગ્ય આ શબ્દ નથી. જે વાસ્તવમાં
સર્વગુણસંપન્ન” બની જાય છે તે માણસને પછી કાંઈ કરવાનું બાકી જ રહેતું નથી. જે વાસ્તવમાં સર્વગુણસંપન્ન બની જાય છે તે વીતરાગ બની જાય છે. અને એટલા જ માટે સર્વગુણસંપન્નતાને પ્રશ્નોત્તર થયા બાદ વીતરાગતા વિષે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે.
પિસ્તાલીસમે બેલ (४५) वीयरागयाए णं भंते ! जीवे किं जणयइ ?
અર્થાત-હે ભગવાન! વીતરાગપણથી જીવને શું લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે ફરમાવ્યું કે –
वीयरागयाए णं नेहासु बंधणाणि य तण्हासु बंधणाणि य वोच्छिंदिय मणुण्णा अमणुण्णासु सद्द-फरिस-रस-रूव-गंधेसु चेव विरज्जइ ॥४५॥
અર્થાત-વીતરાગપણાથી જીવાત્મા નેહ તેમજ તૃષ્ણાના બંધનોને છેદી નાંખે છે તથા મને અને અમનેz શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ ઈત્યાદિ વિષયોમાં વૈરાગ્ય પામે છે. હવે વીતરાગતાના ફળ વિષે વિશેષ વિચાર કરીએ તે પહેલાં વીતરાગતા બધી વસ્તુઓ કરતાં શ્રેષ્ઠ છે એ વાત સર્વપ્રસિદ્ધ હોવા છતાં, વીતરાગતાના ફળ વિષે શા માટે પ્રશ્ન પૂછવામાં આ એવી શંકાનું સમાધાન કરવું આવશ્યક છે. આ શંકાનું સમાધાન એ છે કે, ક્રિયાનું ફળ મળે જ છે એ બતાવવા માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પ્રત્યેક ક્રિયા ફળવતી હોય છે. કેઈપણ ક્રિયા નિષ્ફળ જતી નથી. આ વાતને સ્પષ્ટ કરવા માટે જ જાણે આ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે.
જ્યારે સર્વગુણસંપન્નતા પ્રાપ્ત થાય છે ત્યારે વીતરાગતા આવે જ છે, અને જ્યારે વીતરાગતા પ્રગટે છે ત્યારે સર્વગુણસંપન્નતા પણ હેવી જ જોઈએ. રાગદ્વેષ હોય એ અવસ્થામાં સર્વગુણસંપન્નતા પ્રાપ્ત થાય એ વાત જેનશાસ્ત્રને માન્ય નથી. સંભવ છે કે, આ વાતને બતાવવા માટે પણ ગૌતમ સ્વામીએ ભગવાનને આ પ્રશ્ન પૂછયો હોય. ગૌતમ